Nojoto: Largest Storytelling Platform

Best શિક્ષક Shayari, Status, Quotes, Stories

Find the Best શિક્ષક Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શિક્ષક ના સુવિચાર, શિક્ષક ની વ્યાખ્યા, શિક્ષક એટલે, શિક્ષક દિવસ, શિક્ષક વિશે કવિતા,

  • 11 Followers
  • 13 Stories
    PopularLatestVideo

Yogesh Unadakat

#શિક્ષક #જીવન #વિચારો

read more
mute video

Quotes of Adi

              "गुरु"
जीवन का सच्चा पथदर्शक है गुरु,
ज्ञान की मूरत का शिल्पकार है गुरु,
नादान बालक को समझदार युवक बनाने वाला है गुरु।
 #गुरुपूर्णिमा #શિક્ષક  #teacher #अध्यापक  #पथदर्शक  #जीवन_सुधारक 
#happy_teachers_day

Dharm Desai

આજના ચેલેન્જ માટે #શિક્ષક વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
शिक्षण एक अभियान है, उसे व्यापार ना बना
निरीक्षण में निर्वाण है, उसे व्यभिचार ना बना
गुरुनाम मे भगवान है, उसे विकार ना बना
बच्चो के अनोखे अरमान है, उसे बेज़ार ना बना
तुलना की तेरी तारणहार से 
उसे व्यर्थ ना जाने देना विचार से
अब एक ही आस है जान ले, विद्या विनय वरदान दे
शिक्षक है तु ,तु ज्ञान दे ,संमति व सम्मान दे

-धर्म देसाई


 આજના ચેલેન્જ માટે #શિક્ષક વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Darsh

આજના ચેલેન્જ માટે #શિક્ષક વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
શિક્ષક જ શિક્ષણ દ્વારા એક નવું વિશ્વ પણ બનાવે છે અને દરેક ઈતિહાસનો આધાર પણ બનાવે છે. એ શિક્ષક જ છે જે જ્ઞાનનો વિસ્તાર કરે છે. શિક્ષક જ સમજશક્તિનું સિંચન કરી ભવિષ્યનું પણ નિર્માણ કરે છે.એક શિક્ષક જ કોરા કાગળ સમાન કુમળા મનમાં સાહિત્યનાં સર્જનની શરૂઆત કરાવી શકે છે. એક નવ શીખીયા પક્ષીને કુશળ બાજ બનાવવાની ક્ષમતા પણ એક શિક્ષક ધરાવે છે. શિક્ષકની મહત્તા એવી કે જો શિક્ષકના હોત તો કદાચ વિશ્વમાં ખ્યાતનામ પ્રખ્યાત મહાનુભાવો પણ ના જ હોત....
શિક્ષકદિન નિમિત્તે તમામ શિક્ષકોને સાદર સમર્પિત🙏🙏🙏
 આજના ચેલેન્જ માટે #શિક્ષક વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

RjSunitkumar

#શિક્ષક #દિન#

read more
શિક્ષક દિવસ.....

શું કહેશો આ શબ્દ વિશે ???
આમ વિચારીએ તો સાચો શિક્ષક તો સમય જ
છે....જે આપણ ને આપણા થી અવગત
કરાવે છે...અને બીજું કે અમુક વ્યકિત ઓ કે
જે આપણા ખરા સમય માં મદદે આવ્યા હોય
અમુક એ કે જેમણે ખરા સમય માં જ્યારે આપણ ને
જરૂર હોય પણ બહાનું બનાવી ને છટકી ગયા હોય
અમુક એવા વ્યક્તિ ઓ કે જે હંમેશા તમારા સુખ અને દુઃખ હંમેશા સાથે જ રહ્યા હોય તમારા ખભા થી ખભો મેળવી ચાલ્યા હોય..પણ ચિંતા ના કરતા ભલે તમે બધા સુખ કે દુઃખ મા સહભાગી ના થયા પણ ચિંતા નઈ કરતા
આપણે એવા નથી....અને દરેક શિક્ષક કે જેને મને કંઇક
નવું શીખવ્યું હું એ સહુનો ખુબ ખૂબ આભારી રહીશ..... #શિક્ષક #દિન#

pandit dhruv

પ્રેરણાત્મક શિક્ષક કવિતા #શિક્ષક #inspiritionalteacher #Teachersday #Poetry #reading Prajwal Bhalerao

read more
શીર્ષક:- પ્રેરણાત્મક શિક્ષક
જોયાં ઘણાં વિશાળ સ્વપ્નો ઊંઘમાં,                     જાગતો હતો હું પણ હતો નિદ્રામાં,
મળ્યું અમૂલ્ય માર્ગદર્શન શિક્ષકનું જીવનમાં,
તો કેવી રીતે ભુલાય તેમને આપણી સફળતામાં.

અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર તમે,
હારી ગયેલો હું પણ પ્રોત્સાહિત કરનાર તમે,
મને સફળતાની સાચી રાહ બતાવનાર તમે,
જે છું હું આજે તેના સાચા પથદર્શક તમે,
        પંડિત કરે વંદન મારા પ્રેરણાત્મક શિક્ષક છો તમે.   
  By -  Pandit Dhruv (પંડિત ધ્રુવ) પ્રેરણાત્મક શિક્ષક કવિતા #શિક્ષક 

#inspiritionalteacher #Teachersday #Poetry 

#reading  Prajwal Bhalerao

CHiRAG VAGHELA

#expression #ઓનલાઇનશિક્ષણ #આશીર્વાદ #અભિશાપ #એકલતા #સ્નેહ #શિક્ષક #શિક્ષા #CHiRAG_vaghela_nD_worDs #CHiRAGvaghela #વિચાર

read more
Expression Depression ઓનલાઇન શિક્ષણ: આશીર્વાદ કે અભિશાપ?

શિક્ષણ.
સરકાર કોઈની પણ હોય પણ શિક્ષણની ચર્ચા તો થવાની જ. અને આજે કોરોના કાળમાં થોડી વધુ જ થશે. કેમ કે આજે વાત છે ઓનલાઇન શિક્ષણની.
પૈસા કમાવવા માટે અને પોતાની આવક કોઈ પણ ભોગે ચાલુ રહે એ માટે શાળા સંચાલકો તો ઓનલાઇન શિક્ષણનાં ફાયદા જ ગણાવશે. એ સાથે જ માત્ર ટ્યુશન પર નભતાં નાના પ્રાયવેટ ટ્યુશન ક્લાસ વાળા ય ખુદને ઓનલાઇન ભણાવવું ના પોસાતાં એનાં નુકસાન ગણાવતાં નહીં થાકે. પણ પર્સનલ ફાયદા-નુકસાનથી થોડું ઉપર ઉઠીને વાત કરીએ તો વાત આવે છે વિદ્યાર્થીઓનાં ઇન્ટરેસ્ટની અને એમનાં જીવનમાં ભણતરનાં ઇમ્પોર્ટન્સની.
વાત કાંઈક એમ છે કે ચાલો માનીએ, અરે માનીએ શું સ્વીકારી જ લઈએ, કે ઓનલાઇન શિક્ષણ ઘણું જ ફાયદારૂપ છે. જેમકે વિદ્યાર્થી પોતાનાં સમયે વ્યવસ્થિત ભણી શકે, સરળ-સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં ઘરે જ આરામથી શીખી શકે, વિઝ્યુઅલાઇઝેશન અને એનિમેશનલ વિડિયોઝથી ઘણું ઊંડાણથી સમજી શકે, એની સમય અને શક્તિ પણ કદાચ બચે. એ સાથે જ વાલીઓનો પણ પોતાનાં બાળકને શાળાએ લેવા-મૂકવા જવાનો ખાસ્સો સમય બચી જાય અને કદાચ રીક્ષા, બસ કે વાનમાં બાળક જતું હોય તો એનું ભાડું પણ બચે.
નુકસાન વિશે કહીએ તો બધાં જાણે જ છે કે મોબાઇલમાં સતત ભણવાથી આંખો ખરાબ થાય, માથાનાં દુ:ખાવા જેવી સમસ્યાઓ પણ આવે. એ સિવાય ગરીબ વાલીઓને સ્માર્ટફોન અને એનું રીચાર્જ પરવડે નહીં, એમાંય એક જ ઘરમાં બેથી વધુ બાળક ભણતાં હોય તો મધ્યમ વર્ગનાં વાલીઓને પણ કદાચ એ ના પોસાય. આ તો વિદ્યાર્થીઓની ફિઝીકલ અને વાલીઓની ઇકોનોમિકલ પ્રોબ્લેમ્સની વાત થઈ. એનાં સિવાય પણ ઢગલાબંધ નુકસાન તો ખરાં જ. પણ મારો મુદ્દો વિદ્યાર્થીની માનસિક તકલીફનો છે, એની એકલતાનો છે. અને બસ એ તરફ જ સૌનું થોડું ધ્યાન દોરવું છે.
ઓનલાઇન શિક્ષણ કાંઈ આજકાલનું નથી. કેમકે લગભગ દોઢેક દાયકા પે'લા યૂટ્યૂબ માર્કેટમાં આવી ચૂક્યું હતું. અને મે, ૨૦૦૮માં ભારતમાં પણ! મતલબ ભણવાનાં હજારો વિડિયોઝ લગભગ એકાદ દાયકાથી આપણી પાસે અવેલેબલ હતાં જ. પણ જો સર્ચ કરીએ કે લૉકડાઉન પહેલાં આનો ભણવાનાં સ્ત્રોત તરીકે કેટલાં જણ ઉપયોગ કરતાં હતાં? તો આજની જે સિચ્યુએશન છે એનાંથી કદાચ અડધાં ય નહીં મળે. કારણ? પહેલાં જે લોકો વિડિયો પરથી શીખતાં હતાં એ માત્ર એવાં જ કે જેને ખરેખર શીખવું જ હતું, જાણવું જ હતું. જ્યારે આજે ધરાર જોઈને શીખવુ પડે છે સૌને! આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ- યૂટ્યૂબ પર એજ્યુકેશનલ વિડિયોઝ સારામાં સારા એનિમેશન અને વિઝ્યુઅલાઇઝેશન સાથે લગભગ એકાદ દાયકાથી તદ્દન મફતમાં અવેલેબલ છે જ. પણ એ બધું માત્ર દિલથી શીખવાવાળા વિદ્યાર્થીઓ માટે જ ફાયદારૂપ ગણાય. મીડિયમ કે ડલ(ભણવામાં કમજોર) વિદ્યાર્થીને તો સાહેબનો પરસ્પરનો સ્નેહ અને શિક્ષા (પનિશમેન્ટ) બેઉ મળે તો જ એ શીખી શકે! અને બધા જાણે જ છે કે ૫૦ વિદ્યાર્થીઓનાં ક્લાસમાં ગણીને ૧૦ વિદ્યાર્થીઓ જ ધગશ અને જાત મહેનત વાળા હોય., પણ બાકીનાં ૪૦ નું શું? એમનું કોણ વિચારશે? આપણે એ ૪૦ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય માટે ઓનલાઇન શિક્ષણનો કાયમી શિક્ષણ તરીકેનો વિચાર હાલની પરિસ્થિતિ મુજબ તો માંડી જ વાળવો પડશે. આગળ જતાં કાંઈક હજુ નવું શોધાય અને આ સૌથી મોટા ડ્રોબૅકને પહોંચી વળાય તો ઠીક, પણ અત્યારે શિક્ષકનાં પરસ્પર સ્નેહ અને શિક્ષા વિના ભણતર નકામું પુરવાર થાય એમ છે. 
બીજું ઓનલાઇન શિક્ષણનાં પ્રભાવે બાળક એકલતામાં કદાચ વધુ ધકેલાતું જાય. એમ પણ રમતો તો બધી ટેક્નોલોજી ઓરિએન્ટેડ થઈ જ ગઈ છે, એમાંય શિક્ષણ પણ ઘરે બેઠાં થઈ જાય તો પછી બાળકનાં બહાર નીકળવાનાં લગભગ બધાં દરવાજા બંધ થઈ જાય. શાળામાં જે અલગ અલગ ધર્મ, જ્ઞાતિ, અમીર, ગરીબ, કમજોર, બળવાન વગેરે પ્રકારનાં વિધાર્થીઓ સાથે ભણવાનું થાય તો એનું ભણતર સાથે ઘડતર પણ થાય. હળીમળીને જીવનમાં સંબંધો કેળવતો પણ થાય. પણ ઓનલાઇન શિક્ષણથી બાળક કદાચ વધુ માનસિક એકલતા અનુભવશે. એટલે આ મુદ્દે પણ ઘડતર વિનાનું ભણતર નકામું સાબિત થાય!
એટલે હાલનાં તબક્કે તો ઓનલાઇન કરતાં પરસ્પરનું શિક્ષણ જ જરૂરી છે.

-ચિરાગ વાઘેલા
 (અમદાવાદ)
 મો.૮૪-૮૮-૮૫-૮૫-૮૧

#CHiRAG_vaghela_nD_worDs #expression #ઓનલાઇનશિક્ષણ #આશીર્વાદ #અભિશાપ #એકલતા #સ્નેહ #શિક્ષક #શિક્ષા #CHiRAG_vaghela_nD_worDs #CHiRAGvaghela

Suresh Vala

#શિક્ષક

read more
વહાલનું વરસાદ વરસાવતું વાદળ એટલે શિક્ષક.
      -  સુરેશ વાળા #શિક્ષક

Jayshree Shiyalwala

#શિક્ષક#

read more
તું શિલ્પકાર છો,
તું દિગ્દર્શક છો, જીવન વનનો.

તું ઈશ્ર્વર છો કળયુગનો,
કુરુક્ષેત્રનો માર્ગદર્શક તું

તું સારથી છો ,
જીવન સમરાંગણનો.

તું મૂર્તિકાર છો,
અણઘડ પથ્થરનો

જ્ઞાન ની મશાલ તું
પથ્થરમા સંવેદનાની ચુવાક જગાડનાર ચિત્રકાર તું.

સત્યની કેડીએ ચલાવનાર હરીશચંદ્ર તું
તું જ મારો સારથી જીવનનૈયાનો.. #શિક્ષક#

Mer Umesh

read more
હુ એક શિક્ષક છું
શિક્ષક ને કદી નમાલો ગણતા નહીં,
હુ હદય ધબકતું સમાજ નું સ્થાન ને મારા હણતા નહીં,
 મે કલાકો ગળા ઢસડી ને વગૅખંડ મહેકાવ્યા છે, 
મે  કળીયો ને ફુલ બનાવી બાગ બાગ મહેકાવ્યા છે
અને મે વાવી છે ચિસ્ત સભ્યતા હવે આ મોસમ ને લણતા નહિ,
હુ એક શિક્ષક છું શિક્ષક ને કદી નમાલો ગણતા નહીં...

લિ. સાઈરામ દવે
loader
Home
Explore
Events
Notification
Profile