Nojoto: Largest Storytelling Platform

વિચલિત કરી દે એવું એક ચિત્ર છે આ નોકરી પણ કેવી વિચ

વિચલિત કરી દે એવું એક ચિત્ર છે
આ નોકરી પણ કેવી વિચિત્ર છે
મારા ઘરે જવા માટે મારે જ રજા લેવાની
કોઈ ગુનો નથી કર્યો તોય સજા ભોગવવાની
દેશ ભલે આઝાદ થયો તારે ગુલામી કરવાની
એક સેકન્ડ મોડું થાય તો એનીય ફી ભરવાની
હાથની ઘડિયાળને ઘરે મૂકીને રાખવાની
સમયના ત પાંપણો ઝુકાવીને બાંધવાની
કડક નિયમોના રંગ પૂરવાનું ભૂલવાનું નહિ
શું આ કોઈ ચિત્રકારનું ચિત્ર છે?
આ નોકરી પણ કેવી વિચિત્ર છે...

©Drashti Desai
  #poem #Nokri #ispiration