Nojoto: Largest Storytelling Platform
drashtidesai2787
  • 21Stories
  • 21Followers
  • 262Love
    1.4KViews

Drashti Desai

કલમ ✍️

https://instagram.com/drash_t_desai?igshid=MzNlNGNkZWQ4Mg==

  • Popular
  • Latest
  • Video
2c109923ebc22fbfd51d782a16688da5

Drashti Desai

વિચલિત કરી દે એવું એક ચિત્ર છે
આ નોકરી પણ કેવી વિચિત્ર છે
મારા ઘરે જવા માટે મારે જ રજા લેવાની
કોઈ ગુનો નથી કર્યો તોય સજા ભોગવવાની
દેશ ભલે આઝાદ થયો તારે ગુલામી કરવાની
એક સેકન્ડ મોડું થાય તો એનીય ફી ભરવાની
હાથની ઘડિયાળને ઘરે મૂકીને રાખવાની
સમયના ત પાંપણો ઝુકાવીને બાંધવાની
કડક નિયમોના રંગ પૂરવાનું ભૂલવાનું નહિ
શું આ કોઈ ચિત્રકારનું ચિત્ર છે?
આ નોકરી પણ કેવી વિચિત્ર છે...

©Drashti Desai
  #poem #Nokri #ispiration
2c109923ebc22fbfd51d782a16688da5

Drashti Desai

વાદલડી વરસે કે ન વરસે
કુદરતની કરામત માં વરસવું છે મારે..

તારા પ્રેમના વરસાદમાં ભીંજાઈને
તારી રાધા બનવું છે મારે...

મોરલીયાને પણ કોઈ કહી દો
મન મૂકીને નાચી લે આજે...

વીજળીના ચમકારે ચમકારે
થનગનવું છે આજે મારે...

સરોવરના સથવારે સથવારે
હૈયાની હેલ રેલાવી છે આજે...

માવઠાની આ મોસમમાં 
તારી કિનારી બનવું છે મારે...

વાદલડી વરસે કે ન વરસે
કુદરતની કરામત માં વરસવું છે મારે..

©Drashti Desai
  #TiTLi #rain #Love #relation #Nojoto #varsad #poem
2c109923ebc22fbfd51d782a16688da5

Drashti Desai

"ભાર વગરનું ભણતર" આ વિષય પર કેટલાય વક્તાઓ બોલી ગયા છે. છતાં શું આમાં કોઈ ફેરફાર થયેલો જોવા મળે છે? વક્તાઓ તો માત્ર બોલીને સમાજને જાગૃત કરી શકે છે પણ તેના વિરુદ્ધ કોઈ પગલું નથી ભરી શકતા.આજકાલના અમુક શિક્ષકો એ શિક્ષક નહીં પણ "ટ્યુશનીયા શિક્ષક" થઈ ગયા છે. પોતાની શાળામાંથી જે બાળકો ટ્યુશનમાં આવે તેને જ બધા લાભ મળે! અન્ય બાળકો સાથે તો એવો વ્યવહાર કરવામાં આવે કે જાણે તે કોઈ મોટું પાપ કરીને આવ્યો હોય. આમાં કોઈ શંકાને સ્થાન નથી. આ હકીકત છે.આવા બાળકોને આખા ક્લાસ વચ્ચે ઉતારી પાડવાની તો જાણે ડિગ્રી લઈ લીધી છે. કોઈ એવા શિક્ષક પણ હોવા જોઈએ કે જ્યારે બાળક ચિંતામાં હોય ત્યારે તે બાળકના માથા પર હાથ ફેરવીને કે પ્રેમથી ગળે લગાવીને કહે કે "બેટા! ચિંતા ના કર બધું ઠીક થઈ જશે" પણ હાલના સમયમાં આવા શિક્ષકો તો ભાગ્યે જ  જોવા મળે છે સૌ પ્રથમ તો શિક્ષક બનવા માટે તો માતૃત્વનો ભાવ હોવો જરૂરી છે કહેવાય છે ને કે "મા ના સ્તર પર જઈને શીખવે તે માસ્તર"

©Drashti Desai
  #kitaabein #Student #Teacher  #motivate #Nojoto
2c109923ebc22fbfd51d782a16688da5

Drashti Desai

કાશ!હું એક છોકરો હોત...
મારે પણ એક આઝાદ પછી બનવું છે,
મુક્તિનો માર્ગ છું હું,
આ સમાજના બંધન મને નથી ગમતા,
પતિવ્રતા ધર્મ પાળનારી,
માં સીતાને આ સમાજે છે કેમ ન જાણી,
દ્રોપદીના ચીર હરણ પર,
આ સમાજ કેમ ચૂપ રહ્યો,
હું કમજોર નથી,
આ સમાજ મને કમજોર બનાવે છે,
લોકો શું કહેશે?
એ નામથી મને હરાવે છે,
દરેક વાત પર,
મારા હોંઠ કેમ વિંધવામાં આવે છે,
આ દેશને તો સ્વતંત્રતા મળી ગઈ,
પણ મને ના મળી,
કાશ!હું એક છોકરો હોત...

©Drashti Desai
  #KhaamoshAwaaz #girl #Nari #motivate #Social
2c109923ebc22fbfd51d782a16688da5

Drashti Desai

प्रेम है इस लिए सब कुछ है या फिर सब कुछ है इस लिए प्रेम है।

©Drashti Desai
  #bajiraomastani #Shayar #Love #nojato oto
2c109923ebc22fbfd51d782a16688da5

Drashti Desai

મોરલો નાચે
પણ વરસાદમાં
સુખની પળ...

©Drashti Desai
  #Pattiyan #Nojoto #Haiku
2c109923ebc22fbfd51d782a16688da5

Drashti Desai

ક્યાંક અટવાયો છું,ક્યાંક સલવાયો છું
હું તો વિચારોના વૃંદાવનમાં ખોવાયો છું

કરું આર્તનાદ પણ કોઈ નવ સાંભળે
સંભ્રમે રોમદ્વાર ઊભા થઈ રહે

વગડામાં કંઇક સળવળાટ થાય છે
અંતરનો એક દીવો બુઝાય છે

હવે તો આકાશે પણ નીલાંબર ઓઢી લીધા
સુખની છાયાએ સહુ કોઇએ આવકાર્યા
દુઃખના દા'ડે સરનામું પણ ક્યાં કોઈ આપે છે

હાલું બસ એક તારા ભરોસે ઈશ્વર
આ વસુધા તો પત્થરમાં તને શોધે છે ને
ગાયને પત્થર મારે છે...

©Drashti Desai
  #KhoyaMan #vichar #poem #Nojoto #motivate
2c109923ebc22fbfd51d782a16688da5

Drashti Desai

ઘસાય ઘણો 
પણ હીરો ચમકે
કેવી રચના...

©Drashti Desai
  #Light #Dimond #Haiku #short #motivate
2c109923ebc22fbfd51d782a16688da5

Drashti Desai

સૂરજથી જ અંજવાળું થાય એવું નથી
શશીનો પણ પ્રકાશ હોય છે
આકાશ આખુંય કાળું છે
પણ ઝળહળતા તારલાઓની ક્યાં કોઈ કિંમત છે...

નભ પણ ઘુમ્મટ તાણશે
જ્યારે પાંપણે ઝાકળ આવશે
ઝરમર વરસતા મેઘને સહુ આવકારે
આ માવઠું ક્યાં કોઈને ફાવે છે...

પર્વતો ઘણાં ઊંચા થયા
એનાથી પણ ઊંચો તું થાજે
જ્યારે ઘનઘોર અંધારું થશે
ત્યારે જ નાની અમથી વાટ યાદ આવશે...

©Drashti Desai
  #Lights #Nojoto #motivate #motivatation #poem
2c109923ebc22fbfd51d782a16688da5

Drashti Desai

દિલના સંબંધને પડતા મૂકીને,
દૂરથી Hyy.Hello કરીને,
સમયના તાંતણે બંધાયેલો માનવી,
આજે Online થઈ ગયો...

મોબાઈલમાં દુનિયા જોઈને,
સૃષ્ટિનો આનંદ ન સમજનાર,
સુખ-દુઃખની વાતો કરનારો માનવી,
આજે Online થઈ ગયો...

પ્રેમની રાહમાં વિસામો લઈને,
પ્રત્યક્ષ વ્યવહારને Ignore કરીને,
પરોક્ષ વ્યવહાર અપનાવતો માનવી,
આજે Online થઈ ગયો...

પૈસામાં જિંદગીની મંજિલ શોધીને,
ડિપ્રેશનની જંજાળમાં ફસાઈને,
ફેમિલીમાં Ofline થતો માનવી,
આજે Online થઈ ગયો...

©Drashti Desai
  #online #motivatation #poem #Nojoto
loader
Home
Explore
Events
Notification
Profile