Nojoto: Largest Storytelling Platform

એને શાળા કહું કે મંદિર ? ગણિતના દાખલા જ નહિ જીવન

એને શાળા કહું કે મંદિર ? 
ગણિતના દાખલા જ નહિ 
જીવનનું ગણિત પણ અહીં શીખ્યો છું...

વિજ્ઞાનના પ્રયોગથી ઘણાં અખતરા કર્યાં 
જાણે મોટાં વૈજ્ઞાનિક થઈ ગયા...

સમાજ ભણતાં ભણતાં ખબર નહીં 
અમે ક્યારે ઊંઘી જતા...

ગુજરાતીની તો વાત જ અલગ હતી 
ધન્ય મારી ધરા ગુર્જરી...

ચિત્રમાં એક પીંછી ખંખેરીને 
અનેક ખુશીઓના રંગ પૂર્યા...

અંગ્રેજી ભણીને અમે 
વિદેશ જવાના સપના જોયા...

બાળમંદિરથી બાર સુધી અનેક પાઠ ભણ્યા 
એને સ્વર્ગ કહું તોયે ખોટું નથી....

©Drashti Desai
  #kitaabein #School #Friend #Nojoto #poem