Nojoto: Largest Storytelling Platform

" આત્મવિશ્વાસ." Read in caption. ઓફિસમાં બહુ ખરાબ

" આત્મવિશ્વાસ."

Read in caption. ઓફિસમાં બહુ ખરાબ દિવસ ગયો હતો એનો , આખો પ્રોજેક્ટ રાતોરાત પૂરો કર્યો હતો અને તેમ છતાંય ક્રેડિટ પંકિત લઈ ગયો હતો, અને એવું કર્યા પછી પણ જરાય શરમ વગર નફ્ફટ પાછો પૂછે છે કેવો લાગ્યો મારો પ્રોજેક્ટ. બહુ જ ગુસ્સો આવ્યો હતો આકાંક્ષાને, પણ કાંઈ સુજ્યું જ નહીં એને અને ઓફિસનું બારણું પછાડીને નીકળી ગઈ એ. આટલું કામ હું કરું ને એ ક્રેડિટ કેવી રીતે લઈ શકે.
કોફી પીવાની તીવ્ર ઈચ્છા થઈ આવી એટલે કારને કોફી શોપ તરફ વાળી લઈને ત્યાં એકલી જઈ ને બેઠી આકાંક્ષા. કોફીનો સિપ લેતા લેતા સામે બેઠેલા ટેબલો પર બધાને જોતી હતી. એક ટેબલ પર એક ટીન એજ દીકરી અને દાદી બેઠા વાતો કરતા હતા, સંભળાતું નહોતું કાંઈ પણ જોવું ગમ્યું એને ..એના દાદી યાદ આવી ગયા જે 5 વર્ષ પહેલાં જ દુનિયા છોડી ગયા હતા...
દાદી કહેતા હંમેશા કે ગીતામાં કહ્યું છે "કામ કરતો જા અને હાક મારતો જા.એ હંમેશા યાદ રાખજે દીકરી." એક નાનો ચમકારો આંખમાં આવ્યો ને હોઠ ઉપર સ્મિત. કોફી પુરી કરીને ફરી ઓફિસ આવી. પોતાના કેબિનમાં જઈને લેપટોપ ઓપન કર્યું. પંદર મિનિટમાં બધું પૂરું કરી ફરી બોસની કેબીન માં ગઈ ,
"શું થયું કેમ ફરી અહીં આવી, બહુ એટીટ્યુડ માં બારણું પછાડયું હતું ને તે. સો પ્લીઝ ગો. "
"જઉં જ છું બસ એક લાસ્ટ કામ પતાવી લઉં, પંકિતને બોલાવો હમણાં જ અહીં."
"પંકિત અહીં આવ તો જરા, ચાલ તારો આ પ્રોજેક્ટ ફરી આખો ઓપન કરી સમજાવ અને એક મોટી ભૂલ છે એમાં એ કોઈને ખબર નથી પડી એ બતાવ,મને ખબર છે એ ભૂલ બસ તારા પાસે થી સાંભળીને જતી રહીશ. "
પંકિતે થોડો પ્રોજેક્ટ સમજાવ્યો પણ પછી લોચા વળવા લાગ્યા..
આકાંક્ષાએ બોસ સામે જોયું અને કહ્યું "માણસ ઓળખતા શીખી જશો એટલે કંપનીને આગળ આવતા કોઈ નહીં રોકી શકે. ખોટા માણસો સાચું કામ ના કરી શકે. આજ હું આ કંપની છોડી રહી છું, અને હા મારો પ્રોજેક્ટ સાથે લઈ ને જઈ રહી છું,"

darshana4860

Darshana

New Creator

ઓફિસમાં બહુ ખરાબ દિવસ ગયો હતો એનો , આખો પ્રોજેક્ટ રાતોરાત પૂરો કર્યો હતો અને તેમ છતાંય ક્રેડિટ પંકિત લઈ ગયો હતો, અને એવું કર્યા પછી પણ જરાય શરમ વગર નફ્ફટ પાછો પૂછે છે કેવો લાગ્યો મારો પ્રોજેક્ટ. બહુ જ ગુસ્સો આવ્યો હતો આકાંક્ષાને, પણ કાંઈ સુજ્યું જ નહીં એને અને ઓફિસનું બારણું પછાડીને નીકળી ગઈ એ. આટલું કામ હું કરું ને એ ક્રેડિટ કેવી રીતે લઈ શકે. કોફી પીવાની તીવ્ર ઈચ્છા થઈ આવી એટલે કારને કોફી શોપ તરફ વાળી લઈને ત્યાં એકલી જઈ ને બેઠી આકાંક્ષા. કોફીનો સિપ લેતા લેતા સામે બેઠેલા ટેબલો પર બધાને જોતી હતી. એક ટેબલ પર એક ટીન એજ દીકરી અને દાદી બેઠા વાતો કરતા હતા, સંભળાતું નહોતું કાંઈ પણ જોવું ગમ્યું એને ..એના દાદી યાદ આવી ગયા જે 5 વર્ષ પહેલાં જ દુનિયા છોડી ગયા હતા... દાદી કહેતા હંમેશા કે ગીતામાં કહ્યું છે "કામ કરતો જા અને હાક મારતો જા.એ હંમેશા યાદ રાખજે દીકરી." એક નાનો ચમકારો આંખમાં આવ્યો ને હોઠ ઉપર સ્મિત. કોફી પુરી કરીને ફરી ઓફિસ આવી. પોતાના કેબિનમાં જઈને લેપટોપ ઓપન કર્યું. પંદર મિનિટમાં બધું પૂરું કરી ફરી બોસની કેબીન માં ગઈ , "શું થયું કેમ ફરી અહીં આવી, બહુ એટીટ્યુડ માં બારણું પછાડયું હતું ને તે. સો પ્લીઝ ગો. " "જઉં જ છું બસ એક લાસ્ટ કામ પતાવી લઉં, પંકિતને બોલાવો હમણાં જ અહીં." "પંકિત અહીં આવ તો જરા, ચાલ તારો આ પ્રોજેક્ટ ફરી આખો ઓપન કરી સમજાવ અને એક મોટી ભૂલ છે એમાં એ કોઈને ખબર નથી પડી એ બતાવ,મને ખબર છે એ ભૂલ બસ તારા પાસે થી સાંભળીને જતી રહીશ. " પંકિતે થોડો પ્રોજેક્ટ સમજાવ્યો પણ પછી લોચા વળવા લાગ્યા.. આકાંક્ષાએ બોસ સામે જોયું અને કહ્યું "માણસ ઓળખતા શીખી જશો એટલે કંપનીને આગળ આવતા કોઈ નહીં રોકી શકે. ખોટા માણસો સાચું કામ ના કરી શકે. આજ હું આ કંપની છોડી રહી છું, અને હા મારો પ્રોજેક્ટ સાથે લઈ ને જઈ રહી છું," #ગુજરાતી #gujaratiquotes #yqmotabhai #yqgujarati #વાર્તા #હુંઅનેમારીવાતો