Nojoto: Largest Storytelling Platform

Best ગુજરાતી Shayari, Status, Quotes, Stories

Find the Best ગુજરાતી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about'ગુજરાતી शायरी', 'ગુજરાતી हिन्दी english', 'सुविचार ગુજરાતી', हिन्दी বাংলা తెలుగు मराठी தமிழ் ગુજરાતી, 'ગુજરાતી हिन्दी',

  • 272 Followers
  • 4144 Stories

प्रकाश " प्रिये"

#GoodMorning #ગુજરાતી #ગઝલ #ગુજરાતી_સાહિત્ય #કુંભ

read more
White  વાત કરવી છે.

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગા


ફેલતી મોઘમ હવાની વાત કરવી છે.
સત્યથી ભિન્ન અફવાની વાત કરવી છે.

ડૂબકી દઇ, કોટિ પવિત્ર થ્યા હશે! છો;
અમૃત માટે મૃત થવાની વાત કરવી છે.

પાપ ધોવા છે, પુણ્ય કર્યા વિના હા;
દર્દથી ઘાતક, દવાની વાત કરવી છે.

ઘેટિયો પ્રવાહ જાણે ધરમનો મર્મ શું?
અંધ પાછળ ચાલવાની વાત કરવી છે.

ક્યાં સુધી આવા અનર્થો વેઠશો "પ્રિયે"
સમયસર જાગી જવાની વાત કરવી છે.

મોતને રાખી નજરમાં, પ્રેમ બાટો બસ;
મારે તો મજહબ નવાની વાત કરવી છે.

202502012109

©प्रकाश " प्रिये" #GoodMorning 
#ગુજરાતી 
#ગઝલ 
#ગુજરાતી_સાહિત્ય 
#કુંભ

daksh

White 
// શું આવું મારી સાથે જ થાય છે? //


મેળવેલી ડીગ્રીઓ જોઈ ને હવે પછતાવો થાય છે,
નોકરી મેળવવા માટે ખૂબ ભટક્યો
પણ દરેક વખતે ચહેરા પર ઉદાસી છવાય છે. 
શું આવું મારી સાથે જ થાય છે ?  

સરકારી પરીક્ષા માટે તૈયારી તો કરી,
પણ ક્યાંક પેપર ફૂટી જાય છે.
તો ક્યાંક નશીબ ફૂટી જાય છે.
શું આવું મારી સાથે જ થાય છે ? 

લગન નું તો હું વિચારું છું,
પણ લાગણી કરતાં માગણી વધે છે.
અને પ્રેમ કરતા પૈસો પૂજાય છે.
શું આવું મારી સાથે જ થાય છે ?

સારા પ્રસંગો મા આનંદ કરવા જાઉં,
પણ લોકો દ્વારા મારી મજાક બનાવાય છે.
ક્યાંક મારી નોકરી વિશે, 
તો ક્યાંક મારા લગ્ન ની વાતો થાય છે.
શુ આવું મારી સાથે જ થાય છે ?

©daksh #love_shayari 
#ગુજરાતી 
#gujarati_sahitya 
#nojohindi 
#gujaratipoetry

daksh

#Sad_Status #ગુજરાતી

read more
White //શીખી ગયો છું.//

નિરાશા ના વૃક્ષો પર આશા ના ફળ લાવતા, 
હું શીખી ગયો છું.

નફરત ના પુષ્પો માંથી પ્રેમ ની સુવાસ લાવતા,
હું શીખી ગયો છું. 

વિષ ના બુંદ ને અમૃત ના સ્વાદ મા ફેરવતા,
હું શીખી ગયો છું.

આંસુ ના બુંદ નીચે સ્મિત નો સાગર કરતા,
હું શીખી ગયો છું. 

દુઃખ ના વાદળો માંથી સુખ નો વરસાદ કરતા, 
હું શીખી ગયો છું. 

મૃત્યુ ના મિલાપ પહેલા જીવન જીવતા,
હું શીખી ગયો છું.
,
,
,

©daksh #Sad_Status #ગુજરાતી

daksh

#good_night #Jindagi #Like #ગુજરાતી #gujarati_sahitya

read more
White ///..જીંદગી મળી છે તો જીવી લે..///


ઈર્ષા ના કપડા ને તું ફાડી દે,
ફાટી ગયેલ પ્રેમ ને તું સિવી દે.
જીંદગી મળી છે તો જીવી લે.

અભિમાન ના કાંટા ફેંકી ને તું,
સાદગી ના પુષ્પ ને તું સુંઘી લે.
જીંદગી મળી છે તો જીવી શકે.

ગુસ્સા ની રજાઈ કાઢી ને તું,
હાસ્ય ની ચાદર ઓઢી દે.
જીંદગી મળી છે તો જીવી લે.

દ્વેષ ના વૃક્ષ કાપી ને તું,
લાગણી ના બીજ તું રોપી દે.
જીંદગી મળી છે તો જીવી લે.

કેમ ચિંતા ના વાદળાં લઈ ને ફરે છે,
ગુંટ તું ખુશી નું પણ પી લે.
જીંદગી મળી છે તો જીવી લે.

ભલે ને હોય ધોધમાર વરસાદ ના ટિમ્પા જેવું દુઃખ,
પણ ઝાકળ ના બુંદ જેવડા સુખ ને પણ તું મ્હાણી લે.
જીંદગી મળી છે તો જીવી લે.

©daksh #good_night #Jindagi #Like #Nojoto #ગુજરાતી #gujarati_sahitya

daksh

#Sad_Status #ગુજરાતી #gujarati

read more
White હું સોય છું તો દોરો બની ને તું જોઈએ છે
મારા જીંદગી ના કાપડ ના 
ફાટી ગયેલી ખુશીઓને સાંધવા
તું જોઈએ છે...
.
.
.

©daksh #Sad_Status 
#ગુજરાતી 
#gujarati

Darshana

#ishq #my #myvoice #ગુજરાતી #gujarati #darshanasoni #Darshana #ganpati

read more

SARVAN

#પેમ #કહાની #ગુજરાતી 😌😌

read more

Darshana

Darshana

#SheTheHero #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય #myvoice #darshanasoni #Darshana

read more

Darshana

#DailyMessage #gujarati #ગુજરાતી #darshanasoni #Darshana

read more
loader
Home
Explore
Events
Notification
Profile