Nojoto: Largest Storytelling Platform

હું પણ આવ્યો હતો ગામડું છોડી શહેરમાં પૈસા કમાવવા બ

હું પણ આવ્યો હતો ગામડું છોડી શહેરમાં પૈસા કમાવવા
બાકી બાળપણ ના મિત્રો ની સાથે રહેવું કોને ગમતું ના હોય

કે  જવાબદારી એ મજબુર કરી દીધો છે ગામડું છોડવા
બાકી બાપની ઝુંપડી ને માં ના હાથનો રોટલો કોને વાલો ના હોય 

કે એક સાંધો ત્યાં તેર તુટે છે થોડી કરકસર કરું છું ચાર પૈસા બચાવવા 
બાકી મોજ શોખ કરવા ને મન ભરીની જીવવું કોન ગમતું ના હોય

માનુ છું મારા દોસ્ત કોલ કે મેસેજ નથી કરતો કે નથી આવતો મળવા 
બાકી સ્વર્ગ થી પણ સુંદર પોતાના ગામમાં રહેવું કોન ના ગમતું હોય

©કિરણ ની કલમે... #villagememories #villagelife #villagequot #villagelove