Nojoto: Largest Storytelling Platform

હિંદુ ધર્મ માં મૃત્યુ એક મહાઉત્સવ છે છતાં મૃત્યુ વ

હિંદુ ધર્મ માં મૃત્યુ એક મહાઉત્સવ છે છતાં મૃત્યુ વિશે વાત કરતાં એક પ્રકારે સૂગ, ડર, અપવિત્ર માનસિકતા રખાય છે.  મહાદેવ ને પણ હવે તો શિષ્ટ સ્વરૂપે એટલે કે શહેરી શિવાલયોમાં જ યોગ્ય માનવામાં આવે છે, હકીકતમાં તો શિવ એ સ્મશાન ના વૈરાગી યોગીપુરૂષ છે એ જ સ્મશાન પ્રત્યે નો ભાવ લોકોના મનમાં હિંદુ ધર્મ ની સાચી સમજનો અભાવ જણાવે છે.  મૃત્યુ બાદ તો આ દેહને પણ અપવિત્ર મનાય છે, જેની આજીવન ઘેલછા આપણે રાખી હોય  એ શરીર પ્રત્યે પણ હડધૂત પ્રકારનુ વર્ણન કરાય છે.

જીવનની સત્યતા માટે મૃત્યુ નો સ્વીકાર સહજતા થી કરવો જ રહ્યો. માયા થી મુક્તિ તો મૃત્યુ જ અપાવી શકે તો શા માટે મૃત્યુને જીવનગુરુ ન માનવો??? જીવંત હોવા છતા માનવમૂલ્યો થી વિમુખ થવુ એ મૃત્યુ જ છે પણ એમાં અંતિમવિધિ જેટલુ સન્માન પણ નહી મળે. રાખમાં મળીને સત્યતા નુ ભાન થાય એ યોગ્ય નથી આથી જ જીવનને નિજાનંદમાં જીવવા નો પ્રયાસ કરવો જોઈએ અને પોતાની ક્ષમતા મુજબ સંસારમાં યોગદાન આપી મૃત્યુના મહોત્સવ સુધી જવાની તૈયારીમાં લાગવુ જોઈએ.

"ના કરીશ ગુમાન આ કાયાનું, અંતે તો મળી જશે મુઠ્ઠીભર રાખમાં"

"કાયા તો નાશવંત છે પણ તમારુ કર્મ અવિનાશી છે..... "

 #yqgujarati #yqmotabhai #ગુજરાતી #જીવન #મૃત્યુ