Nojoto: Largest Storytelling Platform
hiteshreevasani7590
  • 39Stories
  • 116Followers
  • 270Love
    279Views

lic of india

  • Popular
  • Latest
  • Video
152bc4854cc4ca3edcca3a728d8b196e

lic of india

ફરજીયાત - મરજીયાત 

બધું જ ફરજીયાત
એક હું જ મરજીયાત,
સવારના એલાર્મ થી રાતની પથારી સુધી
બધું જ ફરજીયાત,
એક મારી તબિયત જ મરજીયાત,
કુકર ની સીટી, વાસણ નો અવાજ
બધું જ ફરજીયાત,
બંગડી નો ખનકાર અને પાયલ નો છનકાર
મરજીયાત,
બધા તહેવાર અને બધા વહેવાર  ફરજીયાત,
ખાલી મારા શોખ અને સપનાં મરજીયાત. 

હિતેશ્રી વસાણી (શ્રી)

©lic of india
  #Aasmaan
152bc4854cc4ca3edcca3a728d8b196e

lic of india

ચા ને પીવાની ના હોય,
 ચા ને ચાહવાની હોય....
હિતેશ્રી વસાણી(શ્રી)

©lic of india
152bc4854cc4ca3edcca3a728d8b196e

lic of india

152bc4854cc4ca3edcca3a728d8b196e

lic of india

Mumbai Rains મન મુકીને વરસ્યો છે મેહુલો,
માનવ! તું શાને રહે છે તરસ્યો! 

હિતેશ્રી વસાણી (શ્રી)

©lic of india #MumbaiRains
152bc4854cc4ca3edcca3a728d8b196e

lic of india

આકાશે આજે ધરતી ને પ્રેમ પત્ર લખ્યો, 
લાગણી બતવવા તે મન મૂકીને વરસ્યો.. 

હિતેશ્રી વસાણી (શ્રી)

©lic of india #5words
152bc4854cc4ca3edcca3a728d8b196e

lic of india

મારી દીકરી  ઢીંગલીને શણગારતી હતી,
કાનની બાલી હાથમાં પેહરાવતી હતી, 

એને ફ્રોક બહુ પ્રેમથી પહેરાવતી હતી,
જાણે તે એક નાની દુલ્હન શણગારતી હતી. 

હિતેશ્રી વસાણી (શ્રી)

©lic of india
152bc4854cc4ca3edcca3a728d8b196e

lic of india

માનવ થયો હતો બે કાબુ અને બે લગામ,
ઇશ્વરે હાથમાં લીધી છે લગામ,
માનવી તું ચેતજે...

ભૂલી ગયો હતો માનવ ઇશ્વર છે,
પોતે જ ભગવાન ની પદવી લેવા ગયો,
ભગવાને આખું વિશ્વ જ ડોલાવ્યું,
માનવી તું ચેતજે...

બહુ ખેલ ખેલ્યા  સત્ય સાથે,
ઘણા બે જુબાન  પશુ ના જીવ લીધા
હવે ભગવાન ક્રોધે ભરાયો
માનવી તું ચેતજે....

અંતિમ ક્રિયા ની હવે કોઈ વિધિ નથી રહી,
સ્મશાન મા હવે જગ્યા નથી રહી,
હવા પણ હવે શુદ્ધ નથી રહી,
માનવી તું ચતજે..

બે હાથ જોડી વિનવું તને નવ દુર્ગા
માફ કર તારા બાળકોને
અને ફરી પાછું વાતાવરણ શુદ્ધ કર...

‌હિતેશ્રી  વસાણી (શ્રી)

©lic of india #lockdown2021
152bc4854cc4ca3edcca3a728d8b196e

lic of india

ગુલામી મુબારક 

વર્ષ માં 3 દિવસ દેશભક્તિ છલકાતી તેવા,
 દેશભક્તો ને આઝાદી મુબારક...

દેશ આઝાદ થયો છે દેશની જનતા નહીં
દેશ ની જનતાને ગુલામી મુબારક..

બળાત્કાર ની ભોગ બનનાર અને
ન્યાય ના મળનાર દીકરી ને
ગુલામી મુબારક..

 દહેજ ના નામે જીવતી સળગાવી
દેનાર વહુને ગુલામી મુબારક..

કુરિવાજ ના નામે બલી ચડતી
 દીકરીને ગુલામી મુબારક..

પિયરમાં દીકરી પારકી થાપણ અને
સાસરી મા પારકી જની શબ્દ ની 
વચ્ચે જીવન જીવતી સ્ત્રી ને 
ગુલામી મુબારક..

મંદી, મોંઘવારી અને ભષ્ટાચાર વચ્ચે
જીવતા પુરુષને ગુલામી મુબારક..

દેશ આઝાદ થયો છે દેશની જનતા નહીં
દેશ ની જનતાને ગુલામી મુબારક..

હિતેશ્રી વસાણી (શ્રી) #SilentWaves
152bc4854cc4ca3edcca3a728d8b196e

lic of india

પ્રકૃતિ અને બાળક

વૃક્ષ સાથે લાગણી બંધાયેલી,
ત્યાં જ તો દોરડા નાખી હીંચકા ખાધેલા..

નદી પણ બાળકોની સાથે નાચે,
બાળક ના છબછબિયાં એ પણ યાદ કરે..

વરસાદ અને બાળક નો સબન્ધ જ જૂનો,
વરસાદ માં નાચવાની અને એ કાગળ ની હોડી બનાવાની 
મજા કઈ અલગ જ છે.

પહાડો પર ચડવાની જીદ 
ગમે તેટલા થાકી જઈએ પણ
વાદળ અને પહાડ ને મળતું જોવાનું દ્રષ્ય અલગ છે...

જોરદાર પવન સાથે  રમવાની મજા જ અલગ છે,
જાણે પવન પણ બાળક સાથે પકડાયા પકડી રમે....

હિતેશ્રી વસાણી ( શ્રી) #lostinthoughts
152bc4854cc4ca3edcca3a728d8b196e

lic of india

મારા મતે પ્રેમ એટલે
તને હરએક ક્ષણ મારી 
પાસે મહેસુસ કરવું..

મારા મતે પ્રેમ એટલે 
મારામાં તું
અને તારામાં હું..

મારા મતે પ્રેમ એટલે 
તમે શબ્દ માં લખી ના શકો 
પણ આંખોમાં વાંચી શકો..

હિતેશ્રી વસાણી (શ્રી) #alone

7 Love

loader
Home
Explore
Events
Notification
Profile