Nojoto: Largest Storytelling Platform
vijay1866103503011
  • 10Stories
  • 26Followers
  • 35Love
    0Views

Vijay

  • Popular
  • Latest
  • Video
3e3331144d4cdc0589db8fc953a84dba

Vijay

*સહકાર*

મુલતવી  રાખી  મુલાકાત જે ગણી ગાંઠી હતી,
ઘરનાં  ખૂણે  એકવીસ  દિન  સહકાર જોઈએ,

શહેરનાં  ખૂણા નકારવા પડશે તારે ને મારે હવે,
સાંકળા ઘરને શેરી સ્વરુપે સ્વીકારવું જોઈએ,

ઘરનાં  ખૂણે  બેસી  તારે  સાથે મેસેજવુ પડશે,
તારા મેસેજ ઓડકાર  સતત રણકાર  જોઈએ,

વિતાવા જ છે  દિવસો  તો સેલ્ફી સેલ્ફી રમશું,
તને જોવાનો અનેક રીતે  લ્હાવો લેવો જોઈએ,

ચોપડાનાં થપ્પા વાંચવા ને રજોટ ઉડાવી દીધી,
ઘર રમવા તારા નામનો અંદર રુઆબ જોઈએ,

ઘડીક કરશું ગઝલ મત્લે કવિતાની આનાકાની,
ચહેરો લખવો છે તારો , વિડિયો  કોલ જોઈએ,

અંતરની વાતો ખોલવા ખોબલા ભરી સમય છે,
નેટવર્ક  નામનો  સ્ત્રાવ ફોનમાં ધરખમ જોઈએ,

જો એકબીજાનાં શ્વાસ ગણવાનો પ્રણય આયો,
અનંત અવાજની બુલંદી આપો સહકાર જોઈએ,

લૂંટી લેવી હશે ફરીયાદો  ના લાંબા લચક લીસ્ટ,
પ્રેમથી એકવીસ દિવસ ઘરમા સહકાર જોઈએ,

તારા  અવાજની તલબને ઘણો તીવ્ર માપી લેશું,
તો એકધારુ બોલવાની અનહદ સંગાથ જોઈએ,

આવ્યો  મુકામ ઘરની લાદીઓ ગણવાનો મૌકો,
આ છેડેથી પેલે પાર ગણતરી રાખનાર જોઈએ,

વિજ તમન્ના ફરી વળશે શબ્દોની આ દિવસોમાં,
દુઆ  આપના દિલોથી  માંગો આશિષ જોઈએ,

-વિજય પ્રજાપતિ 
-વમળ #25march2020) Taru Mistry Haimi Kumari Harishita Singh

Taru Mistry Haimi Kumari Harishita Singh #કવિતા #25march2020

3e3331144d4cdc0589db8fc953a84dba

Vijay

ભટકતો સાવ યુવાનીની ઉર્જામાં અમથો,
જોયા સન્મુખ ત્યારનું મન સળવળ્યા કરે,

ગુલાબી  ગાલો ને હોઠોની લાલી આપની,
નથી દેખાતું સિવાય કાંઈ દલડુ દંભ્યા કરે,

સુમસામ બગીચા જેવુ શરીર હતું અમથું
થ્યા તમે સન્મુખ ત્યારથી ફુલો પાંગર્યા કરે,

પે'લા તો મળતાં શેરી કે ચોરે  સવાર-સાંજ,
હવે પ્રોફાઈલ છવિ નજર સમક્ષ ઝુર્યા કરે,

આવતાં સન્મુખ વાતો કરતા આંખને ઉલાડે,
હવે વ્હોટ્સપે આંગળી ટેરવે વાતો થયા કરે,

સતત વિટંબણા રાહ આપ આવવાની રે'તી,
હવે આપના લાસ્ટસીનની ચિંતા તરસ્યા કરે,

સન્મુખ થાય એકવાર ફરી ફરી રાખું એષણા,
થૈ ગયા છે સન્મુખ ઈઝહાર આંખે ઝંખ્યા કરે,

-વિજય પ્રજાપતિ #સીમા  Taru Mistry Laxmi Kumari Haimi Kumari Harishita Singh

#સીમા Taru Mistry Laxmi Kumari Haimi Kumari Harishita Singh #કવિતા

3e3331144d4cdc0589db8fc953a84dba

Vijay

છીછરા ખાબોચીયાનું વમળ,,

અંતરની વાતોને ઓરતાનાં ઓરડા સુધી,
તારા તો આવવાનાં એંધાણ હ્રદય  સુધી,

ભીતર  પ્રગટાવું દિપ પ્રણયની વાત સુધી,
અસમંજસ  હજુ વાતોના વિશ્વાસ સુધી,

દરિયાદિલી  લાગણી કુદતી  મોઝા સુધી,
મસ્તાનગી  નદીની  લ્હેરની સમુંદર  સુધી,

પ્રગટ્યો પ્રેમ  અંદર સરોવરને  ટીપા સુધી,
પડ્યુ પ્રણય બિંદુ  વાતોના  સરોવર સુધી,

ઘુમરીએ  ચડ્યું મન ઘેલું થયું વમળ સુધી,
પ્રેમ  સંતાયો  વાતોના બજાર 'તાલ  સુધી,

છીછરાં ખાબોચીયાનું મન વિજ'વમ્ળ સુધી,
માંગે વાતોનો ઓળઘોળ પ્રેમ તરફેણ સુધી,

-વિજય_vp
3e3331144d4cdc0589db8fc953a84dba

Vijay

ન ધરામા સમાયેલા સ્વપ્નોમહી તુ
ન સાચા પડેલા વર્ષારુપી વાદળ તુ,
તુ એટલે છાંટણારુપી હૃદયબિંદુ તુ,
તુ એટલે નયન તરફ ઘસતુ પલકાર તુ .
3e3331144d4cdc0589db8fc953a84dba

Vijay

#અધરો_પ્રેમ

#અધરો_પ્રેમ #કવિતા

3e3331144d4cdc0589db8fc953a84dba

Vijay

નાહક નુ જીવવુ પડે તારા વગર,
ન ચાલે જરાય તોય તરસવુ પડે,

ધુમ્ર ગોટાળે ચડી ચાહત તારી,
તોય ઘુંટ ઘુંટ શ્ર્વાસે થી પીવી પડે,

આંખ ના સરોવરે મૂકી છલકતી,
તોય નીર્જળ ગાલે વહેતા મૂકવા પડે,

અધુરપ ની દુર્દશા આ તે કેવી,
નથી પામવુ તને તોય વિરહવુ પડે,

'વિજ' અધુરા શરાબ ની પ્યાલી,
ચાહત ની રમત મા સુરા રહેવુ પડે,!

#વિજ___vp
3e3331144d4cdc0589db8fc953a84dba

Vijay

દલ અડાવી ને વાંચજો  વ્હાલ મારા રે,
અમે ભરીયા શાહી મા તાર વ્હાલ ના રે,

રહી ઉભી કુંદનપુરી ને સેમાડે   રાહ  રે,
આવી  ને ભેટજો શામળીયા શ્યામ  રે,

કપટ ને સાથે સાતે ફેરે નથી બંધાવુ મ્હારે રે,
હુ તો વરી ગઈ દુવારીકાનાથ હરીવર રે,

લખુ હુ કે મ્હારા વિવાહ રચાવશે શિશુપાલ રે,
બાપ ને વીરા હવે રાજી થયા એ કાજ રે,

નથી રે મન એ કાટ ખવાયેલ મન કાજ રે,
મારે મન તો શામળીયા નંદ લાલ કાન રે,

આવો હરીવર બેઠી મંદિરે જોઈ વાટ રે,
ભાગી ને ભેટવુ હવે તો ભવ ભરથાર રે,

સુણી સુણી આવીયા લગ્ન ચૌકે કાન રે,
તાર મળીયા જ્યારે પહોચ્યા દુવારીકા કાન રે,

કરી પ્રયણ કથા રુકમણીએ કાન વ્હાલ રે,
રીઝાણા કાન કીધુ બનુ ભરથાર આ કાજ રે,

કીધુ  કાને કે રથ  હંકારજો   તમે પ્રીયે રે,
જગત ભૂંડુ ગાશે ક્યાક ભાઈ કાજ ભાઈ રે,

છેવટે થયા રુકમણી ના ધામધુમ વિવાહ રે
'વિજ'દુનિયા એ જોયુ આ અવસર ધુમધામ રે,

#વિજુ___vp
3e3331144d4cdc0589db8fc953a84dba

Vijay

ફરી ક્યારે ફરીશ તુ મારા હૃદયમહેલમા,
તુ આવે તો ભીંજાવુ કોરા કોરા શહેરમા ,

શૃંગાર ચડી ગયો ડામાડોળ વાદળે હવે,
મેહુલાએ પણ શણગાર ઘડી ને બેઠા,

પળ પળ ગગનેથી ગુંજ ઉઠે ધુજરાવતો,
કડાકા પડે હૃદય અફાટ તારા અણસાર નો,

એક હેલી પડે જ્યારે તારા નામની અવીરત,
હુ લાગણીઓ ની એલી કરી મૂકીશ ભીંજવી ને,

વિજ ચાતક બની જાય ચોમેર વરસતા મેઘ ની,
મનોબળ ખુંટાઈ રહે લથબથ ધરતી ના ખૂણેખૂણે,
3e3331144d4cdc0589db8fc953a84dba

Vijay

તારા સંજોગ મને રાખે છે આટલો હસતો,
તારા મુખ ત્રિકોણ પર પડેલા આ શેરડા,,
આંખો મા સતત વસતી આ ગુજરતી વાતો,
મને હરેક વાત મા જીવંત રાખે છે,
3e3331144d4cdc0589db8fc953a84dba

Vijay

 ટીપે    ટીપે  છલોછલ  પડે,
ઓલો ટોચે બેઠો વાટ જૂએ,

જો આભ ભીંજવે ચબૂતરો?

છાંટણા ની ઉડે વાછોટ છેક માળે,
જે જોઈ નાના બાલ્ય પલડે,

ટીપે ટીપે છલોછલ પડે, ઓલો ટોચે બેઠો વાટ જૂએ, જો આભ ભીંજવે ચબૂતરો? છાંટણા ની ઉડે વાછોટ છેક માળે, જે જોઈ નાના બાલ્ય પલડે, #વિજુ__vp #12june2019

loader
Home
Explore
Events
Notification
Profile