Nojoto: Largest Storytelling Platform
maangohil8589
  • 9Stories
  • 11Followers
  • 60Love
    72Views

Maan Gohil #અ.દ.ખ

ગઝલ, ગીત તારા સ્મરણના છે મણકા, હું તસબી ના બદલે કલમથી ભજુ છુ! #અ.દ.ખ

  • Popular
  • Latest
  • Video
85ac26f4e14982536a259f1f8aa69eb8

Maan Gohil #અ.દ.ખ

@dipaksinhsolnki"દીપ" #મશાલ #દિપક #ખલાસી #આભાર 🙏🙏🙏

#specialone

@dipaksinhsolnki"દીપ" #મશાલ #દિપક #ખલાસી #આભાર 🙏🙏🙏 #specialone

85ac26f4e14982536a259f1f8aa69eb8

Maan Gohil #અ.દ.ખ

થાય કેવી કોઈને ખોયા પછીની વેદના?
આંખ બોલે કોઇમાં મોહ્યા પછીની વેદના.

સ્વપ્નના ડાઘા પડ્યાં છે અોશિકાની ખોળ પર,
છે પુરાવા, આંખને ધોયા પછીની વેદના.

રંજ અેને કાં નથી? મારા પણું જો હોય તો,
કોણ જાણે આંસુને લોયા પછીની વેદના?

સ્મિત આ નવપલ્લવિત લાગે જ દુનિયાને ભલા,
આપ જો માણો જરા રોયા પછીની વેદના,

આંખમાં ખુંચ્યા કરે તસવીર  જેવું હોય તો,
છે ખલાસી કોઈને જોયા પછીની વેદના!

©મનિષકુમાર ગોહિલ "ખલાસી" #વેદના #ખલાસી #મારીગઝલ 

#zindagikerang

#વેદના #ખલાસી #મારીગઝલ #zindagikerang #શાયરી

85ac26f4e14982536a259f1f8aa69eb8

Maan Gohil #અ.દ.ખ

સ્વપ્ન ફળેને અેમ ફળી છે પીડા અમને,
શાને  વારંવાર  મળી છે પીડા અમને?

નાતો   કોઈ હશે  જૂનો  કે વેરી છે  આ?
હું અવળો છું કે અવળી છે પીડા અમને?

માંડ  કરી મેં    પંપાળીને  સુવડાવીતી,
અાંખે થઈ શમણાં સવળી છે પીડા અમને.

અેમ વિચારી પ્યાલે  નાખી પી જાવાની,
આખે અાખો જેમ ગળી છે પીડા અમને.

રોગ ભળે છે જેમ રગતમાં અેવી રીતે,
આવી આબેહૂબ ભળી છે પીડા અમને.

મોત  "ખલાસી" ત્યારે   કેવું  સુંદર લાગે!
શ્વાસ થયા જ્યાં બંધ ટળી છે પીડા અમને.

©©મનિષકુમાર ગોહિલ "ખલાસી" #Hopeless #પીડા #ગઝલ #ખલાસી

#Hopeless #પીડા #ગઝલ #ખલાસી

85ac26f4e14982536a259f1f8aa69eb8

Maan Gohil #અ.દ.ખ

આ જગત આખું ભલે મગરૂર છે,
અેક જણ ગેબી  નશામાં ચૂર છે!

તું ભલે  નાદાન  સમજે છે મને ,
તું જે સમજે છે  મને  મંજૂર છે.

આમ તો છે પગ તળે મંઝીલ અને,
તોય લાગે કે હજૂ બહું  દૂર છે!

અેક, બે, ત્રણ, ચાર બોલો કેટલા?
હું  ગણાવું  આંકડા  ભરપૂર છે.

આંખને  સંયમ નડે છલકે  નહી,
 આંસુ નહિ પણ લાગણીના પૂર છે.

આજ માથે હાથ મા અે ફેરવ્યો,
અેટલે  મારા વદન  પર  નૂર છે!

આજ દરિયા તું જરા સંભાળજે'
આ  ખલાસી સાવ ગાંડો તૂર છે!

©ખલાસી #ખલાસી #ગઝલ #ગેબી_નશો #ગાંડોતૂ્રછે

#lost

#ખલાસી #ગઝલ #ગેબી_નશો #ગાંડોતૂ્રછે #lost #કવિતા

85ac26f4e14982536a259f1f8aa69eb8

Maan Gohil #અ.દ.ખ

સૂનુ પડ્યું છે ફળિયું,
            આવી કોઇ જગાવો!
રુમઝૂમતી ઝાંઝરીનો,
           રવ કોઈ લઇને આવો.
                 સૂનુ પડ્યું..........

જે પાંચીકા હતા અે,
            પથ્થર થઈ પડ્યા છે;
નાજુકડી  અે હથેળીનો,
               સ્પર્શ પાછો લાવો!
           સૂનુ પડ્યું છે ફળિયું...

પગલા ભુંસાઈ ગ્યા છે,
         યાદી હજી છે અકબંધ,
નાનકડા અે ચરણની,
              પગલી ફરી પડાવો.
         સૂનુ પડ્યું છે ફળિયું.....

કંઈક  કહેવાને  આવ્યો,
          ઝાડે  બાંધેલ હિંચકો
  ઝૂલતુ  નથી કોઈ પણ,
           કોને તમે ઝુલાવો?            
    સૂનૂ પડ્યું છે ફળિયું.........

પંડ્યે ચડી જ્યાં પીઠી,
        ત્યાં પારકી અે થઈ ગઈ.
  કાળજુ કાઢી લઈ ગ્યો,
               કેસરીયાળો સાફો.
      સૂનુ પડ્યું છે ફળિયું.......

શીલા મૂકી હ્રદયપર ,
            બસ અેટલું કહ્યું'તુ;
સુખેથી દિકરી બા,
          તમે સાસરે સિધાવો.

સૂનુ પડ્યું છે ફળિયું, આવી કોઈ જગાવો;
રુમઝૂમતી ઝાંઝરીનો રવ કોઇ લઈને આવો.

✍️માન ગોહિલ "ખલાસી" વડોદરા #ફળિયું #કવિતા #અ_દ_ખ 

#Art

#ફળિયું #કવિતા #અ_દ_ખ Art

85ac26f4e14982536a259f1f8aa69eb8

Maan Gohil #અ.દ.ખ

ના ચીસ સાંભળી, ના *ચિત્કાર* સાંભળ્યો તે,
ઊંડાણથી કરેલો પોકાર સાંભળ્યો તે?

કણસ્યા કરી મદદની આશાકિરણ સહારે,
જો શાંત થઈ પડ્યું શબ ઉંહકાર સાંભળ્યો તે?

આઘાત પર તું ના દે આઘાત  દિલને આવા,
 ધરતી ઉપર થતો હાહાકાર સાંભળ્યો તે?

 બ્હેરાશથી પીડાતા લોકો જરાક જાગો,
  આ સ્વાર્થના સગાનો ધિક્કાર સાંભળ્યો તે?

મુદ્દા બનાવવામાં થોડી શરમ તો રાખો,
ઉપકારની ઉપર છે  અપકાર સાંભળ્યો તે?

ભાળ્યો નથી છતાંયે છે હાજરી હમેંશા,
રણકે અવાજમા જે અહંકાર સાંભળ્યો તે?

અપરાધ,વાસનાનો ભોરીંગ લે છે ભરડો,
નાથ્યે જ થાય છુટકો હુંકાર સાંભળ્યો તે?

ફુંકે છે વાંસળી તો તું ચક્ર પણ ચલાવે,
આ સાદ દર્દનો છે ચિક્કાર સાંભળ્યો તે?

અદનો છું હું "ખલાસી" પણ સામનો કરીશું,
અન્યાય ની વિરુદ્ધ પડકાર સાંભળ્યો તે!
•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•°•
©માન ગોહિલ "ખલાસી"
(વડોદરા) #ગઝલ #ચિત્કાર #વેદના 

#Stoprape

#ગઝલ #ચિત્કાર #વેદના #Stoprape #કવિતા

85ac26f4e14982536a259f1f8aa69eb8

Maan Gohil #અ.દ.ખ

♨️ગઝલ ક્રાંતિ♨️
🦜 Day - 28
છંદવિધાન-લગા લગાગાગા, લગા લગાગાગા
🎈 માત્રા - 26
ગરીબની તમને ફિકર નથી થાતી?
પ્રભુ ના સર્જનની કદર નથી થાતી!

વસે છે હૈયામાં,તું બ્હાર ખોળે છે,
તને કાં ઈશ્વરની ,ખબર નથી થાતી?

મિલનને  તરસું હું, હ્રદય છે આ વિહ્વળ,
પરમ સમીપે છે ,સબર નથી થાતી!

સમજમાં ના આવ્યુ,ભલા થયું છે શુ?
કશી અસર માનવ, ઉપર નથી થાતી!

પ્રમાણ માંગે છે! જગત અજબ છે આ,
દલીલ પણ દાવા, વગર નથી થાતી.

ભરી સભાછે પણ, તે મૌન કાં ધાર્યુ?
કહું શું ઈચ્છા કંઈ ,પ્રખર નથી થાતી!

અમૂલ્ય છે જીવન તમેય જાણો છો,
મરણ પહેલા તો, કબર નથી થાતી.

મશાલ બાળી છે, હ્રદય ને પણ બાળ્યું,
 કાં રોશની તારે, નગર નથી થાતી?

ઘણી મેં પાળી છે હ્રદયમાં ઈચ્છાઅો,
અમર છે આશા પણ,અમર નથી થાતી,

લખી વ્યથાઅો મેં કલમ ધરી હાથે,
બધી કથાઓ કંઈ,અજર નથી થાતી!

હું પણ "ખલાસી" છું સફર માં મજધારે,
 જીગર  વગર કો'પણ સફર નથી થાતી!
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
✍️ માન ગોહિલ "ખલાસી"
(વડોદરા) #અ_દ_ખ #ગઝલ #ખબર_નથી_થાતી #ગઝલ_ક્રાંતિ

#અ_દ_ખ #ગઝલ #ખબર_નથી_થાતી #ગઝલ_ક્રાંતિ #શાયરી

85ac26f4e14982536a259f1f8aa69eb8

Maan Gohil #અ.દ.ખ

#leave_that #spiritual_thaught #અ_દ_ખ #maan_gohil

#krishna_flute
85ac26f4e14982536a259f1f8aa69eb8

Maan Gohil #અ.દ.ખ

કાળજ સોંસરવી ગઈ ઉતરી કડવી વેણ કટારી

મલમ મળે નહિ મનખા જગમાં કાઢો વેણ વિચારી
#Maan_gohil(અ.દ.ખ) #કડવુ_વેણ #મલમ #અ_દ_ખ 
#my_own_thought #phylosophycal

#alonesoul

#કડવુ_વેણ #મલમ #અ_દ_ખ #My_own_thought #phylosophycal #alonesoul #કવિતા #Maan_gohil


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile