Nojoto: Largest Storytelling Platform
heenabazala8936
  • 7Stories
  • 2Followers
  • 37Love
    0Views
  • Popular
  • Latest
  • Video
bdfd3b52581bab9dffc9f73c124332a6

Heenaba Zala

અતૃપ્ત કિનારો


દરિયાનું એ નિર્દોષ પાણી જ્યારે
કિનારો સ્પર્શે છે, ત્યારે ખરેખર
મન તૃપ્ત થાય છે, જાણે વરસો જૂનો
વિરહ ભાંગે છે.
કિનારાની અતૃપ્ત રેતી જાણે 
પાણી ના એક સ્પર્શની રાહ માં
સુકાતી હોય તેવું લાગે છે. 
પાણીના વમણોથી ઘેરાવા તે 
રેતી જાણે જુગ જુગ થી
રાહ જોઈ રહી હોય તેવું લાગે છે.
પાણીનો સ્પર્શ કરતા જ રેતી જાણે
તેના પ્રેમ માં ભીંજાય હરખાઈ ઉઠે છે.
તેના આલિંગનમાં ઘેલી બને છે.
અને ક્ષણભંગુર સાથ આપી
પાછું ફરતું પાણી જાણે નિર્દોષ મજાક
કરી કિનારા ની છેડતી કરી રહ્યું 
હોય તેવું ભાશે છે!
અને કિનારો ફરી પાણી પાછું
ફર્યાની રાહ માં અતૃપ્ત બને છે!

- હિનાબા ઝાલા #દીવાનો

#દીવાનો #કવિતા

bdfd3b52581bab9dffc9f73c124332a6

Heenaba Zala

જે વ્યક્તિ ક્યારેય તમારા શબ્દો નથી 
સમજી શક્યા,
તેની પાસે ક્યારેય આશા નહિ રાખતા કે,
 તે તમારી 
પરિસ્થિતિ ને પણ સમજશે.



- હીનાબા ઝાલા #સમજણ

#સમજણ

bdfd3b52581bab9dffc9f73c124332a6

Heenaba Zala

નાની હતી હું જ્યારે


નાની હતી હું જ્યારે
ઘર ઘર રમતી હું ત્યારે

સાડી પહેરી મમ્મીની ફરતી હું બારે
કહેતી હું બધાને લગ્ન કરવા મારે
સાત સખીઓ ના સથવારે
મારી નાનપણની યાદે

નાની હતી હું જ્યારે
ઘર ઘર રમતી હું ત્યારે

નાના નાના વાસણ લઈ હું
રસોઈ બનાવતી ત્યારે
કપમાં ભરી પાણી,
ચા છે લ્યો, કહેતી હું પપ્પાને

નાની હતી હું જ્યારે
ઘર ઘર રમતી હું ત્યારે

ઢીંગલી મારી એવી સજાવતી
નામ મજાનું એનું રાખતી
ચાલો જઈએ બાબા
ખોટું ખોટું હું માલકાવતી

નાની હતી હું જ્યારે
ઘર ઘર રમતી હું ત્યારે

_______

- હીનાબા ઝાલા #નાનપણ

#નાનપણ

bdfd3b52581bab9dffc9f73c124332a6

Heenaba Zala

કેટલાય દિવસથી શાંત પડેલા
મારા મનને તમારી યાદે જગાડ્યું,
સુખડું લઈ ને આવ્યું મારું મન,
મોજીલું થયું ત્યારે દિલડું અમારું
હવાની લહેરખી એ આવી સોડમ તમારી
અંતરમાં અજવાસ થયો,
ખૂણે ખૂણે વર્તાઈ મહેક તમારી,
નિરવ નિશાએ, કંઇક
પંખીના કલરવે સુર પૂરી,
મહેફિલ પણ જમાવી શમણે એવી
મલકાયું મારું મન નયને
નજરે પડ્યું જ્યારે મુખડું તમારું,
પગને ગતિ આપી લીધો સહારો પવનનો,
દોડ મૂકી જ્યારે શમણે જાગી,
સમક્ષ નિહાળ્યા તમને...
દિલથી દિલ લગાવી ચાંપી હું તમને,
દુનિયા ભૂલી, ભૂલી દીવાનગી તમારી
કુંપણે કુંપણે પ્રેમ ફૂટ્યો
શમણાં નો સથવારો જ્યારે
ઉંબરે આવીને ઊભો...
હરખાતા હૈયે નયન જુકાવી
કર્યું સ્વાગત તમારું,
બે ડગલાં પાછા જઈને 
ફરર ફુદેરી ફરી એવી
ફરર ફૂદેરી ફરી એવી...

______

_ હીનાબા ઝાલા #શમનેસાથપિયુનો

#શમનેસાથપિયુનો #કવિતા

bdfd3b52581bab9dffc9f73c124332a6

Heenaba Zala

ક્યારેય કોઈ પણ વ્યક્તિને
તમારા પર એટલી એ હાવી ન થવા દયો કે
તેની આદત તમારા પતનનું કારણ બને...
______








- હીનાબા ઝાલા #લાગણી

#લાગણી

bdfd3b52581bab9dffc9f73c124332a6

Heenaba Zala

તારી આંખોમાં આંખ પરોવીને
હૃદયને સ્પર્શવાનો એ પહેલો અહેસાસ
મને તારી બનવા મજબુર કરે છે...






- હીનાબા ઝાલા #અહેસાસ

#અહેસાસ #શાયરી

bdfd3b52581bab9dffc9f73c124332a6

Heenaba Zala

याद किए तुझे ज़माना बीत गया,
देखा था जब मेरी नजरों तुम्हे पहेली बार
आज वो ठिकाना लापता हो गया,
ओझल हुआ जैसे तू मेरी नजरो से
अब तुम्हे पाने का रिवाज़ ओर पुराना हो गया।



- હીનાબા ઝાલા #याद


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile