Nojoto: Largest Storytelling Platform
chintanpatel5489
  • 9Stories
  • 48Followers
  • 90Love
    18Views

Chintan Patel

Musafir

infinitelaboratory.com

  • Popular
  • Latest
  • Video
e5db85dda4c2985dee1f011310a14941

Chintan Patel

પહેલું બટન  

આમ તો કાહેવઉં  એક  નાનકડું  બટન  ,
પણ  ઇજ્જત , લજ્જા ને  
સાચવું, હું ઢાંકીને બદન

નમ્બર માં બીજા કરતા પહેલું છુ.
કદાચ  એટલે  જ તો  આટલું  વેઠું છું,
ફેટ પકડે  કોઈ વગર વાંકે  ,
ને  તૂટી  પડું છું , દર  મહોલ્લા  ના  નાકે, 
  
કોઈ માટે status સિમ્બોલ છું  ,   
તો વડી ટાકવાનું  રહી ગયેલું  કોઈ ગરીબ ના ખિસ્સા માં  ક્યારનું યે બંધ છું, 
કોઈ બંધ રાખે  તો લોકો સાદો સારો માણસ સમજે  છે    
ખુલ્લું રાખી ને કેટલાક પોતાની જાતને દાદો માણસ સમજે છે ,  


કોઈ સોના નું બનાવીને  અમીરી નો વહેમ કરે છે,  
ને  કોઈ " show "  માં અધકચરું વાખેલું  ખૂલું,
તો માલફંક્શન કહીને , એ જ અમીરો વ્યંગ કરે છે, 

નિશાળે જતા એ બાળક  ની ઉતાવળ નો હજી પણ ખ્યાલ છે, 
તેમ છતાય ઝડપથી
કોઈક મા એ ટાંક્યું હતું એ જમાના માં, મને હજુય યાદ છે.  

મને ટાંકવા માટે સોય દોરા ની સાથે  લાગણી અને સમય પણ જોઈએ
પણ હવે તો લોકો ના જીવન માં તેજ રફતાર છે

આજ કાલ ના આ મેગનેટીક, પ્રેસ બટનિયા ના કોઈ કમાલ છે,
આતો  સમય નથી હવે કોઈ ને પોતાની જાત  માટે  ,
એજ વાત નું એક મોટું દ્રષ્ટાંત છે.


હુ એક જુનું બટન. 


written by 
Chinatn patel (  વંટોળીઓ ) પહેલુ બટન

પહેલુ બટન #કવિતા

e5db85dda4c2985dee1f011310a14941

Chintan Patel

મારો એક જૂનો ભાઈબંધ આજેય મારી સાથે છે,
આવ્યા-ગયા કેટલાય ઘણા બધા જણા,
બધાએ હાથ મિલાવ્યા, ને પછી છે પડ્યા છૂટા વિખૂટા,
કોઈ હાથથી હૈયા સુધી હજુય પહોંચ્યા નથી
અને પેલો હજુએ ચડીને બેઠો મારા માથે છે,
મારો એક જૂનો ભાઈબંધ આજેય મારી સાથે છે. #dost #friend #ભાઇબંધ #મિત્ર

#dost #Friend #ભાઇબંધ #મિત્ર

e5db85dda4c2985dee1f011310a14941

Chintan Patel

 #gujarati
#nojotosangam
e5db85dda4c2985dee1f011310a14941

Chintan Patel

 #nojoto
e5db85dda4c2985dee1f011310a14941

Chintan Patel

 #Gujaratipoem #gujaratishayari #nojotosangam
e5db85dda4c2985dee1f011310a14941

Chintan Patel

#OpenPoetry એ વૃક્ષ રહ્યું ઉભુ જીવનભર,
નમ્યુ નહીં, જુક્યું નહીં,રહ્યું અડીખમ
દિવસે સૌનો છાયો બની જતું,
 અને રાત્રે બનતું , પશુ પક્ષીનુ શયનખંડ
એ વૃક્ષ રહ્યું ઉભુ જીવનભર
નમ્યુ નહીં, જુક્યું નહીં,રહ્યું અડીખમ

ફૂલો ફળો આપ્યા કરતુ,
પક્ષીઓના કલરવ સાથે 
ડાળીઓ ફેલાવ્યા કરતું,
સિમેન્ટ કોંક્રિટની આ બેરંગ દુનિયામાં
ભરતુ વિવિધ રંગ
એ વૃક્ષ રહ્યું ઉભુ જીવનભર
નમ્યુ નહીં, જુક્યું નહીં,રહ્યું અડીખમ


તમે ન પાણી આપ્યુ, 
ના કર્યુ એનુ કોઈ જતન
ઉલટાનુ,  લીધિ કૂહાળી, ને કાપ્યુ
હવે નમ્યુ, ને પડ્યુ, કડડડભમ, 
 જે રહ્યું ઉભુ જીવનભર 
ને જે હતુ અડીખમ

લીલુ સળગાવ્યુ,
જરા શરમ કરો, 
એ હતુ હજી સજીવન
સળઞયુ નહી,
ચોધાર ધૂવાડે  રડતુ રહ્યુ
જે હતુ અડીખમ
ને જે હતુ અડીખમ

સમય વીત્યો અને  એ વૃક્ષ
 નિર્જીવ થયુ , કઠણ લાકડું થયુ
ફરી સળગાવ્યું અને સળગી ગયુ
બની ને રાખ પણ તેણે પૂર્યા જખમ
તે હતુ ઉભુ જીવનભર ,
તે હતુ અડીખમ એક વૃક્ષ 

#nojotosangam

એક વૃક્ષ #nojotosangam #OpenPoetry

e5db85dda4c2985dee1f011310a14941

Chintan Patel

#OpenPoetry લીધિ ડાયરી ને લખ્યુ દોસ્તી, 
તો કલમ પણ શ્યાહી ને યાદ કરીને ચાલી, 

કાનમાં આવીને મને કહ્યું કલમે,
જરા સાચવીને વાપરજે એને,
એ છે તો હું છું 
એ નથી તો હું ખાલી ખાલી

લીધિ ડાયરી ને લખ્યુ દોસ્તી, 
તો કલમ પણ શ્યાહી ને યાદ કરીને ચાલી #nojotosangam
e5db85dda4c2985dee1f011310a14941

Chintan Patel

ચાંદો સુરજ ઝઘડ્યા જ્યારે

#nojotosangam

ચાંદો સુરજ ઝઘડ્યા જ્યારે #nojotosangam #poem #nojotovideo

e5db85dda4c2985dee1f011310a14941

Chintan Patel

#nojotosangam #nojotosangam


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile