Nojoto: Largest Storytelling Platform
vasimgaha8123
  • 7Stories
  • 6Followers
  • 31Love
    0Views

Vasim Gaha

  • Popular
  • Latest
  • Repost
  • Video
fe05abe5197fde2453cef018d2cab5a1

Vasim Gaha

ફરિયાદો એની સામે હવે 
વારા ઘડીએ ન લાવીએ,
સ્વાદ બધા બેમિસાલ છે
 થોડા પોતે પણ ચાખીએ.

©Vasim Gaha #WelcomLife
fe05abe5197fde2453cef018d2cab5a1

Vasim Gaha

Impossible   કાયમનું   કયાં   છે  આ,
 ચહેરા પર સ્મિત પણ લાવીએ,
ડૂબવાની    વાત   છોડી  
હવે નાવને કિનારે તારીએ.

©Vasim Gaha #positive  #posibility
fe05abe5197fde2453cef018d2cab5a1

Vasim Gaha

એની જેમ  નહિ, જેમ
 જાતને  ફાવે  એમ  રહીએ,
ઘડીક ભર માટે રહેવું તો 
શુંકામ જાજુ વિચારીએ.

©Vasim Gaha #Life_experience  #Life 
#friends
fe05abe5197fde2453cef018d2cab5a1

Vasim Gaha

સવાર તો સૌની હોય  
આમાં ભાગલાં ન પાડીએ,
જીવનની હર એક વેળા
 ચાલને મોજથી માણીએ.

©Vasim Gaha #frindship 

#happymoment
fe05abe5197fde2453cef018d2cab5a1

Vasim Gaha

શ્વાસોની  રમત  છે  આ, 
આમાં વધુ કશુ ન જાણીએ,
ચાલ્યા કરે એ જયાં સુધી
જાતને  જીવંત  માનીએ.

©Vasim Gaha #Life_fact 

#BlownWish
fe05abe5197fde2453cef018d2cab5a1

Vasim Gaha

સફર એ મજાની...

મોજ મસ્તી ને  ભેળી છે આ  મિત્રોની ટોળી,
માણી નથી જે જ્યારેય એની કરવી છે ચોરી.

પેલી  દરિયાની  વેળ જેમ  કરે  છે  દોડમદોડી,
લાગે છે એને પણ ભીંજવવી  છે સૌની જોળી.

ખુલતી એ વાતોની પોટલી કાં હજુ છે નાની નાની,
સૌની કંઇક અલગ ખીચડી ચૂલે ચડી છાની માની.

પોતાનાથી પર રહી ભરી સૌએ મસ્તીની પિચકારી,
શરમ વરમને મેડીએ મૂકી જામી  મહેફિલ મજાની.

ખૂટતું બધું જ પૂરી ગઈ પેલા વડલાની એ વડવાઇ,
સફર ફરી એક મજાની, સૌના દિલોમાં સચવાણી.

~ ગાહા વસીમ આઇ.

©Vasim Gaha #seaside
#સફર 
#પ્રવાસ 
#મહફિલ_મજાની

#seaside #સફર #પ્રવાસ #મહફિલ_મજાની #કવિતા

fe05abe5197fde2453cef018d2cab5a1

Vasim Gaha

તું કમાલ કરી દે...

એવું  કશુંક  તું  કમાલ  કરી  દે,
આ ધરા પર, દૂર બવાલ કરી દે.

જીવન પ્રત્યેકનું તું પાવન કરી  દે,
માણસમાં ફરી માણસાઈ ભરી દે.

વેરે ઝેરને કાઢી, સૌમાં પ્રેમ પૂરી દે,
નડે નૈ કોઈ - કોઈને તું એમ કરી દે.

ચેહરા પરથી કાલનો ડર દૂર કરી દે,
વિચારોની આ નગરીમાં નુર કરી દે.

ભાગ દોડની જિંદગીને મંદ કરી  દે, 
એક થઈ રહે સૌ કંઇક એવું કરી દે.

~ ગાહા વસીમ આઇ.

©Vasim Gaha #EveningBlush 
#ઈશ્વર  #તું_કમાલ_કરી_દે #માણસાઈ #એકતા #પ્રેમ

#EveningBlush #ઈશ્વર #તું_કમાલ_કરી_દે #માણસાઈ #એકતા #પ્રેમ #કવિતા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile