Nojoto: Largest Storytelling Platform

Best પ્રસ્તાવ Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રસ્તાવ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પ્રસ્તાવના meaning in english, પ્રસ્તાવના means, પ્રસ્તાવના એટલે શું, પ્રસ્તાવ મૂક્યો, પ્રસ્તાવ મૂકુ,

  • 3 Followers
  • 4 Stories
    PopularLatestVideo

Chavda Ajit

#સાચા_પ્રેમ_પર_શાયરી #પ્રસ્તાવ #ઇજહાર

read more
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞
મે પ્રેમની શરૂઆત જ તમારા સ્મિતથી કરી છે,
તો હવે તમારી પાસે #ઇજહાર કરીને હું શું કરું..?
ઈશ્વર પાસે બીજો ક્યો #પ્રસ્તાવ રજૂ કરું,
તમારું સ્મિત સદા બરકરાર રહે એવી અરજ કરું..!! #સાચા_પ્રેમ_પર_શાયરી

Chavda Ajit

#સાચા_પ્રેમ_પર_શાયરી #પ્રસ્તાવ

read more
💞 #સાચા_પ્રેમ_પર_શાયરી 💞 
ઈચ્છા બસ એટલી છે એમનો પ્રેમ મળે,
#પ્રસ્તાવ મુકીશ 'ને એમનો સ્વીકાર મળે..!
એકવાર એવું કહી દે વિચારીને કહીશ,
પછી ભલેને સાત જન્મોનો ઈન્તજાર મળે...!! #સાચા_પ્રેમ_પર_શાયરી

Damyanti Ashani✍️

#proposeday#પ્રસ્તાવ #દરખાસ્ત #propose_day #વિચાર

read more
પ્રસ્તાવ...#Propose_Day
આંખોમાં જોઈને આંખોમાં ડૂબતો હસતો હસતો પ્રસ્તાવ...
તો ક્યાંક આંખો ઝૂકાવીને પ્રસ્તાવિત થતો મૂક પ્રસ્તાવ...
એ મૂક પ્રસ્તાવમાં મૌન સ્વીકૃતિ ભળે ને નજરુંની વાતું થતી હોય ખામોશ!!
ખાસ તો આ જમાનામાં મેદાન મારે છે એવો બોલકો પ્રસ્તાવ...
એ બોલકા પ્રસ્તાવમાં વળી એકેએક અક્ષરને મઠારી મઠારીને અક્ષરશઃ શાબ્દિક વાતોડિયો ઘાટ ઘડાય!
એમાંય જો ઉતાવળે ઘાટઘૂટ વગરનો અધૂરો ઘડેલો અક્ષર જીભે ગોઠવાઈ જાય! તો દરખાસ્ત નામંજૂર થવાની શક્યતા ય વધી જાય.
બીજું તો ઠીક, પણ નામંજૂર થયેલ દરખાસ્તને પોતાનાં મન પર જો હાવી થવા દીધી તો પોતાની જિંદગી નો  ઘાટ બગડે તો બગડે સાથે ઘડામણે ય માથે પડે! 
દરખાસ્ત છે ભૈ! આપણું ધાર્યું થાય પણ ને ન પણ થાય.
જો ધાર્યું થાય તો હૈયાંમાં હેતથી હરખાઈ લેવાનું અને જો ધાર્યું ન થાય તો સમય બળવાન છે, એવું મનોમન બોલતાં બોલતાં દેખ્યું-અણદેખ્યું કરીને નવી વૈચારિક કેડી કંડારતાં કંડારતાં આગળ વધી જવું.
સાચું Propose તો પોતાની જાત સાથે જ કરાય.ધાર્યું પરિણામ આવે કે ન આવે,પણ આત્મવિશ્વાસ જરૂર વધે.એ વધતો આત્મવિશ્વાસ જ દ્રઢપણે વિશ્વાસુ દિશા નિર્દેશ કરતો હોય, એવો અનુભવ ડગલેને પગલે થતો હોય છે.
~Damyanti Ashani #Proposeday#પ્રસ્તાવ #દરખાસ્ત

.

#પ્રસ્તાવ #વિચાર

read more
હવે મારી જિંદગીમાં;
એવી કોઈ યાદ નથી કે 
જેમાં તું ના હોય...
-Mr.Kun'n #પ્રસ્તાવ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile