Nojoto: Largest Storytelling Platform

Best દિશા Shayari, Status, Quotes, Stories

Find the Best દિશા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દિશાઓ translate in english, દિશા ના નામ, દિશાએ મા દશામા, દિશા વાકાણી mayur vakani, દિશા વાકાણી mayur padia,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Darsh

#દિશા #ગુજરાતી #મોટાભાઈ #yqmotabhai #microtale #yqgujarati #gujarati #story

read more
દિશા
"થેંક્યુ મમ્મી" દિશા એ ફોન પર જવાબ આપ્યો, વાત કરતી વખતે એની નજર સતત ઘડીયાળ પર હતી. "ના માં, આજે તો નહીં આવી શકાય 3 તો વાગ્યા અને તને તો ખબર છે ને સાંજે તો એવોર્ડ-ફંક્શન છે,અને તારા જમાઇ ઉદૃગમ કેટલા ઉત્સાહમાં છે આજનાં આ ફંક્શન માટે...હું એકાદ-બે દીવસમાં આવીશ તારી પાસે." ઝડપથી ફોન પર વાત આટોપી દીશા તૈયાર થવાનું શરૂ કરી દે છે. ઉદૃગમ આવે એ પહેલા એને તૈયાર થઈ જવાનું હતુ. ઉદૃગમ રૂમમાં આવે છે અને એક મિનીટ તો જોતો જ રહી જાય છે એ દિશાને. એ દિશા તરફ આગળ વધી એને બાવડેથી જકડીને એકદમ નજીક થી જુએ છે, એના ચહેરા પર સ્મિત આવે છે. એ દિશાને છોડે છે ત્યારે દિશાના બાવડા પર ચાંભુ હતુ. બંને જણા ફંકશનમાં સમયસર પહોંચે છે, બધાનાં દિશાનાં સૌંદર્ય અને તૈયાર થવાની કુનેહ માટેનાં અભિવાદન ઝીલતાં આગળની હરોળમાં ગોઠવાય છે. આખરે એ સમય આવે છે જેના માટે ઊદૃગમ આતુર હતો. મંચ પર થી જાહેરાત થાય છે  "બેસ્ટ મેક-અપ આર્ટિસ્ટ ઓફ ધ ઈયર ઇઝ દિશા ઉદૃગમ પાઠક", દિશા હસતા ચહેરે મંચ પર એવોર્ડ લેવા પહોંચે છે ત્યારે દિશાનાં બાવડા પરનું ચાંભુ અને સવારે જ હોઠ પર પડેલો ચીરો ગાયબ હતા આંખ નીચે બે દિવસ પહેલાં પડેલા ચાંભાની જેમ અને ઉદૃગમનાં ચહેરા પર હાજર હતું એ સ્મિત જે રૂમમાં દિશાને જોઇને એનાં ચહેરા પર આવેલું એ કુટિલ સ્મિત. #દિશા #ગુજરાતી #મોટાભાઈ #yqmotabhai #microtale #yqgujarati #gujarati #story


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile