Nojoto: Largest Storytelling Platform

Best પ્રતિક્ષા Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રતિક્ષા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પ્રતિક્ષા કરી, પ્રતિક્ષા કરે, પ્રતિક્ષા કરતાં, પ્રતિક્ષા કરતી, પ્રતિક્ષા,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

hirpara amit

#પ્રતિક્ષા #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #gujaratiquotes love life

read more
શહેરના ચોકની એ ઝાકમઝોળ ને મૂકી કિનારે,
ગામડાના ચોરાની એ મીઠી સાંજની પ્રતિક્ષા કરું. 

રિવર ફ્રન્ટની ઝગમગાટ રોશની ને મૂકી કિનારે,
ગામડાના પાદરે એ ઢોરના રણકારની પ્રતિક્ષા કરું.

સિગ્નલ પરના વાહનનો ઘોંઘાટ ને મૂકી કિનારે, 
ગામડાના પક્ષીઓના એ મીઠા સંગીતની પ્રતિક્ષા કરું. 

શહેરોની ફાયદા વહેંચતી મીટિંગો ને મૂકી કિનારે, 
ગામડાના વડીલોની એ સમજણ સભાની પ્રતિક્ષા કરું. 

શહેરોની નકામી લાલસાભરી સંસ્કૃતિની ઉપેક્ષા કરી, 
ગામડાના એ જીવતરની જ સાચા અર્થમાં પ્રતિક્ષા કરું. 


 #પ્રતિક્ષા #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #gujaratiquotes #love #life

Nitesh Prajapati

સુપ્રભાત 🥰 આજે #પ્રતિક્ષા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine #yourquotebaba

read more
લખી લખીને શબ્દો પણ પૂરા થયા, શાહી પણ સુકાઈ,
છતાં પણ તારી પ્રતીક્ષામાં મૌન બેઠો છે આ લેખક.

સઘળી આશાઓ મરતી જાય છે, દિલની આશ ખૂટતી જાય છે,
છતાં પણ તારી પ્રતીક્ષામાં દિલને સમજાવીને બેઠો છે આ લેખક.

મને ખબર છે કે હવે મારી પાનખરમાં ક્યારેય વસંત નથી આવવાની,
છતાં પણ હરેક મોસમમાં તારા સપના સજાવીને બેઠો છે આ લેખક.

સમયની અવિરત પળો સાથે ઉંમર પણ વધવા લાગી છે,
છત્તાં પણ એક મુલાકાત માટે ખુદને મનાવીને બેઠો છે આ લેખક.

મને ખબર છે કે મારા લાગણી ભર્યા શબ્દો કોઈ વાંચનાર નથી,
છતાં પણ તારા માટે એક નવી કલમ લઈને બેઠો છે આ લેખક.

-Nitesh Prajapati (Niharsh)  સુપ્રભાત 🥰

આજે #પ્રતિક્ષા  શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile