Find the Best Mood_lines Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutin the mood for love quotes, happy mood images with quotes, bad mood quotes about love, mood love quotes, love mood quotes,
Dh...
દેખા દેખી ની હરણફાળ માં રુંધાયો છે વાસ્તવિકતા નો ભાવ, રાખ તારા શમણાંઓ માં ધિગતો જોમ બાકી છે હજુ પણ ઘણો અલગાવ, દિશા શૂન્ય છે રસ્તાઓ ની હારમાળા, રાખ બાહોશતા ને વિશ્વાસ તું જાત પર ક્ષમતાથી પાર મળશે નક્કી, તોફાન છે આ શમણાંઓ નું વગર સાહસે ના પાર થશે નક્કી છે, કિંમત જે થાય એની ચૂકવવા પડશે બાર ના લાખ છતાંયે આવકારીશ, વિના ઓછપે રહીશ અડગ ના હશે બાહોશતાની કચાશ, રહેશે અડગતા પ્રયત્નો માં મળશે સફળતા વાસ્તવિકતા ના જોરે.. વાસ્તવિકતા ના જોરે.. ©Dh... #Mood_lines
Dh...
દરેક વખતે ખાલી લાગણીઓ વ્યક્ત કરવા માટેજ વાત કરવી હોય એવું નથી હોતું ઘણી વાર બસ આમ અમસ્તું જ અને અનાયાસે આવી ગયેલ કોઈના મેસેજ નું નોટિફિકેશન પણ હાશકારો આપી જતો હોય છે, રોજિંદા વ્યસ્તતા ભર્યા દિવસ ના કામો માંથી કંટાળી ને જ્યારે ચા ની ચૂસકી ની સાથે જે તાજગી અનુભવાતી હોય છે બસ એજ એહસાસ હોય છે કોઈક ના ફક્ત Hi -Hello નો, ટાઇમ પાસ કરવા માટે આમ તો સોશીયલ મિડીયા પર Reels ને સ્ક્રોલ કરવામાં અમસ્તોજ સમય નીકળી જતો હોય છે પણ ઉત્સુકતા તો ત્યારની હોય છે કે જ્યારે મેસેજ માં હું કોઈના સવાલ નો જવાબ હોય. Dh... ©Dh... #Mood_lines
Dh...
एक दिन इजाजत मिली सबको अपना प्रिय चुनने की सूरज ने रौशनी ली,चाँद तारों के साथ हो लिया, नदियाँ, सागर से जा मिलीं,हवा खुशबू के पीछे भाग गयी बरखा ने बादल को गले लगाया और प्रेम..... प्रेम ने थाम ली प्रतीक्षा की कलाई! ©Dh... #Mood_lines
Dh...
રોજ કરતા કઈ અલગ રીતે જીવી લેવા ની દિવસ એટલે રવિવાર! રોજિંદા કામકાજ ની જહેમત ભરી ભાગદોડ ને અલ્પવિરામ આપવો એટલે રવિવાર! કોઈ જગ્યાએ સમયસર પહોંચવાની ચિંતા વગર સવારે જાગીને હાશકારો લેવો એટલે રવિવાર! એક નહિ પણ બંને ટાઇમ પરિવાર સાથે બેસીને જમવાની મજા એટલે રવિવાર! અને આ બધી સુખદ પળો ની વચ્ચે આવતીકાલે ફરી બ્રેફાસ્ટ પહેલા લંચ લઈ ને ઓફિસે જવાનું છે તેવા કંટાળાજનક વિચારો કરાવતો દિવસ એટલે રવિવાર!!! ©Dh... #Mood_lines
Dh...
રવિવાર પણ સાલો ગજબ છે અખો દિવસ કસુ સુજતું તો નથી પણ, સુખદ અનુભવ જેવું લાગ્યા કરે છે, આમ સવારે સફાળા જાગતા ની સાથે ફોન હાથમાં લેતા જ વિચારો ચાલુ થઈ જાય આજે તો આ ભાઈબંધ ને ફોન કરી ને મળવું છે ફરવા જવું છે મસ્ત મજા ની સાથે ચા ની ચૂસકી મારવી છે, પણ "As usual" આ માંકડું મન એનું ડહાપણ કરતા બોલશે જ છોડ ને યાર આજે તો રવિવાર છે આરામ કરને, બસ આમજ સાલો થપ્પો કરી ને જતો રહેશે અને ફરી અડધા અઠવાડિયે એજ માંકડું મન પાછું રવિવાર ના પ્લાનિંગ કરશે. ©Dh... #Mood_lines
Dh...
कभी चाय पीने के बहाने ही चले आइए, हमने चीनी के डिब्बे में छिपा रखी है आपके हिस्सेकी इलायची।।। ।। अनजान ।। ©Dh... #Mood_lines
Dh...
દિવસ દરમિયાન ના રોજિંદા જીવનમાં આમતો ઘણી વ્યસ્તતા અનુભવાતી હોય છે પણ અનાયાસે આવી જતી તારી ધૂંધળી હસતી ઝાંખી પણ મારા ચહેરા ની સ્મિત નું કારણ બની જાય છે, આમ તો સોમ થી શનિ દરમિયાન ની ફક્ત જવાબદારીઓ અને કામ ની વ્યસ્તતા માં ઘણું બધું ભૂલી જવાતું હશે પણ અનાયાસે જ તારી સાથે ની થયેલી વાતો અને સંવાદો ના પડઘા સંભળાતા જ જાણે સફાળું થઈ જવાય છે, આમતો નિયમિત જ તારી બોલકી આદતોનો તો બંધાણી હતો જ, પણ સમય જતાં તે સંસ્મરણો જ રોજિંદા વ્યસ્ત જીવનમાં આવતા ફિક્કા હાસ્ય નું કારણ બની ગયું હશે કદાચ!!! ©Dh... #Mood_lines
Dh...
तुम्हें जब जानना शुरू किया था तो ये नहीं पता था, कि मैं तुम में खुद को ही ढूँढ लूँगा! मुझे लगता था, किसी से प्यार करना बहुत कठिन होता होगा, पर तुमने मेरे इस वहम को ही तोड़ कर रख दिया.. तुम ने मुझे ये समझा दिया कि प्रेम कोई समझौता नहीं, जिसमें अगले को ख़ुद से ज़्यादा प्यार करना होता है.. तुमने मुझे ये बता दिया कि प्रेम कोई सागर नहीं जिसमें डूबना ही पड़ता है! प्रेम तो लाइफ बोट है.. जब भी तुम डूब रहे होगे, प्रेम तुम्हें बचा लेगा... तुम्हारा प्रेम भी लाइफ बोट की तरह ही है, जिसने मुझे और मेरे हर सपने को डूबने से बचा लिया.. ©Dh... #Mood_lines
Dh...
ઓય સાંભળ ને, ચાલ ને થોડો સમય કાઢીને ક્યાંક બેસીએ, ચાય ની ચૂસકી સાથે થોડી ગપશપ કરીએ, જ્યાં ચહેરા પર તારું સ્મિત હોય ને શબ્દો માં થોડી નરમાશ, મંદ પવન ની લહેરો સમી વાતાવરણમાં તારી મારી વાતો ની સાક્ષી રૂપી ઝરણા નો એ ખળખળ અવાજ, શહેર ના શોર બકોર થી દુર આ મુલાકાત ને વધુ યાદગાર બનાવશે, તારી વાતો નું જિદ્દીપણું અને મારું બધી વાત માં હા-પણું આપણાં સંવાદ નો સુખદ અનુભવ હશે, સાંભણને ચાલ ને થોડો સમય કાઢી ને કયાંક બેસીએ ©Dh... #Mood_lines