Find the Latest Status about gujarati story with picture from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati story with picture.
@ytshortsdunia
beautiful 😍😍 ©@ytshortsdunia Beautiful picture 🖼️ #Nojoto #Trending
Beautiful picture 🖼️ #Trending
read more@મારી ડાયરી મારો વિચાર
જે સબંધોમાં લાખ તકલીફો હોવા છતાં જો કોઈ સબંધ બચાવવા માટે લડતો હોયને તેના ભાગ્યે આજીવન રડવાનું જ આવે છે 🥲🥹🥲 ©@મારી ડાયરી મારો વિચાર #droplets heart touching life quotes in gujarati
#droplets heart touching life quotes in gujarati
read moreNAGESH HONALAKAR
BEST IMAGE ©NAGESH HONALAKAR BEAUTIFUL Picture 💖👈 || √√ #Photos #image #Picture #nageshhonalakar
BEAUTIFUL Picture 💖👈 || √√ #Photos #image #Picture #nageshhonalakar
read moreneel
a-person-standing-on-a-beach-at-sunset કેવી છે મારી અવદશા ! સમજાય તો સારું સખી, વાતો હવે ના ખાનગી ચર્ચાય તો સારું સખી. તારા નયનના જામ પી લીધાં મહોબતમાં અમે, મદહોશ દિલ મારું હવે સચવાય તો સારું સખી. ભાષા નયનથી પ્રેમની મોઘમ કરો છો કાં સનમ? આંખોના ઈશારા મને પરખાય તો સારું સખી. આ પ્રેમમાં ના ચૈન દિનમાં છે ના રાતે શાંતિ છે! હાલત અમારી પણ તને દેખાય તો સારું સખી. હું પણ કરું સ્વીકાર, દિલની વાત, જો અવસર મળે, તું એક ક્ષણ માટે જરા હરખાય તો સારું સખી. આંખો ટકી છે એક તારી રાહ પર દિલબર હજી, મળવાને માટે "નીલ" તે વલખાય તો સારું સખી. - નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel #SunSet love poetry for her #gazal #gujarati #Love #Life
neel
green-leaves વાત કોઈ દિલમાં છુપાવી રહ્યા છો. લાગે છે, દર્દોને પચાવી રહ્યા છો. આંખની આ ભીનાશ છૂપાવવાને, હાસ્ય જૂઠ્ઠું શાને બતાવી રહ્યા છો? ભાર મુખ પર છે એ ઉતારી જ નાંખો, ખુદને ખોટી રીતે થકાવી રહ્યા છો. આ ઉબડખાબડ પથની છે જિંદગાની, એક પૈડે જીવન ચલાવી રહ્યા છો! છે રમત આ તો લાગણીઓની સમજો, ને.... સમય નાહકનો ખપાવી રહ્યા છો. રંગમંચે આ "નીલ" પણ પાત્ર ભજવે, બસ કલમથી ખાલી લખાવી રહ્યા છો. -નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel #GreenLeaves #gazal #gujarati #Life #Anubhav
#GreenLeaves #gazal #gujarati Life #Anubhav
read moreneel
Unsplash કોઈ દિશા એ તો હવે ડગ ભરવું પડશે, થોડું ઘણું જીવ્યા પછી તો મરવું પડશે! હો નાવ અટકી મધ દરિયે તો કરવું પણ શું? કાં ડૂબવું પડશે કાં તારે તરવું પડશે. ને પાનખર માં પણ અમે ખીલીને ખરશું, ઉપવન કદી સહરાને પણ તો કરવું પડશે! મળશે નહીં ઉપચાર કોઈ વાદના જોજો, જંજાળ છોડી ખુદને ખુદથી મળવું પડશે. ને બોજ ઈચ્છાનો છે આ સમજણ પડે તો, કરવા પુરી તે ક્યાં લગી કરગરવું પડશે? જો નીલ જાતે તે બનાવ્યો છે આ રસ્તો, ખોટો હશે તો પણ હવે અનુસરવું પડશે. -નીલમકુમાર બુધ્ધભટ્ટી"નીલ" ©neel #leafbook #gazal #gujarati #life
neel
a-person-standing-on-a-beach-at-sunset ક્ષણનું જીવન ને મરણ પણ ક્ષણ થવાનું, ખોળિયાનું નાશ થઇ રજકણ થવાનું. ચણ મિનારા તું ભલે શમણાં તણાં, પણ! અંતે તો.... સઘળું પછી કણકણ થવાનું. ને.... હશે અંતિમ ઘડીના શ્વાસ તારા, છૂટતી નાડીનું પણ બટકણ થવાનું. વાટ પકડી છે અનંતની, ક્યાં અટકશે? ખુદના કરમો થકી અટકણ થવાનું. ભાન પણ ક્યાં "નીલ" ને છેલ્લે રહેશે? એમ.... કલમે શબ્દનું લટકણ થવાનું. - નિલમકુમાલ બુધ્ધભટ્ટી "નીલ" ©neel #SunSet #gazal #gujarati #Life
neel
a-person-standing-on-a-beach-at-sunset વાત કોઈ દિલમાં છુપાવી રહ્યા છો. લાગે છે, દર્દોને પચાવી રહ્યા છો. આંખની આ ભીનાશ છૂપાવવાને, હાસ્ય જૂઠ્ઠું શાને બતાવી રહ્યા છો? ભાર મુખ પર છે એ ઉતારી જ નાંખો, ખુદને ખોટી રીતે થકાવી રહ્યા છો. આ ઉબડખાબડ પથની છે જિંદગાની, એક પૈડે જીવન ચલાવી રહ્યા છો! છે રમત આ તો લાગણીઓની સમજો, ને.... સમય નાહકનો ખપાવી રહ્યા છો. રંગમંચે આ "નીલ" પણ પાત્ર ભજવે, બસ કલમથી ખાલી લખાવી રહ્યા છો. -નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel #SunSet #gazal #gujarati #Life
neel
a-person-standing-on-a-beach-at-sunset જિંદગી જીવું છું હું એવી અધૂરી આશમાં, સામે આવીને મળે કોઈ તો આ પ્રવાસમાં? આજ ભૂલી પણ ગયા છે મારા જ અંગત મને, ને... હવે ક્યાં રહ્યો છું એ રીતે એવો ખાસમાં? સાચવી રાખી છે યાદો એમની દિલના ખુણે, નામ એનું નીકળે છે હોઠે હરદમ શ્વાસમાં. વાટ જોઈ આંખ પણ થાકી છે એની રાહમાં, ને... બની કંટક અશ્રુઓ ઊગ્યા છે એ ચાસમાં. શૂન્યતા મારી મને નડતી રહી છે ભીતરે, એમ એ મળતાં રહ્યાં છે નીલને, પણ પાસ માં. ©neel #SunSet #gazal #gujarati #life
neel
a-person-standing-on-a-beach-at-sunset જ્યાં લખીને રાખ્યા ભાવો ત્યાં કાગળ કોરાં મળે, શબ્દ વ્હેતા જાય પાણી જેમ ને...પોરા મળે! અર્થ શોધું મીઠા સંબંધો તણા હું ભીતરે, ને... અહીંયા તો બધાં માણસ મને મોરાં મળે. ફળ તો દેખાતા હશે ચમકીલા ને રસદાર તે, ને.... બને એવું કે, તે અંદરથી જ ખોરા મળે. લાખ કોશિશો કરો સાચવવા સંબંધો અહીં, પણ.. અહીં તો જશને માથે સૌને તો જોડા મળે. હોય ક્યાં છે આ જગતમાં નીલ કાંઈ ખાનગી? વાત સઘળી સમજે એવાં જણ અહીં થોડા મળે? ©neel #SunSet #gazal #gujarati #Life #Anubhav