Find the Latest Status about mere rashke qamar gazal from top creators only on Nojoto App. Also find trending photos & videos about, mere rashke qamar gazal.
neel
Unsplash રોજ વધતાં રણની ચર્ચા ના કરો, રેતના સગપણની ચર્ચા ના કરો. આવ જા છે ખાલી શ્વાસોની અહીં, આવતી અડચણની ચર્ચા ના કરો. આયનો મોફટ ઘણું ચોખ્ખું કહે, બસ હવે ઘડપણની ચર્ચા ના કરો. જળ ને મૃગજળમાં તફાવત હોય છે પ્યાસ છે સમજણની, ચર્ચા ના કરો. શોધ ચાલે છે આ શેની ભીતરે? કોણ છે એ! જણની ચર્ચા ના કરો. ધાર્યું એવી જાત પણ હોતી નથી, નીલ બસ કારણની ચર્ચા ના કરો. - નિલમકુમાર બુધ્ધભટ્ટી ©neel #snow #gazal #gujarati #Life