Find the Best gujaratifictionstory Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about gujar to jayegi tere, gujarati poem on love, kya batau uske sath waqt gujara bahut hai mere dil ka katil he sahi par pyara bahut hai shairy in hindi, love heart status gujarati shayri 0, samai gujar raha hai shayri in words 0,
Grishma Doshi
ખોવાઈ જવું દીદી : આકાશ, હજી કેટલા દિવસ આમ હોસ્પિટલમાં બેસી રહીશ. અનન્યા કોમામા છે. નથી ખબર એ ક્યારે જાગશે, કે પછી જાગશે પણ નહીં. આકાશ : દીદી એ ખોવાઈ ગઈ હશે કોઈ સપનામાં, પણ પાછી આવશે ચોક્કસ. દીદી : તને સમજાય છે? શું બોલે છે તું? આકાશ : હા દીદી ખોવાઈ જવું એ અનન્યાની આદત છે. એકવાર મેં એને ફોન કર્યો અને એ ફોન જ ના ઉપાડે. પછી પૂછો ત્યારે કહે કામમાં ખોવાઈ ગઈ હતી. ક્યારેક એ વાંચતી હોય ત્યારે એને બોલાવી છે તમે? દીદી : ના. પણ, અત્યારે એનું શું છે? આકાશ : જ્યારે વાંચતી હોય ત્યારે ભૂલથીય જવાબ ના આપે જાણે બીજી જ દુનિયા માં ખોવાઈ ગઈ હોય. હું કહેતો એને ખોવાઈ જવાનું બંધ કર, તો કહેતી તારામાં ખોવાઈ જાઉં છું ત્યારે તો તને બહુ ગમે છે ને. પાછી મને પૂછતી, તે પાકુ વિચારી લીધુ ને કે હવે મારે ખોવાવાનુ નહીં? બસ એનો આ એક સવાલ અને મારી બોલતી બંધ. પણ અમે છેલ્લે મળ્યા હતા ત્યારે મેં એની પાસે પ્રોમિસ લીધું હતું કે દરેક વખતે જ્યારે ખોવાયા પછી એ પાછી આવશે ત્યારે સૌથી પહેલાં મને મળશે. એટલે હું અહીં બેઠો છું કે સપનામાંથી અનન્યા જ્યારે પાછી આવે ત્યારે સૌથી પહેલા મને મળે અને એનુ પ્રોમિસ પણ ના તૂટે. #gujaratifictionstory #fiction #shortstory #lovestory #losttobefound #promiseoflove #yqmotabhai #yqbaba
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited