Find the Latest Status about gujarati love shayari app from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati love shayari app.
neel
a-person-standing-on-a-beach-at-sunset કેવી છે મારી અવદશા ! સમજાય તો સારું સખી, વાતો હવે ના ખાનગી ચર્ચાય તો સારું સખી. તારા નયનના જામ પી લીધાં મહોબતમાં અમે, મદહોશ દિલ મારું હવે સચવાય તો સારું સખી. ભાષા નયનથી પ્રેમની મોઘમ કરો છો કાં સનમ? આંખોના ઈશારા મને પરખાય તો સારું સખી. આ પ્રેમમાં ના ચૈન દિનમાં છે ના રાતે શાંતિ છે! હાલત અમારી પણ તને દેખાય તો સારું સખી. હું પણ કરું સ્વીકાર, દિલની વાત, જો અવસર મળે, તું એક ક્ષણ માટે જરા હરખાય તો સારું સખી. આંખો ટકી છે એક તારી રાહ પર દિલબર હજી, મળવાને માટે "નીલ" તે વલખાય તો સારું સખી. - નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel #SunSet love poetry for her #gazal #gujarati #Love #Life
neel
a-person-standing-on-a-beach-at-sunset જિંદગી જીવું છું હું એવી અધૂરી આશમાં, સામે આવીને મળે કોઈ તો આ પ્રવાસમાં? આજ ભૂલી પણ ગયા છે મારા જ અંગત મને, ને... હવે ક્યાં રહ્યો છું એ રીતે એવો ખાસમાં? સાચવી રાખી છે યાદો એમની દિલના ખુણે, નામ એનું નીકળે છે હોઠે હરદમ શ્વાસમાં. વાટ જોઈ આંખ પણ થાકી છે એની રાહમાં, ને... બની કંટક અશ્રુઓ ઊગ્યા છે એ ચાસમાં. શૂન્યતા મારી મને નડતી રહી છે ભીતરે, એમ એ મળતાં રહ્યાં છે નીલને, પણ પાસ માં. ©neel #SunSet #gazal #gujarati #life
neel
green-leaves જે મહીં વસેલો છે શોધું હું તેને કંકણ પત્થરમાં તલાશ ખુદની પછી કેમ થાય પુરી જીવતરમાં પડે છે નઝર જયાં ત્યાં થાય છે અનુભવ એનો ઘડીકમાં દેખાય ને થાય અલોપ હરેક અવસરમાં કરૂં છું પ્રયાસ કે તે ઘટવાસી સમજે મારા મૌનને પણ ખુદ ના કર્મ થકી હું નડુ છું ખુદને નડતરમાં ભીતર પર્વત પડ્યો અહંકાર નો મારી ધારણાથી ક્યાંથી મળે ધારા અમૃતમય મારા આ ઘડતરમાં કાશ થઈ જાય પુરી ભટકન હવે એક જ જાટકે શૂન્યતા થી જાઈને પરે મળે સ્થિરતા કૈ અંતરમાં આ મારા અંતર માં બહુ શોરબકોર છે સન્નાટાનો મળે ખરી શાંતિ કોઈ વિરલાને કઈક મનવંતરમાં શ્વાસની આવજાવ વચ્ચે રહી જાય છે ખાલીપો નિલ એ જ મારગથી તું ઉતરી જા હવે ભીતરમાં ©neel #GreenLeaves #gujarati #kavita #Life
#GreenLeaves #gujarati #kavita Life
read moreneel
New Year 2025 એમ ના સમજો કે મારી વાતમાં દમ નથી, પ્રેમના રોકાણમાં શું કાઇ જોખમ નથી! શું નશો છે એ અદાનો એ ન પૂછો મને, બેખુદી મારી કહું એ મયથી કૈં કમ નથી. રોગ છે એ ને કહો તો એ દવા પણ હવે, નામની મ્હોબત હતી એનો હવે ગમ નથી. સાથ હો કે ના હો કાંઈ ફેર પડતો નથી, ધાવ નાસૂર થ્યા ને મળતો કોઇ મરહમ નથી. રતજગામાં નામ લેવાયો મહોબત થકી, જાગતી રાતોની આજે કોઇ મોસમ નથી. આંખ આજે ના મળાવે નીલ એ ના સહી. હું નથી દિલમાં સનમ એ વાતમાં દમ નથી. - નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel #Newyear2025 #gazal #gujarati #life #Love
#Newyear2025 #gazal #gujarati life Love
read moreneel
Unsplash ઘાવ વિરહના જિંદગી એ ભરી નાખ્યાં તમે પણ ભૂલી ગયાં ને અમને સબ્ર ફાવી ગયું... ©neel #library #Shaayari #gujarati #Love #Life
neel
White એમ ખાલી તપથી સગપણ ના પુછો. કેમ વિસ્તર્યો મુજમાં છે રણ ના પુછો. પગ તળે છૂંદે છે મારા અસ્તિત્વને, છે કશાયોના એ તો ધણ ના પુછો. આ કદમ ચાલે તો છે ઉત્સાહથી, તે છતાં શાને છે અડચણ ના પુછો. કશુંય હોતું પણ નથી ધાર્યા જેવું, હું નથી શાને હું? કારણ ના પુછો. છળ કપટની વાત સમજણથી કરું, દાવ લાગ્યા ખુદના એ ક્ષણ ના પુછો. ચૂપકીદી નીલ સારી તો નથી. કંઠમાં ધર્યા વિષના મારણ ના પુછો. - નીલમકુમાર બુધ્ધભટ્ટી (નીલ) ©neel #sad_quotes #gazal #gujarati #life
#sad_quotes #gazal #gujarati life
read moreVishu
aankhon me basaa liya hai aapko Dil me sazaa liyaa hai aapko pyaar hai aakhon se dekho kitnaa hai Dil se mahsoos kro ©Vishu #Love #story #Nojoto #App # shayari sad Kartik Aaryan motivational shayari attitude shayari 2 line love shayari in english