Nojoto: Largest Storytelling Platform

Best butlifeisnotgame Shayari, Status, Quotes, Stories

Find the Best butlifeisnotgame Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutyou broke my heart but i still love you quotes, i love you but as a friend, i love you but you hate me quotes, u hurt me but still love you quotes, love me or hate me but you will never change me,

  • 1 Followers
  • 1 Stories

Grishma Doshi

જિંદગી જાણે એક સુડોકુ
જ્યાં ઘટેલી ઘટનાઓ ફરી ઘટતી પણ પાત્રો અને જગ્યાઓ બદલાતા,
જેમ સુડોકુમાં સંખ્યાઓ ફરી આવતી પણ લીટી ને ચોકઠા બદલાતા.

જિંદગી જાણે એક સાપસીડી,
જ્યાં એક ભૂલ વર્ષો સુધી કરેલી મહેનતને શૂન્ય કરી દેતી,
જેમ સાપસીડીમાં એક સર્પદંશ ટોચથી નીચે ગબડાવતો.

જિંદગી જાણે આડી-ઊભી ચાવી,
જ્યાં એક ડગલું ભરતા બીજા ડગલાની દિશા મળતી,
જેમ આડી-ઊભી ચાવીમાં એક શબ્દના અક્ષરો બીજા શબ્દ સુધી પહોંચાડતા.

જિંદગી જાણે લુડો,
જ્યાં દરેક પોતાના લક્ષ્યો સુધી પહોંચવા જાણતા-અજાણતા બીજાને પણ અડફેટે લેતાં,
જેમ લુડોમાં બીજાની કુકરીને પાછી કરી પોતાની ઘર સુધી પહોંચાડતા-જીતતા.

જિંદગી જાણે લાગતી આ રમતો જેવી,
જે નિર્દોષ આનંદ માટે રમાતી,
પણ જિંદગી જો રમત બનતી તો નિર્દોષતાથી ના જીવાતી. 🎲🎳🎲🎳
#poemtime #life #game #lifelikeagame #butlifeisnotgame #musingtime #yqmotabhai #grishmapoetry

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile