Nojoto: Largest Storytelling Platform

Best બારી Shayari, Status, Quotes, Stories

Find the Best બારી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about બારીયા નો ઇતિહાસ, બારી બહાર કવિતાનો આસ્વાદ, બારીશ કબ હોનેવાલા હૈ, બારીશ કા, બારી દરવાજા,

  • 5 Followers
  • 4 Stories
    PopularLatestVideo

Devyani Chugadia

#અફવા #હકીકત #દૂર #બારી #ગુજરાતીઓ #yababa #yqmotabhai

read more
સાહેબ, હકીકત શોધવા જ દૂર સુધી જવું પડે છે,
બાકી અફવા તો બારી ખોલતા સામે થી આવે છે.. #અફવા 
#હકીકત 
#દૂર 
#બારી 
#ગુજરાતીઓ 
#yababa 
#yqmotabhai

nehal kothadiya

#વરસાદ #બારી #બુંદ #ફૂલ #ગુલાબ #શ્વાસ #પર્ણ #પ્રયાસ #શાયરી

read more
બારી બહાર ટપકતું એ વરસાદી બુંદ

કરે છે પ્રયાસ ખીલવાને ગુલાબ ફૂલ

ટપક ટપક થઈ સીધું વહેતુ પૂર્ણ

આપી શ્વાસ ખીલવા પર્ણ #વરસાદ #બારી #બુંદ #ફૂલ #ગુલાબ #શ્વાસ #પર્ણ #પ્રયાસ

Noufil Ghaniwala

તારા વગર ની સાંજ વળી કેવી હોય ? બસ હું બારી ને ઢળતો સૂરજ હોય ...
વિચાર તો આવે કે ફોન તરત કરું તને , પણ યાદ થી જ ચલાવવું પડે , કેમ કે તું વ્યસ્ત હોય ...
સૂરજ પણ ડૂબી ગયો , હવે થયું અંધારું... જે પોષતું તે મારતું , સાલ્લુ આવું જ કેમ હોય ...?
રાત કેમ જશે એ વિચાર માં તો આવી ગય રાત , તું તો કહી દે , પણ શ્વાસ વગર કોઈ જીવતું હોય...?
કરી જ્યાં લાઈટ ત્યાં આવ્યા પતંગ , ખબર છે કે મરશે , તો પણ એને પ્રેમ હોય ...
તારા વગર નો આ પ્રેમ વળી કેવો હોય 
પ્રેમ તો હોય પણ નિયતી થી વિરુદ્ધ હોય ...



તારા વગર ની સાંજ વળી કેવી હોય ?
બસ હું બારી ને ઢળતો સૂરજ હોય ... #poem #shayri #nojoto #lovequotes #poetry #hurtquotes #taravagar #thought

krupa gohil

સ્પર્શ નો અનુભવ #વાર્તા

read more
નિશાએ પ્રભાતે ઉઠી નિત્યક્રમ પ્રમાણે બારી માંથી સૂર્યનારાયણ ના દર્શન કરી માતા-પિતા ના ચરણો માં શીશ ઝુકાવી વંદન કર્યું. નિશા એના માતા-પિતા ની એક ની એક લાડકી દીકરી હતી. નિશા સુંદર,સુશીલ ની સાથે હસમુખી અને વધારે બોલવા વાળી છોકરી હતી. માતા-પિતા ના સારા સંસ્કાર હોવાને લીધે એના માં પણ બાળપણ થી જ સારા સંસ્કારો નું સિંચન થયું હતું. અત્યારે એ કોલેજ ના બીજા વર્ષ માં અભ્યાસ કરતી હતી.
પણ નિશા ને આજના દિવસે જે અનુભવ થયો એ પહેલાં ક્યારેય થયો ન હતો. સાંજે કોલેજ થી આવીને એ એના સ્વભાવ થી વિરુદ્ધ પોતાના ઓરડા માં જઇ બારી માંથી ઢળતા સૂર્યનારાયણ ને જોઈ કઈક વિચારવા લાગી. નિશા ને જોઈ ને એની માતા પણ નિશા ની ચિંતા કરવા લાગ્યા.
નિશા ની માતા ના ઘણા પ્રયત્ન પછી નિશા કઈક બોલી!
એ સાંભળીને એની માતા પણ અચરજ પામ્યા.
નિશા રસ્તા માં બનેલી ઘટના એની માતા ને સંભળાવતા બોલી કે આજ મને રસ્તા માં આપણાં દૂર ના સંબંધી થતા અંકલ મળ્યા અને અમે થોડીવાર રસ્તા પર ઉભા રહીને વાતો પણ કરી.ત્યાર પછી એમણે જતી વખતે મારા માથા પર હાથ મૂકી ને મને સુખી થવાના આશીર્વાદ આપ્યા. પણ આજ મને પહેલી વાર કોઈ ના નઠારા સ્પર્સ નો અનુભવ થયો સ્પર્શ નો અનુભવ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile