Nojoto: Largest Storytelling Platform

Best હશે Shayari, Status, Quotes, Stories

Find the Best હશે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 84 Followers
  • 239 Stories

Tirth Soni "Bandgi"

#માંગવા #જેવું #હશે #ગઝલ #કર્મફળ #alfazebandgi #કવિતા

read more
ગઝલ : માંગવા જેવું હશે

કર્મ નું ફળ ચાખવા જેવું હશે
દાન માં પણ આપવા જેવું હશે

દેવ ને પણ છૂટ ક્યાં મળતી કદી ?
જીવ ને ક્યાં ભાગવા જેવું હશે !

મેળ ના હો એકબીજા ને છતાં
સ્નેહ બંધન સાંધવા જેવું હશે

પ્રેમ માં કાયમ મળે છે વેદના
તે છતાં એ માણવા જેવું હશે

દીપ સાથે જે બળી મળશે મને
એ મળેલું રાખવા જેવું હશે

સંગ માં પાયલ તણી રણકાર માં
ધ્યાન દો તો જાણવા જેવું હશે

વિશ્વ આખું એક નો વિસ્તાર, એ
સાર માં પણ ગાળવા જેવું હશે

દેહ નશ્વર ને અમર આત્મા છતાં
એજ તારણ ભાંગવા જેવું હશે

જ્ઞાન ના સ્વામી બની શાને ફરો ?
શેષ કંઈ પામવા જેવું હશે

હેત થી સૌ ને તમે સ્વીકારજો
બંદગી માં માંગવા જેવું હશે

- તીર્થ સોની "બંદગી"
રાજકોટ #માંગવા #જેવું #હશે #ગઝલ #કર્મફળ #alfazebandgi

Soyeb Pathan

મને અગર કોઈક પ્રશ્ન કરે કે તમે ધર્મમાં કેમ નથી માનતા ?

તો મારો જવાબ હશે કે ,

" ધર્મ માણસને માણસથી છૂટો પાડે છે ! તમે જેને શ્રદ્ધા કહો છો તેને બીજું કોઈક અંધશ્રદ્ધા પણ કહેતું હશે , ને તમે જેને અંધશ્રદ્ધા કહો છો થઈ શકે કોઈક તેને શ્રદ્ધા પણ કહેતું હોય ! ધાર્મિક માણસો (ગમે તે ધર્મનો) તહેવારોમાં કરોડો ખર્ચી નાખે છે , એનાથી એક પૈસાનો પણ કોઈનેય ફાયદો નથી ! તથ્ય વસ્તુ છે ને ? અગર ઈશ્વર/અલ્લાહ આપણા આવા વ્યર્થ ખર્ચાથી ખુશ થાય છે તો , વાહ ! સલામ છે આપણી આવી ગઠિયા વિચારધારાને !! આપણે જે ધર્મને માનીએ છીએ તેમાં પણ એટલા જ અમીર-ગરીબ છે જેટલાં બીજા ધર્મમાં છે ! કોઈક એકનો ઈશ્વર સાચો હોત તો કોઈક એકના જ માનવાવાળા અમીર હોત ને ? બાકી બધા દુખિયારા હોવા જોઈએ ને ?? "

Pravin Ahir

read more
હશે સત્ય પણ, કલ્પના પણ હશે,
ખુદા શબ્દ છે તો, ખુદા પણ હશે.

નરક-સ્વર્ગ જેવી જગા પણ હશે,
સજા પણ હશે ને.. મજા પણ હશે

પ્રવિણ

મકાણી અભિષેક

read more
હસ્તી કુદતી કુદરતની રમખાણો કોઈ,
આંખને ડોલાવતો નજરાણો કોઈ,
ખૂણે પડ્યો કાળો અંધકાર કોઈ,
દરિયાને મન મુકાવીને ડોલાવતો કોઈ,
જન્મ ને મોત સુધી લલચાવતો કોઈ,
આભ પાતાળ ને ધ્રુજવતો કોઈ,
શું લાગે કોણ હશે?
એ જવા દો હશે કોઈ!!!

vipul patel

BUSY
_______

જેમને તમારી વેલ્યુ જ નથી..

  અે લોકો સાવ નવરાશ પણ કહેશે કે BUSY છુ...

અને જે તમારા છે જેમને સાચેમા તમારી કદર હશે...

  અે BUSY હશે તો પણ તમને અેમ જ કેશે કે હુ FREE જ છુ.. #Quotes #killernidayri #killerdiku

Asul Thakor

h

read more
*તમને ડૂબાડવા આ દુનિયામાં ઘણા* 
*એવા માણસો પણ બેઠા હશે,*
*જેને તમે પોતે જ તરતા શીખવ્યું* *હશે...* h

Nidhi''नन्ही क़लम''

#પ્રેમ

read more
પ્રેમ માં શું...આવું થાતું હશે ???

અકારણ આંખોથી હાસ્ય રેલાતું હશે ???
સામે ઊભેલાંમાં બીજું કોઈ દેખાતું હશે ?Nidhi
ભર બપોરે કોઈ એકલવાયું પંખી ગીત ગાતું હશે ???
ભીડમાં પણ હૃદય કોઈ એક ને જ ઝંખતું હશે ???
વગર વરસાદે તન-મનમાં ભીની સુગંધ ભળતી હશે ???
હવાની લહેર બની કો'ક આઘેથી પણ સ્પર્શતું હશે ??? #પ્રેમ

Priti Youhaan Prashantji

read more
જેટલો વધુ સંઘર્ષ હશે

 એટલી જ 

શાનદાર જીત પણ હશે.

Krishna Darji

#fate

read more
બદલાઈ જાય છે એ લોકો સમય ની જેમ,જેને હદ થી વધારે સમય આપ્યો હોય,તું ચાલ્યો ગયો પણ તારી વાતો હજી પણ છે,મગજ માં નફરત છે પણ દિલ માં ચિંતા હજી પણ છે,એક ને રડાવીને બીજા ને હસાવી લવ છું,આપણાં બધાં માં  બે માણસ જીવતા હોય છે, એક ચુંબન ની વાત કરે છે,ને બીજો બહાર જે તન છે એની વાત કરે છે,એવું કેમ કરતાં હશે, કન્ફ્યુઝ કરે છે એ યાર,ગુરુર ને મિટાવીને મજબૂરીમાં જીવું છું,ક્યારેક મધ ની વાટકી છોડી ને ઝેર દરિયાનું પીવું છું,કદાચ એટલે મને બધાં ગરીબ કહે છે,કદાચ એટલે એકલતાની વેદના મારા નજીક રે છે,પણ ક્યાંયક તો હશે મારા હોવાની ખુશી જ્યાં હું રહું છું,એટલે જ હું ડાયરીના પન્ના ને રકીબ (કોઈક છોકરી ને એનો બીજો બોય ફ્રેન્ડ આમાં એનો અર્થ એ થાય છે કે પુરી દુનિયામાં તો એને કોઈ ન મળ્યું પણ ડાયરીના પન્ના એતો એને પોતાનું કહ્યું ) કહું છું,જિંદગી ની સવાર બધાં કેછે ને સવાર થી થાય છે, પણ હું કહું છું કે સવાર રાત થીજ ચાલું થઈ જાય છે,એ હું સાબિત કરી શકું છું કંઈક લાઈન દ્વારા ખબર નથી કોણે લખી છે પણ ક્યાંક વાંચી છે એવું યાદ છે,વરસાદ ના એ ટીપાં અવાજ બહું જોર થી કરી ગયાં,હું ઊંઘમાં હતી અત્યાર સુધી,એની આહટ રાત ને સવાર કરી ગઈ, કંઈક તો હતું એનામાં,એમનામાં હતું કે નઈ એ તો ખબર નથી પણ તારામાં હતું,તારામાં એવી ખ્વાઈશ હતું એક બે ટકા પણ એવી ખ્વાઈશ હતી ક યાર હવે બસ થયું આજે રાતે ઊંઘવાનું છે ને સવારે ઉઠવાનું પણ છે, રોઈને ઉઠવાનું નથી,આવું નક્કી કર્યું ને ત્યારે એ રાત સવાર કરી ગઈ,કંઈક તો હતું એનામાં....

 
છેલ્લે કેરમ ની જે કાલી ધોળી કુકરીઓ એ મને વિચારવા પર મજબૂર કરી નાખી,આંગળી ઓને રોકી લીધી ને દિલમાં કાઈ તુફાન જેવું મચાવી ગઈ,એક જ સવાલ કરી ગયું દિલ એ લાંબીચુપ્પી પછી , ફરક જ  શું છે આ કેરમ ની કુકરીઓમાં અને તારામાં ,ક્યારેક તું કોઈ ને ઠુકરાવે છે તો કોઈ તને ઠુકરાવે છે,ક્યારેક તું બીજા ને જીતી જાય છે,તો કયારેય બીજા તારાથી જીતી જાય છે,ખોટું ન લગાડ તને કોઈ એકલું પાડી ગયું આજે તો ભરોસો રાખ પોતાના પર, સમય પર,અને ભગવાન પર,કોઈ ફરીથી આવશે તારા તૂટ્યા દિલને હસતું કરી જશે,કેરમ ની એ કુકરીઓ મને વિચારવા પર મજબૂર કરી ગઈ........


               
                                              


                                                                                                                                                     Krishna ❤ #fate

Fb.com/GamNuPadar

read more
સ્પર્શ દઈ
 પાણી વહી જાતું હશે
ત્યારે
આ પથ્થરો ને
કંઇક તો થતું હશે
loader
Home
Explore
Events
Notification
Profile