Nojoto: Largest Storytelling Platform

Best વાત Shayari, Status, Quotes, Stories

Find the Best વાત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 127 Followers
  • 357 Stories
    PopularLatestVideo

Darshana

#dardedil #હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujarati #nojotogujrati #New #darshanasoni #Darshana #વાત

read more
mute video

Darshana

#ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujaratiquotes #darshanasoni #હુંઅનેમારીવાતો #વાત

read more
મનની શાંતિ માટે પોતેજ બધું જ છોડવું પડે, પહેલા અપેક્ષાઓ, પછી ઈચ્છાઓ !
કેમકે એ બંને બીજાના ઉપર ડીપેન્ડ હોય, 
અને બીજા આધાર રાખેલી દરેક વસ્તુ ક્યારે ને કયારેક તો દુઃખ આપે જ....
એના કરતાં એકલો જીવ સદાશિવ! 
સુખ મનમાં હોય છે ને દુઃખ પણ...
તમારે શું જોઈએ છે એ તમારે નક્કી કરવાનું..
 #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujaratiquotes #darshanasoni #હુંઅનેમારીવાતો #વાત

Darshana

#ગુજરાતી #newpost #darshanasoni #વાત #New #yqgujarati #yqbaba #yqmotabhai

read more
બીજાબધાં ને બ્લેમ કરનારા માણસો સર્વગુણસંપન્ન હોતા હશે ખરાં!?
 એમને પોતાને છોડીને દરેક માણસમાં ભૂલ દેખાતી હોય તો એ પોતાને ઈશ્વર સમજતા હશે ખરા!? #ગુજરાતી #newpost #darshanasoni #વાત  #new #yqgujarati #yqbaba #yqmotabhai

Darshana

#gujaratiquotes #yqmotabhai #yqgujarati #હુંઅનેમારીવાતો #darshanasoni #gujju #વાત #દર્શના

read more
સ્ટ્રોંગ જાતે જ બનવું પડે, કોઈ તમને મોટીવેટ કરે, એ વસ્તુ જ ખોટી.
કોઈને કેવી રીતે ખબર હોય કે તમે  કઈ તલવારે કેવી જંગ લડો છો, પોતાને કેપેબલ બનાવવા, પોતાના માટે કંઈક કરવા જાતેજ મથવું પડે , કોઈ સાથે હોતું નથી,હશે પણ નહીં  કે રહેતું નથી હંમેશા માટે...

પોતાનામાં બદલાવ લાવવા ,કંઈક કરી બતાવવા પોતે જ મથવું પડે ,મોટીવેશનલ સ્પીકર કે સ્પીચ થોડી મદદ કરી શકે પણ બાકીનું બધું આપણે જ કરવું પડે. કેમકે જે સંજોગો ,માણસો ,ચાન્સ ,ફેલીયર્સ, અચીવમેન્ટ્સ બીજું ઘણું બધું જે આપણે ભોગવ્યું હોય , જે આપણને મળ્યું હોય એ બીજા કોઈને ક્યાં ખબર હોય છે. 

આપણી રીતે આપણી જાત જાતને સ્ટ્રોંગ બનાવી દેવી જરૂરી...
 ,કોઈ પર ડિપેન્ડ રહેવું એટલે ક્યાંક હજુ પણ હિંમત ઓછી છે આપણામાં...અને આપણે આપણી સફળતા, આપણા સપના,આપણાં જ હાથમાં છે, આપણે નહીં કરીએ આપણાં પોતાના માટે કંઈ તો બીજું કોણ કરશે.......
એટલે જ કહ્યું છે કે 
"જાત જગન્નાથ"!

#હુંઅનેમારીવાતો 
#દર્શના સોની #gujaratiquotes #yqmotabhai #yqgujarati #હુંઅનેમારીવાતો #darshanasoni #gujju #વાત

Darshana

#ગુજરાતી #yqgujarati #yqmotabhai #ગુજજુ #હુંઅનેમારીવાતો #વાત

read more
  મનનું ધારેલું થાય તો સારું,
અને ના થાય તો!?
તો વધારે સારું...,
એનાથી કાં તો મોહ છૂટશે ,
નહીંતો,
 કૈક વધું સારું નસીબમાં હશે!..... #ગુજરાતી #yqgujarati #yqmotabhai #ગુજજુ #હુંઅનેમારીવાતો #વાત

Darshana

#ગુજરાતી #હુંઅનેમારીવાતો #વાત #yqgujarati #gujaratiquotes #yqmotabhai #darshanasoni

read more
સ્ટ્રોંગ જાતે જ બનવું પડે, કોઈ તમને મોટીવેટ કરે, એ વસ્તુ જ ખોટી.
કોઈને કેવી રીતે ખબર હોય કે તમે  કઈ તલવારે કેવી જંગ લડો છો, પોતાને કેપેબલ બનાવવા, પોતાના માટે કંઈક કરવા જાતેજ મથવું પડે , કોઈ સાથે હોતું નથી,હશે પણ નહીં  કે રહેતું નથી હંમેશા માટે...
પોતાનામાં બદલાવ લાવવા ,કંઈક કરી બતાવવા પોતે જ મથવું પડે ,મોટીવેશનલ સ્પીકર કે સ્પીચ થોડી મદદ કરી શકે પણ બાકીનું બધું આપણે જ કરવું પડે. કેમકે જે સંજોગો ,માણસો ,ચાન્સ ,ફેલીયર્સ, અચીવમેન્ટ્સ બીજું ઘણું બધું જે આપણે ભોગવ્યું હોય , જે આપણને મળ્યું હોય એ બીજા કોઈને ક્યાં ખબર હોય છે. 
આપણી રીતે આપણી  જાતને સ્ટ્રોંગ બનાવી દેવી ,કોઈ પર ડિપેન્ડ રહેવું એટલે ક્યાંક હજુ પણ હિંમત ઓછી છે આપણામાં... #ગુજરાતી #હુંઅનેમારીવાતો #વાત 
#yqgujarati #gujaratiquotes #yqmotabhai 
#darshanasoni

Darshana

#yqmotabhai #yqgujarati #ગુજરાતી #હુંઅનેમારીવાતો #gujaratiquotes #વાત #સ્ત્રી

read more
કપાળે વળતો પરસેવો ને,
કપડામાં આવતી રસોડાના ધુમાડાની સુગંધ,
આમ ને આમ વીતતી જાય,
ગૃહિણીની જિંદગી ને,
ઉડતો જાય  સુંવાળી, કાળી ભમ્મર એ લટોનો રંગ,
કોડભરી આંખે જોયેલા સપનાંને,
ચડતો જાય સમજણ, ત્યાગ અને સમર્પણનો રંગ,
વીતતી ઉંમર, વધતી જવાબદારીઓ વચ્ચે,
ઇચ્છાઓનું પોટલું વધારતું જાય કદ,
થોડુંક જીવવાનું, માણવાનું પોતાના માટે,
રહી ગયું,
તોય આમ ને આમ જીવાતું ગયું,
લાલ બિંદી,પાયલ,બંગડીઓ જાણે,
વધારતું જાય જવાબદારીઓનું વજન,
ઉડવા ઇચ્છતું એક પંખી,
જાતે પાંખો કાપી,
સ્વીકારતું માળા અને વૃક્ષ  સાથેનો સંબંધ.. #yqmotabhai #yqgujarati #ગુજરાતી #હુંઅનેમારીવાતો #gujaratiquotes #વાત #સ્ત્રી

Darshana

#ગુજરાતી #સંબંધ #હુંઅનેમારીવાતો #વાત #yqgujarati #yqmotabhai #gujarati #શરીર

read more
રિલેશનશિપ , સેક્સુઅલ ના હોયતો ટકે ખરી!?
મળવું, સ્પશવું, સમય વિતાવવો એક સંબધ માટે બહુ જરૂરી છે ,સમજી શકાય છે પણ સેક્સ?
એના  વગર રિલેશન પોસીબલ છે ખરું? કયારેક નથી સમજાતું પણ એક વસ્તુ છે, શારીરિક આકર્ષણથી , મન થાય સમજી શકાય પણ એ જરૂરી જ હોય એવું નથી, ક્ષણ આવે અને જતી પણ રહે પણ એના ઉપર જ સંબંધ ટકે એ ખોટું...
પ્રેમ છે, કે માણસ ગમે છે એ જ પૂરતું નથી એક સાચા સંબંધ માટે? ખાલી ગમતા વ્યક્તિ ને મન માં રાખીને જીવી જવાય છે ખરું, શરીર ને મન તદ્દન અલગ વસ્તુઓ છે. એ સમજી જવાય તો ખુશીથી કદાચ ગમતું સાથે રાખીને જીવી જવાય...
"એક ચહેરો,
એ ચહેરો જિંદગીની હકીકત છે,
દરેક ક્ષણમાં ઝંખ્યો એને,
એ દરેક ક્ષણમાં જીવ્યો સાથે,
બસ આ શરીરમાં આત્મા બની,
રહીને જીવ્યો સાથે એ...
 #ગુજરાતી #સંબંધ #હુંઅનેમારીવાતો #વાત #yqgujarati #yqmotabhai #gujarati #શરીર

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #વાત #બાકી #yqgujarati #yqmotabhai #gujaratiquotes

read more

રોજ સવાર પડે ને સાંજ પડે ,
સમય વીતતો જ જાય,
આવી જ એક સવારે 
એકદમ પગ અરીસા સામે રોકાઈ ગયા, 
થોડી આંખમાં ઊંઘ હતી ,
એ ગાયબ થઈ ગઈ,
ક્યાં ખોવાઈ ગઈ હતી હું, 
અરીસો જોયો ને જોયું 
બાકી છે ,ઘણું
હજુ બાકી છે ,
કરી  બતાડવાનું બહુ,
બધાના સપના પુરા કર્યા,
હવે પોતાનો વારો,
આ હું જ છું,
ખૂબ પોઝિટિવ પોતાના માટે,
અને આજથી પોતાના માટે જીવવાનું શરૂ!!
પાક્કું પ્રોમિસ પોતાને!!
 #હુંઅનેમારીવાતો #ગુજરાતી #વાત #બાકી #yqgujarati #yqmotabhai #gujaratiquotes

Darshana

#yqgujarati #yqmotabhai #gujaratiquotes #gujarati #હુંઅનેમારીવાતો #વાત

read more
નવરાશ મળે એટલે વાંચી જજે,
દરેક શબ્દમાં મારા મેં તને લખ્યો છે,
મનથી બાંધી લીધેલા એક સંબંધને,
મેં હર એક એક પળ ઝંખ્યો છે #yqgujarati #yqmotabhai #gujaratiquotes #gujarati #હુંઅનેમારીવાતો #વાત
loader
Home
Explore
Events
Notification
Profile