Nojoto: Largest Storytelling Platform

મારા વ્યસ્ત દિવસો ના અંતે મેળવેલી એક ખુશનૂમા સાંજ,

મારા વ્યસ્ત દિવસો ના અંતે મેળવેલી એક ખુશનૂમા સાંજ,  
ક્યાંક જમા હતી,
હવે એ રાત થઈ ગઈ હશે.
************************

આપણા અઢળક મૌન ની વચ્ચે અથડાતી ગઝલ, 
ક્યાંક જમા હતી,
હવે એ ફકત શબ્દ થઈ ગઈ હશે.
******************************

આપણી સમજદારી નાં ઉંબરે આવી ને રોકાઈ ગયેલ વાર્તા, 
 ક્યાંક જમા હતી,
હવે એ વાત થઈ ગઈ હશે.
***********************

સાથે કરેલ ચાંદની રાત માં જાગરણ અને એની યાદ, 
ક્યાંક જમા હતી,
હવે એ નીંદર થઈ ગઇ હશે.
************************

આપણી વચ્ચે રમતી દોડતી બાળપણ ની બધી મસ્તી, 
ક્યાંક જમા હતી,
હવે એ જવાબદારી થઈ ગઈ હશે.
*****************************

વિજય ગોહેલ સાહીલ

©Vijay Gohel Saahil
  #kavita
#poem 
#poetry
#writer 
#author 
#gujaratikavita 
#gujaratilekhak
#lifequotes