Nojoto: Largest Storytelling Platform

Best Gujaratikavita Shayari, Status, Quotes, Stories

Find the Best Gujaratikavita Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, bewafa shayari in love gujarati, gujarati shayari in gujarati language love sms, i love you in gujarati, radha krishna love quotes in gujarati,

  • 33 Followers
  • 56 Stories

Riddhi Shukla

એક ગરીબ 💔 #poor #gujarati #gujaratipoems #gujaratipoem #Gujaratikavita

read more
આજે મેં એક ગરીબ ને વલખાં મારતા જોયો
ખાવા આપો મને એવું કહી રડતા જોયો
મજબૂરી ના તળાવ માં એને તરબોડ જોયો
અંગ એનું એના હાથ થી ઢાંકતા જોયો
કડકડતી ઠંડીમાં એને ઠુઠવાએલો જોયો
એના પરિવાર ને હુંફ આપતા જોયો
સાહેબ એની કઠિનાઈ માં એને જોયો
જીવન જીવવા ની અભિલાષા ખોઈ બેઠેલો જોયો 
એની દૃષ્ટિ મુજ પર પડતાં એને રાહત મા જોયો
જીવ મા ફરી જીવ આવતા જોયો

-રિદ્ધિ શુક્લ

©Riddhi Shukla એક ગરીબ 💔
#poor 
#gujarati 
#gujaratipoems 
#gujaratipoem 
#Gujaratikavita

Riddhi Shukla

આવે જ્યારે મળવા મને✨ #Time #Problems #poem Poetry #gujarati #gujaratipoems #Gujaratikavita

read more
આવે જ્યારે મળવા મને

મળવા આવે જ્યારે તુ મને 
તો થોડો સમય લઈને આવજે
તારી બધી મુશ્કેલી ને મારી પાસે મૂકી જજે
વેદના વ્યથિત તારી કર ભલે બધી
પણ થોડો શ્વાસ લેવાનો પણ લેજે સમય
હળવો કરી તારા મન નો ભાર
સહેજઅમથુ સ્મિત ચેહરા પર લાવજે
આવે મને મળવા જ્યારે
 તો થોડો સમય લઈને આવજે

- રિદ્ધિ શુક્લ

©Riddhi Shukla આવે જ્યારે મળવા મને✨
#Time 
#problems
#poem 
#Poetry 
#gujarati 
#gujaratipoems 
#Gujaratikavita

Grishma Doshi

જ્યારે જ્યારે તને શોધવાની કોશિશ કરી જિંદગી,
ત્યારે ત્યારે વ્યર્થ કરી મેં જિંદગી,
કારણ જ્યાં-જ્યાં તને શોધી ત્યાં તું ક્યારેય ન હતી જિંદગી.

જ્યારે જ્યારે તારાથી ભાગવાની કોશિશ કરી જિંદગી,
ત્યારે ત્યારે વ્યય કરી મેં જિંદગી,
કારણ જ્યાં-જ્યાં ભાગીને હું પહોંચતી ત્યાં અવનવા વેશમાં તું હાજર જ રહેતી જિંદગી.

પણ જ્યારથી શોધવા ને ભાગવાની રમત બંધ કરી છે,
ત્યારથી વ્યવસ્થિત કરી મેં જિંદગી,
કારણ જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં ત્યાં તુ મારો હાથ પકડીને આવે છે જિંદગી. 🧡🧡
#gujaratikavita #life #lovelifetothefullest #ownyourlife   #walkwithlife #yqmotabhai #yqbaba #grishmapoems

Grishma Doshi

મારી દુનિયા

ધારેલું કે દુનિયા હવે કદાચ જુદી ને અજાણી લાગશે,
પણ આંખોને તો એ એવી ને એવી લાગી,
બસ હંમેશા જે અદ્રશ્ય લાગતા એ મુખવટાની એને નવાઈ લાગી.

શ્વાસને તો હવા હંમેશા જેવી લાગી,
બસ કોઈક અજાણ્યાના હવામાં હોવાની થોડી ભીતિ લાગી.

મનને તો દુનિયા બસ પોતાની લાગી,
કારણ રસ્તાના વૃક્ષો કે વળાંકો, કે પછી ટેબલ પરની કલમ કે કીબોર્ડ,
ગઈકાલ પછી આજે જોઈ હોય, દરેક વસ્તુ એટલી જુદી લાગી.

ભલે મગજને રહેશે હજી થોડા પ્રશ્નો, પણ હૃદયને કોઇ આશંકા ન લાગી,
મારી પોતાની દુનિયા થોડી જુદી પણ અજાણી ના લાગી. 👩‍💻👩‍💻
#mylife #backtolife #unlock #gettingback #yqbaba #gujaratikavita #yqmotabhai #grishmapoems

Grishma Doshi

🧡🧡 #મને_ના_શોધો #Gujaratikavita #yqbaba #yqmotabhai #grishmapoems #NAPOWRIMO #NaPoWriMo2020bygrishma #napowrimoday14 Collaborating with YourQuote Motabhai

read more
મને ના શોધશો ફક્ત મારી કીધેલી વાતોમાં,
પણ મને તમારી સાંભળેલી વાતોમાં પણ ફંફોસજો.

મને ના જાણજો ફક્ત મારી આપેલી ભેટોમાં,
પણ મને તમારા આપેલા ઉપહારોમાં પણ સમજજો.

મને ના જોતા ફક્ત મારા તમને આપેલા સમયમાં,
પણ મને તમારા આપેલા સમયમાં પણ નિહાળજો.

બસ આમ જ મને ના ચાહશો ફક્ત મારા પ્રેમમાં,
પણ મને તમારા પ્રેમમાં પણ પામજો. 🧡🧡
#મને_ના_શોધો #gujaratikavita  #yqbaba #yqmotabhai #grishmapoems #napowrimo #napowrimo2020bygrishma #napowrimoday14
Collaborating with YourQuote Motabhai

Vijay Gohel Saahil

તૈયાર છે જગત ઉતારવા, ખાલ અધીરા,
પહેરી રાખજે ડીલ પર તું, ઢાલ અધીરા.


અંહિસા ની વાતો તો બરાબર હતી પણ,
હવે નહિ ધરાય સામે બીજો, ગાલ અધીરા.


ભેદ કોણે કેમ કર્યા, બોલ આ માણસ માં,
વહે સહુ માં સમાન લોહી, લાલ અધીરા.


પાસા નાખી જો થાય સામે, પડકાર તો,
ચાલી નાખજે તું પણ છેલ્લી, ચાલ અધીરા.

will be continue..
વિજય ગોહેલ સાહિલ

©Vijay Gohel Saahil #kavita
#poem 
#poetry
#writer 
#author 
#gujaratikavita 
#gujaratilekhak
#lifequotes

Vijay Gohel Saahil

sam90

જો કોઈ વસ્તુ જોયા પછી વિશ્વાસ ના આવે,
તો સમજવુ વસ્તુ ખોટી છે

©sam90 #gujaratishayari  #Gujaratikavita 

#nojoto #gujarati #gujaratipoem 
#humantouch

Parshva_Pk

#ગુજરાતી રાતી #Gujaratikavita #shiyado #WinterFog

read more

Zinkal Padaliya

loader
Home
Explore
Events
Notification
Profile