Nojoto: Largest Storytelling Platform
attractionwithma0598
  • 24Stories
  • 27Followers
  • 181Love
    595Views

NARSINH PRAJAPATI

Teacher

  • Popular
  • Latest
  • Repost
  • Video
1ce96e4718b9dc77b2d200d8429052e7

NARSINH PRAJAPATI

કંઈ નથી આવવાનું જોડે જાણીને છુટ્ટે હાથે વપરાયો છું!
 કર્મ એજ ભક્તિ ગણી પ્રભુ ચરણે પથરાયો છું!

મીરાની જેમ પીધા ઝેર કટોરા જગતના,
શ્યામ તારા શરણનો શણગાર થવા લજવાયો છું..!

આવ હજુ કૃષ્ણ કેટલી વાર 
તવ સંગાથ ને પામવા રાધા થઈ વરતાયો છું!

છે જીવનનો આનંદ પ્રભુ આપ્યો પ્રસાદ જે,
સુખ દુઃખમાં સમતા રાખી આ મંચપર ભજવાયો છું!

છે તેનો આનંદ ને નથી તેનો શો વ્યંગ?
હું ભીતરથી ભીંજાઈ ને બહારથી મલકાયો છું!

કંઈ નથી આવવાનું જોડે જાણીને છુટ્ટે હાથે વપરાયો છું!
કર્મ એજ પ્રભુ ભક્તિ ગણી પ્રભુ ચરણે પથરાયો છું!

©NARSINH PRAJAPATI
  #Poer_Narsinh
1ce96e4718b9dc77b2d200d8429052e7

NARSINH PRAJAPATI

તું સમજી શકે તો સમજાવ મને!!
છે જેનો, છતાંયે ભટકતો કેમ ફરે??

અંશ ગણો કે વંશ વર્ષોથી સચવાયો,
આ મૂરત એની એજ, કેમ રહે ??..

જગતના ખૂણે માનવ, રંગ રુપે અલગ!!
આ રંગ રુધિરનો એક, કેમ જડે??..

આ દેહ મનખો ભાડાનો, ચૂકવવું કોને??
છું ખરેખર જેનો,એનો થયો કે કેમ પણે??

બદલો શું ચૂકવી શકાય ધાવણનો??
જો ધરી શકાય માતૃત્વ, તો ધરપત તારી કેમ ટકે??..

©NARSINH PRAJAPATI
  @Narsinhprajapati

@Narsinhprajapati #શાયરી

1ce96e4718b9dc77b2d200d8429052e7

NARSINH PRAJAPATI

*એમ જ બનેલા સંબંધ જાણે અતુટ,*
છતાંયે દૂર થવાની ભીતિથી વિસ્મય..

*સંબંધો યથાવત રહેશે નાતો છે સ્નેહનો,*
ભૂલાય કદી ક્યાં આ વાતો અવિરત..

*સ્મિત થી સ્મિત મળેલા વાગોળવાના સંસ્મરણો,*
આવન જાવન એક પ્રકૃતિ આજીવન..

*યાદ કરજો ફરી ખીલશે પુષ્પો Running books 📚ના,*
આ પાને પાને હિસાબ છે મિત્રતાના..

*'નિરવ' વાગોળતાં વાગોળતાં આંસુઓ સૂકાયા,*
*આ સુખનું દુઃખ હવે વતનમાં શોભાવ્યું (દટાયું)..*


💐સપ્રેમ💐
*_વ્હાલા જ્યોતિબેનને_*

*તમે હંમેશા આપણી Running books 📚ના સભ્ય તરીકે શોભાયમાન રહેશો.*🚗

©NARSINH PRAJAPATI
  #Trip
1ce96e4718b9dc77b2d200d8429052e7

NARSINH PRAJAPATI

આજ  ફરી ખીલશે પુષ્પો જીવન શાળાએ,
ઝળહળશે દિપક  વર્ગખંડના બાળાએ..

અગોચર વિશ્વ વાતોને વાગોળતાં,
થશે દ્રષ્ટિ ગોચર આ મનની માળાએ..

ઘટકતી ઘટનાને અંજામ આપવા,
ફરી થવા ઊભા એ ગગનની ડાળાએ..

રચવા ઈતિહાસ લઈ ભવિષ્યની પગથી,
વર્તમાનની ઝાલી આંગળી ક્ષિતિજના પાળાએ..

દિધેલા કોલને પરિપૂર્ણ કરવા,
બની સજ્જ લડવૈયો ચાલ રણની જ્વાળાએ..

આજ ખીલશે ફરી પુષ્પો જીવન શાળાએ,
ઝળહળશે દિપક  વર્ગખંડના બાળાએ..

©NARSINH PRAJAPATI
  #GOVERMENTSCHOOL
1ce96e4718b9dc77b2d200d8429052e7

NARSINH PRAJAPATI

હવે હું એ શબ્દોને ગોઠવતો થયો છું,
જીવનના એ દરદને ઉજવતો થયો છું..

હતું કંઈક જે ખૂટતું રહેતું હતું,
મળ્યો સંગ રંગ ઓગળતો થયો છું..

વખતો વખતની વાત છે જીવતરની
જે રહી ગયા 'તા સ્વપ્નો ભોગવતો થયો છું.

હોવું કે ન હોવું એ આગમની વાત છે
જે છે એનો ઉત્સવ ઉજવતો થયો છું.

ન રહે કાંઈ જે 'નિરવ' જીવવાનું ભૂલાયું,
મળ્યો કરમે અભિનય ભજવતો થયો છું..

©NARSINH PRAJAPATI
  #poet_narsinh_143
1ce96e4718b9dc77b2d200d8429052e7

NARSINH PRAJAPATI

વડલાની છાયામાં વર્ષોની વાત શી?
જાણે ફર્યું જીવન છૂટેલી યાદ શી?

અમસ્તાં જ બેઠેલા એ ઘડપણના ખુંખારે,
પાંપણની ભાષામાં કહીએ એ નાત શી?

રહ્યું છે હવે કંઈક બાકી અધરનું ઉધારે,
મુખના બખોલામાં ગાલનો મલકાટ શી?

વહી રહ્યું છે કંઈક એવું સમયનાં સંનાટે,
જીવે છે હડોહડ એ સમજણની દાદ શી?

વડવાઈ છે અનુભવની મૂળ છેક ભીતરે,
'નિરવ' એ  સગપણના વડલાની ડાળ શી?

@નરસિંહ પ્રજાપતિ 'નિરવ'

©NARSINH PRAJAPATI #poem
1ce96e4718b9dc77b2d200d8429052e7

NARSINH PRAJAPATI

*કવિતા*

*જીવી જવાનું*

અમસ્તાં જ રહેવાનું,
દુઃખ આવે તો સહેવાનું..
મુશ્કેલી આવે,..
એમાં શું ડરી જવાનું.??
સુખ આવવાનું ને,
એ સમજણથી જીવી જવાનું..
વાગોળવાની યાદોને
વર્તમાનમાં ભળી જવાનું..
અહંકાર વળી શેનો??
ખાખ થવા તો મરી જવાનું..
ભજ મન રામ નામ!!,
શ્યામ નામ સાથે તરી જવાનું..
મહાનતા 'નિરવ' કેવી પ્રભુ તારી,
કણ કણમાં શંકર બની જડી જવાનું!!

©NARSINH PRAJAPATI
  #poet_Narsinh_Nirav
1ce96e4718b9dc77b2d200d8429052e7

NARSINH PRAJAPATI

#Narsinh_Prajapati
1ce96e4718b9dc77b2d200d8429052e7

NARSINH PRAJAPATI

*એ કર્મનો કારીગર એ મનનો માણીગર..*
*એ અસાધારણ મનુષ્ય એ શ્યામસુંદર માધવ..*

*જન્મતાની સાથેજ મા બાપથી દૂર થયો..*
*ગોકૂળમાં ગોવાળોની સંગે ગયો..*

*નાચ્યો હશે શુ?? એ જગને નચાવી,*
*હા એના કર્મની સુગંધે સૌ ઘેલા થયા હશે..!!*

*ગોકૂળ પણ છૂટી ગયુ હશે શી સહજતાથી??..*
*આત્મા પણ કંપી જાય આ વસમી વિદાયથી..*

*મથુરા પણ આતુર હશે આ કૃષ્ણરૂપ નિહાળવા..*
*આ ગોપીઓ કેરૂ કૃત્ય હશે કે ન કોઈ કંસહણાયાની શંકા..!!*

*મથુરાના રાજા ક્યાં?? આતો ગોપાલ કેરો નેતા..*
*ત્યજી મથુરા સહજ થઇ બન્યો દ્વારિકાધીશ..!!*

*મિત્ર સુદામાની કૃતિ પર સુદામાપુરી ધરી..*
*ધર્મસ્થાપના અર્થે પાંડવ સંગ નેપથ્યે રહ્યો..!*

*સાચી ઓળખ આપી ધર્મની સંભવામી યુગે યુગે થયો..*
*મૃત્યુ સાધારણ મરી પુર્ણપુરૂષોત્તમ થયો..!!*

*એ રમતો રમ્યોને સત્ય શીખવી ગયો..*
*કણ કણમાં સમાયી યોગેશ્વર રૂપ થયો..*

*'નિરવ'નરસિંહ પ્રજાપતિ*
👨‍🏫🦁

©NARSINH PRAJAPATI #janmaashtami
1ce96e4718b9dc77b2d200d8429052e7

NARSINH PRAJAPATI

ઓ મારા પ્યારા વતન..
તું જ મારું છે તન મન ધન

તિરંગા ની છાયામાં ઠરે મારું મન,
ભલે કટાય મસ્તક રહેશે જીવંત ધડ..
 ઓ મારા પ્યારા વતન...

બલિદાન અમર છે એ વીર સપૂતો ના,
અમર છે ગાથા અમર ક્ષણ..
ઓ મારા પ્યારા વતન...

જાત પાત શું?? ભારતીય છે જ્ઞાત,
પહેલો છે ધર્મ પ્યારું ચમન...
ઓ મારા પ્યારા વતન..

શું કરી શકું? શું બની શકું?
બસ ધરું 'નિરવ' શબ્દસહ કલમ..
ઓ મારા પ્યારા વતન...

©NARSINH PRAJAPATI #75thindependenceday
loader
Home
Explore
Events
Notification
Profile