Nojoto: Largest Storytelling Platform
himal9378459667761
  • 32Stories
  • 106Followers
  • 315Love
    6.2KViews

kaushik Parmar 'ustad'

gazalkar

  • Popular
  • Latest
  • Video
d6a762f0bb01d14504b178ec328a9a8a

kaushik Parmar 'ustad'

d6a762f0bb01d14504b178ec328a9a8a

kaushik Parmar 'ustad'

#kavita #ghazal #Shayari #story #Love #missyou #atitude #GujaratiGhazal #poatry #shayarilover
d6a762f0bb01d14504b178ec328a9a8a

kaushik Parmar 'ustad'

મુખોટાં આપણે પોતે જ શોધીને ખરીદ્યા'તા
કદી ક્યાં કોઈએ કીધું કે દર્પણ વેચવાનું છે.

-કૌશિક પરમાર 'ઉસ્તાદ'

©kaushik Parmar 'ustad'
d6a762f0bb01d14504b178ec328a9a8a

kaushik Parmar 'ustad'

d6a762f0bb01d14504b178ec328a9a8a

kaushik Parmar 'ustad'

નિત સળગવાનું  મળ્યું  વરદાન અમને,
નિત  રહ્યું  છે  કાષ્ઠનું  ખેંચાણ મુનિવર.

-કૌશિક પરમાર ' ઉસ્તાદ '

©kaushik Parmar 'ustad' #Shayari 
#Winter
d6a762f0bb01d14504b178ec328a9a8a

kaushik Parmar 'ustad'

રોજ સળગે શ્વાસ લેતી ખાણ મુનિવર,
ભાગ્યનું   કેવું   કર્યું   છે   ધાણ મુનિવર !

સત્ય    સામેથી    ઉભું   છે   કોટડીમાં,
શું હશે  અજરોઅમર  એંધાણ મુનિવર.

જે તરી આવ્યા  તમે  એ પટનું છે છળ,
સાચું   તરણું   દ્વૈતનું  ઊંડાણ   મુનિવર.

એ  અવસ્થા  પામું  છું  કાયમની  માટે,
મારી  અંદર  જીવે છે  સંજાણ મુનિવર.

નિત સળગવાનું  મળ્યું  વરદાન અમને,
નિત  રહ્યું  છે  કાષ્ઠનું  ખેંચાણ મુનિવર.

શર્મમાં   સંતો    ન    ઉચ્ચારે    પરંતુ,
થઇ  ગયું   છે  ધર્મનું  ભેલાણ મુનિવર.

-કૌશિક પરમાર 'ઉસ્તાદ'

©kaushik Parmar 'ustad' #ghazal

#AWritersStory
d6a762f0bb01d14504b178ec328a9a8a

kaushik Parmar 'ustad'

રોજ સળગે શ્વાસ લેતી ખાણ મુનિવર,
ભાગ્યનું   કેવું   કર્યું   છે   ધાણ મુનિવર !

સત્ય    સામેથી    ઉભું   છે   કોટડીમાં,
શું હશે  અજરોઅમર  એંધાણ મુનિવર.

જે તરી આવ્યા  તમે  એ પટનું છે છળ,
સાચું   તરણું   દ્વૈતનું  ઊંડાણ   મુનિવર.

એ  અવસ્થા  પામું  છું  કાયમની  માટે,
મારી  અંદર  જીવે છે  સંજાણ મુનિવર.

નિત સળગવાનું  મળ્યું  વરદાન અમને,
નિત  રહ્યું  છે  કાષ્ઠનું  ખેંચાણ મુનિવર.

શર્મમાં   સંતો    ન    ઉચ્ચારે    પરંતુ,
થઇ  ગયું   છે  ધર્મનું  ભેલાણ મુનિવર.

-કૌશિક પરમાર 'ઉસ્તાદ'

©kaushik Parmar 'ustad' #ગઝલ

#stay_home_stay_safe

9 Love

d6a762f0bb01d14504b178ec328a9a8a

kaushik Parmar 'ustad'

ક્યાંક જઈને પરત વળાય નહીં.
એટલું   દૂર  પણ  જવાય નહીં.

સાવ ફોગટ ગયા બધા અવતાર
કે  તને  તું  જ ઓળખાય નહીં !

તું  પડી  જાય તારી નજરોથી,
દોસ્ત, મારાથી આવું થાય નહીં.

ભવ્યને   એટલે   રખાવ્યું   દૂર,
આપણી આંખ અંજવાય નહીં.

કોઈનું  વિશ્વ છું ઓ ઈશ્વરજી,
કોઈનું    વિશ્વ    નંદવાય  નહીં.

કૌશિક પરમાર ' ઉસ્તાદ '

©kaushik Parmar 'ustad' #stay_home_stay_safe
d6a762f0bb01d14504b178ec328a9a8a

kaushik Parmar 'ustad'

જન્મથી   લોહિયાળ  લાગે  છે,
સત્ય  બે-ધારી  ગાળ  લાગે  છે.

ઘર  વગરના  ફરે  છે  માથે લઈ,
ને   તને  નભ  વિશાળ  લાગે  છે.

એનું  એ   વર્તમાનમાં   પણ   છે,
આમ   જે   ભૂતકાળ   લાગે  છે.

ભલભલાને   વણે   છે   એનામાં,
આ  સમય   હાથશાળ  લાગે  છે.

એક પળમાં ગજબનું દઈ દે જ્ઞાન;
એક  પળ  પણ  ત્રિકાળ  લાગે છે.

-કૌશિક પરમાર ' ઉસ્તાદ '

©kaushik Parmar 'ustad' #ghazal 

#zindagikerang
d6a762f0bb01d14504b178ec328a9a8a

kaushik Parmar 'ustad'

કૃષિ (ખેતી ) વિષયક કાવ્યોનું સંપાદન*

કવિ/લેખક મિત્રો... કૃષિ વિષયક કાવ્યોનું સંપાદન કરવાનું વિચારેલ છે. આપ શ્રી કવિતાના કોઈ પણ પ્રકારનું ખેડાણ કરતા હોય અને આપ પાસે *'કૃષિ/ખેતી વિષયને આવરી લેતું કાવ્ય લખેલ હોય અથવા લખી શકતા હોય* તો ચોક્કસ લખી મોકલો.

*કાવ્ય મોકલો ત્યારે નીચેની બાબતોમાં સહકાર આપશો*

1) તમારું કાવ્ય ખેતી વિષયક હોય. ખેતીના કોઈ પણ પાસાને આવરી લેતું હોવું જોઈએ, પશુપાલન પણ ખેતી સાથે જોડાયેલ છે.

2) કાવ્ય ભાષાની દ્રષ્ટિએ યોગ્ય હોય, જોડણીદોષ કે ભાષાકીય ભૂલો જાતે જ જોઈ સુધારી મોકલવી. 

3) કાવ્ય મોકલો ત્યારે..

નામ :
સરનામું:
ટૂંકો પરિચય 
વિશેષ ઉપલબ્ધી
ફો. નંબર
ઇમેઇલ 
કાવ્ય
( એક ફોટો )

આ મુજબ મોકલશો.

4) તમારું કાવ્ય *કૌશિક પરમાર 'ઉસ્તાદ'* ના વ્હોટ્સ એપ નંબર *9722191949* પર *26 જાન્યુઆરી 2021 સુધીમાં મોકલી આપી સહકાર આપશો.

5) કાવ્ય મોકલો છો ત્યારે કાવ્યનો જે પ્રકાર છે તે મુજબ તેના યોગ્ય બંધારણમાં હોવું જરૂરી છે. એ ચાહે સોનેટ, ગીત, ગઝલ, હાઈકુ કે અન્ય કોઈ પ્રકાર હોય પણ એના ચોક્કસ બંધારણમાં જ હોય તો અને માત્ર તો જ સ્વીકારવામાં આવશે. ટૂંકમાં તમારું કાવ્ય યોગ્યતાના ઘોરણે સ્વીકારવામાં આવશે જે સર્જકની કુતિ પર પંસદગી ઉતારવામાં આવશે એ સર્જકને જાણ કરી દેવામાં આવશે.

6) કૃષિ વિષયક *અન્યભાષામાં લખાયેલ કાવ્યોના અનુવાદ* કોઈ કવિ દ્વારા કરવામાં આવેલ હોય તો મૂળ કવિની કવિતા, મૂળ કવિની માહિતી પણ મોકલવી. જેથી અનુવાદ કરનાર કવિ અને મૂળ કવિને પુરી ક્રેડિટ આપી શકાય. 
(અહીં અન્ય ભાષા એટલે ભારતીય જ નહીં પણ વિશ્વની કોઈ પણ ભાષાના કૃષિ કાવ્યનો અનુવાદ આપે કર્યો હોય એવી કવિતા)

7) આ કાર્ય આપણા સહુનું છે એટલે તમામ મિત્રો સહકાર આપે એ જ મોટી સાહિત્ય સેવા છે. લેખન સાથે જોડાયેલા મિત્રો ચોક્કસથી કાવ્ય મોકલશો. 

*આપ સહુના સહકારની અપેક્ષાસહ*

કૌશિક પરમાર ' ઉસ્તાદ '

©kaushik Parmar 'ustad' #shayri #kavita #Kheti #krushi #gujarati #gujarat 

#mountainday
loader
Home
Explore
Events
Notification
Profile