Find the Latest Status about dadi maa nuskhe gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, dadi maa nuskhe gujarati.
neel
green-leaves જે મહીં વસેલો છે શોધું હું તેને કંકણ પત્થરમાં તલાશ ખુદની પછી કેમ થાય પુરી જીવતરમાં પડે છે નઝર જયાં ત્યાં થાય છે અનુભવ એનો ઘડીકમાં દેખાય ને થાય અલોપ હરેક અવસરમાં કરૂં છું પ્રયાસ કે તે ઘટવાસી સમજે મારા મૌનને પણ ખુદ ના કર્મ થકી હું નડુ છું ખુદને નડતરમાં ભીતર પર્વત પડ્યો અહંકાર નો મારી ધારણાથી ક્યાંથી મળે ધારા અમૃતમય મારા આ ઘડતરમાં કાશ થઈ જાય પુરી ભટકન હવે એક જ જાટકે શૂન્યતા થી જાઈને પરે મળે સ્થિરતા કૈ અંતરમાં આ મારા અંતર માં બહુ શોરબકોર છે સન્નાટાનો મળે ખરી શાંતિ કોઈ વિરલાને કઈક મનવંતરમાં શ્વાસની આવજાવ વચ્ચે રહી જાય છે ખાલીપો નિલ એ જ મારગથી તું ઉતરી જા હવે ભીતરમાં ©neel #GreenLeaves #gujarati #kavita #Life
#GreenLeaves #gujarati #kavita Life
read moreneel
Unsplash ના દર્દ છે હવે કોઈ ખુશીઓથી ના તો ખુશીઓથી પણ કોઈ દર્દ છે બહુ જ લાચાર બનાવી નાખ્યો છે જિંદગીએ મને.... ©neel #Book #Shaayari #gujarati #Life
neel
White એમ ખાલી તપથી સગપણ ના પુછો. કેમ વિસ્તર્યો મુજમાં છે રણ ના પુછો. પગ તળે છૂંદે છે મારા અસ્તિત્વને, છે કશાયોના એ તો ધણ ના પુછો. આ કદમ ચાલે તો છે ઉત્સાહથી, તે છતાં શાને છે અડચણ ના પુછો. કશુંય હોતું પણ નથી ધાર્યા જેવું, હું નથી શાને હું? કારણ ના પુછો. છળ કપટની વાત સમજણથી કરું, દાવ લાગ્યા ખુદના એ ક્ષણ ના પુછો. ચૂપકીદી નીલ સારી તો નથી. કંઠમાં ધર્યા વિષના મારણ ના પુછો. - નીલમકુમાર બુધ્ધભટ્ટી (નીલ) ©neel #sad_quotes #gazal #gujarati #life
#sad_quotes #gazal #gujarati life
read moreप्रकाश " प्रिये"
શબ્દાંજલિ ભેંકાર ઘરનાં ઓરડે, ના હાજરી તારી રહી; તારા વિયોગે જીવવું, મા એજ લાચારી રહી. એજ પળદા ને એજ બારી, એજ અલમારી રહી; અદલો-અદલ એ છે બધું, ના માવડી મારી રહી. આશિષ રૂપે તારા મને, સુખ છે મળ્યું સો વાતનું; કોને કહું? પણ તે છતાં, દુનિયા હવે ખારી રહી. અશ્રુ ભરેલી મે દીઠી, હર આંખ તુજને જાણતી; સંઘર્ષમાં પણ તે ઘસેલી, જાત અણધારી રહી. દુઃખ હો ભલે મેરુ સમું, વખત વિસરાવે છે, ખરું? ભૂલાય ના મમતા કદી, પાંપણ સદા ભારી રહી. બાને હતું શું? સૌ પૂછે, ચાલી ગઈ ચૂપચાપ તું! વાત કરવાને જગતને તો ફક્ત બીમારી રહી. સગપણ બધા તારા થકી, તું હેતની તાકાત મા; પરિવારને સદ્ભાવથી તું, બાંધતી દોરી રહી. નિઃસ્વાર્થ તારો પ્રેમ પામ્યો, ધન્ય મારું આયખું; ઋણ ચૂકવી શું શકું? મા, તું સંત ઉપકારી રહી. પાછી તને જોઈ શકું ના, લાખ વાના છો કરું!; સ્મિતે મઢેલી આખરી,"પ્રિયે" છબી પ્યારી રહી. ©प्रकाश " प्रिये" #Fire ગુજરાતી કવિતા Nîkîtã Guptā Pradeep Soni Andy Mann ɴᴀᴅᴀɴ_______ᰔᩚ________√ RR Singh #maa #gujarati #gazal
daksh
White હું સોય છું તો દોરો બની ને તું જોઈએ છે મારા જીંદગી ના કાપડ ના ફાટી ગયેલી ખુશીઓને સાંધવા તું જોઈએ છે... . . . ©daksh #Sad_Status #ગુજરાતી #gujarati
#Sad_Status #ગુજરાતી #gujarati
read more