Find the Latest Status about gazal 5000 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gazal 5000.
neel
New Year 2024-25 એક શમણું પાપણે આવી ઉભું છે, મારું બચપન આંગણે આવી ઉભું છે. શોધ ચાલી ખુદની ખુદમાં જીંદગીભર, કોણ છે! જે બારણે આવી ઉભું છે! શ્વાસ રૂંધાયા ને નાડી છે બટકતી, મોત આજે ટાંકણે આવી ઉભું છે. આવ જા જીવનની અવિરત ચાલવાની, જન્મ નવતર પારણે આવી ઉભું છે. ડૂબશે તોફાન ક્યાં આવી કિનારે! જ્યાં સમંદર ઢાંકણે આવી ઉભું છે. - નિલમકુમાર બુધ્ધભટ્ટી ©neel #NewYear2024-25 #gazal #gujarati #life
#Newyear2024-25 #gazal #gujarati life
read moreneel
Unsplash રોજ વધતાં રણની ચર્ચા ના કરો, રેતના સગપણની ચર્ચા ના કરો. આવ જા છે ખાલી શ્વાસોની અહીં, આવતી અડચણની ચર્ચા ના કરો. આયનો મોફટ ઘણું ચોખ્ખું કહે, બસ હવે ઘડપણની ચર્ચા ના કરો. જળ ને મૃગજળમાં તફાવત હોય છે પ્યાસ છે સમજણની, ચર્ચા ના કરો. શોધ ચાલે છે આ શેની ભીતરે? કોણ છે એ! જણની ચર્ચા ના કરો. ધાર્યું એવી જાત પણ હોતી નથી, નીલ બસ કારણની ચર્ચા ના કરો. - નિલમકુમાર બુધ્ધભટ્ટી ©neel #snow #gazal #gujarati #Life
neel
White એમ ખાલી તપથી સગપણ ના પુછો. કેમ વિસ્તર્યો મુજમાં છે રણ ના પુછો. પગ તળે છૂંદે છે મારા અસ્તિત્વને, છે કશાયોના એ તો ધણ ના પુછો. આ કદમ ચાલે તો છે ઉત્સાહથી, તે છતાં શાને છે અડચણ ના પુછો. કશુંય હોતું પણ નથી ધાર્યા જેવું, હું નથી શાને હું? કારણ ના પુછો. છળ કપટની વાત સમજણથી કરું, દાવ લાગ્યા ખુદના એ ક્ષણ ના પુછો. ચૂપકીદી નીલ સારી તો નથી. કંઠમાં ધર્યા વિષના મારણ ના પુછો. - નીલમકુમાર બુધ્ધભટ્ટી (નીલ) ©neel #sad_quotes #gazal #gujarati #life
#sad_quotes #gazal #gujarati life
read moreVIIKAS KUMAR
LDD Bioscience Tone Max 5000 Drop might support maintaining physical and sexual health. It is an ideal source of minerals, herbs and antioxidants. They help with energy, tension, anxiety, and weariness and naturally increase vigour and vitality. ©VIIKAS KUMAR LDD Bioscience Tone Max 5000 Drop
LDD Bioscience Tone Max 5000 Drop
read more