Find the Latest Status about mantena madhu from top creators only on Nojoto App. Also find trending photos & videos about, mantena madhu.
'મધુ'
તમે જ છો મારાં હાર્દ ની વ્યથા ને, જાણનાર તો તમે જ છો. મારાં શબ્દો ની મૂંઝવણ ને ઉકેલનાર તો તમે જ છો. મારી આંખો ની ભાષાને, વાંચનાર તો તમે જ છો. મારી મૌન ભરી લાગણી ને, સમજનાર તો તમે જ છો. મારાં ગરમ ગુસ્સા ને, ટાઢક આપનાર તો તમે જ છો. હું છું વહેતી નદીને મને, આવકારનાર દરિયો તો તમે જ છો. મારાં હોઠોનું, તરંગીત સ્મિત તો તમે જ છો. મારાં અઢળક પ્રેમનાં , હકદાર પણ તમે જ છો. ©'મધુ' #Madhu @Madhu
'મધુ'
જન્મ થયો જેલમાં ને, છોડ્યા માતા - પિતા, કોઈ તો પૂછો મારા કાનાને જઈને કે દુઃખ કોને કેવાય! યમુનાના સહકાર થી પહોંચ્યા પાલક માતા- પિતા ની પાસ , કોઈ તો પૂછો મારા કાનાને જઈને કે દેવકી, વાસુદેવથી છુટા થવાનું દુઃખ કોને કેવાય! @Madhu મામા જેના હોય મોતનો પોકાર, માથે નાચે મોર ની જેમ, કોઈ તો પૂછો મારા કાનાને જઈને કે સગા નો વધ કરવાનું દુઃખ કોને કેવાય! રાધા ના પ્રેમમાં તરબોળ, એકમેક થઈને એકબીજાના મન માં વસેલા, કોઈ તો પૂછો મારા કાનાને જઈને કે પોતાના હર્દય થી દૂર જવાનું દુઃખ કોને કેવાય! સાત જન્મોના બંધન થી બંધાયા રુકમણી સાથે , ને લાજ રાખી સોળ હજાર કન્યાની, કોઈ તો પૂછો મારા કાનાને જઈને કે સહનશક્તિ કોને કેવાય! ©'મધુ' #Madhu @Madhu
'મધુ'
एक ही रंग में सारे रंग है तेरे, तू है तो मैं हूं इस जग मैं तेरे। @Madhu एक ही ब्रमाण्ड सारे ग्रह है तेरे, तू हैं तो सांस है मेरी इस जग मैं तेरे। ©'મધુ' #Madhu @Madhu
'મધુ'
ચાલને...... એકાંતમાં મળીને મન ને મનાવી લઈએ, ચાલને અધૂરી વાતોને પૂરી કરી લઈએ. @Madhu વીતી ગયેલ એ ક્ષણો ને ફરી જીવી લઈએ, ચાલને અધૂરી વાતોને પૂરી કરી લઈએ. વગર વરસાદે લાગણીમાં ભીનાં થઇ ફરી રડી લઈએ, ચાલને અધૂરી વાતોને પૂરી કરી લઈએ. કોરાં રસ્તે ફોરા બનીને ફરી વરસી લઈએ. ચાલને અધૂરી વાતોને પૂરી કરી લઈએ. ભરબપોરે લાલઘૂમ તડકામાં ફરી એકબીજાને મનાવી લઈએ, ચાલને અધૂરી વાતોને પૂરી કરી લઈએ. ©'મધુ' @Madhu #Madhu
'મધુ'
માતૃત્વ મારાં ભીતર રહેલાં વહાલને વરસાવવા મારા મન ને વધુ સંવેદનશીલ કરવા આપણે આપણો એક અંશ ઝંખતા હતા. ઊગ્યો સૂરજને આવ્યો અજવાશ નો દિન, ફૂટ્યું બીજ ને પાંગર્યો બાળ મારી કોખે. શરૂના દિનો લાગ્યા બહુ કઠિન ને તન ગયું સુકાઈ, આવ્યો એક મીઠો સ્વર ધીરેથી, બોલ્યું બાળ હું છુ મા તારા કોખે. મા બની ભાવુક ને વેઠ્યા બધા કષ્ટ, વિકસવા દીધો બાળ જે બન્યો સંસારના બાગ નો મહેકતો છોડ. ધીમે ધીમે સમય સાથે વિકસતો રહયો ગર્ભ ને મા ની આતુરતા વધતી રહી. સિંચ્યા ગર્ભ જ્ઞાન,ને ગીતા પાઠ, બન્યો પરિપક્વ ગર્ભ સમજણ ને પાર, આપ્યા સદવિચારો અપરંપાર. ©'મધુ' #Madhu
'મધુ'
સમાજ વ્યકિત નું વ્યક્તિત્વ,વર્તન કે વ્યવહાર નહિ! પરંતુ બીજા દ્રારા કરવામાં આવેલું વર્ણન સાંભળીને વર્તે છે. ©'મધુ' #Madhu
Suneel Nohara
मधु जी, आपका बहुत-बहुत धन्यवाद thank you so very much ©Suneel Nohara Madhu,