Nojoto: Largest Storytelling Platform

New gujarati prem kavita Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarati prem kavita from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

Dhruv Solanki

આજ મળ્યા ને ત્રણ વરસ થયાં હવે, ચોથું સાલ મુબારક !
મારી મંઝિલે હું પહોંચી ગયો છતાંય, એ રાહ મુબારક !

બધા માં ભળી ને પોતાને પામ્યો હોઉં, એટલા તાસ મુબારક !
જેટલાં બાકી વધ્યા હોય એટલા, મને વ્હાલ મુબારક !

અડોઅડ રહી પણ સ્પર્શી ના શક્યા, એ બધા રાઝ મુબારક !
ભીંજાયા પછી પણ કોરા રહ્યા હોય, તો ભાગ મુબારક !

દા'ડે આવી હોય ને હાંજેય આવી હોય, તો એ યાદ મુબારક !
આંસુ વહી ને તકિયા'ય પલળ્યા હોય, બધી રાત મુબારક !

દિવસો તો સારા જ જાય છે રોજ, મન ને રોજમોજ મુબારક !
કામ સુખ સહુ માણી લીધા બસ, હવેથી મોક્ષ મુબારક !
 
ધ્રુવ ! કવિતા તો લખાતી રેશે, તને તારો જ સાર મુબારક !
ધ્યેય ભુલાઈ નય કદી, બસ એટલી જ વાત મુબારક !

©Dhruv Solanki #snowpark #Gujarati #prem #kavita #poet #Poetry

chetan vegad

અને પછી બીજો દિવસ થાઈ એ જરૂરી નથી.... #chetanvegad #ankhokaoyar #LoveStory #ankhe #pyar_ke_alfaz #pyarkajaadu #gujarati #Prem #kavita #પ્રેમ

read more
Love Quotes in Hindi રોજ રોજ લખાઈ એવું જરૂરી નથી,
લાગણી રોજ ભીંજાઈ એવું જરૂરી નથી,

જરૂરી તો એ પણ નથી કે હંમેશા સાથે રહીએ,
પાસે રહી ને જ પ્રેમ થાઈ એવું જરૂરી નથી,

સાક્ષી પૂરે છે એ બાગ બગીચાના વૃક્ષો,
પ્રેમ લોકોની શાક્ષીએ થાઈ એવું જરૂરી નથી,

આંખો મીચીને બેઠો છું હું આંગણે
ખૂલી આંખે જ બધું દેખાઈ એવું જરૂરી નથી,

એ "રાત" આકાશ, ચાંદ, તારા, અને તું, બધું સાથે મળી ગયું,
અને પછી બીજો દિવસ થાઈ એવું જરૂરી નથી,

©chetan vegad અને પછી બીજો દિવસ થાઈ એ જરૂરી નથી....

#chetanvegad #ankhokaoyar #LoveStory #ankhe #pyar_ke_alfaz #pyarkajaadu #gujarati #Prem #kavita

hirpara amit

#છેલ્લોદિવસ #અંતિમ #Prem #kavita #gujarati

read more
આવતી કાલ અંતિમ દિવસ હોય તો આજ ને ખુશી થી ભરી ને દિલ થી માણી લેવાય..
આવતી કાલ અંતિમ દિવસ હોય તો જે લોકો તમારા માટે મહત્વના હતા એમનો આભાર માની લેજો...
આવતી કાલ અંતિમ દિવસ હોય તો સારા વિતાવેલા જીવન ના પળો ની યાદગીરી સાચવી ને સમેટી લેજો..
આવતી કાલ અંતિમ દિવસ હોય તો તમારા સર્જન અને જીવન નો એક ભાગ એવા માં બાપ નો આભાર માની લેજો......
            ઝીંદગી ફરી એક વાર જીવી લેજો... મિત્રો 
                              - A.D HIRPARA  #છેલ્લોદિવસ #અંતિમ #prem #kavita #gujarati

Dhruv Solanki

હું પ્રેમ પુંજ પ્રકાશ નો
તું સત્ય જ્યોતિ જ્ઞાન ની

હું ત્યાગ તપ ઉપાસના
તું કર્મ કરુણા ધ્યાનલિન

હું સહજ સ્વલ્પ સમાનતા
તું નીતિ નિષ્ઠા નિયતિ

હું ધર્મ અર્થ કામ મય
તું મોક્ષ માર્ગ ધામ-નિજ

હું 'પુરુષ' પિંગળ શિવ
તું આધ્ય-શક્તિ પ્રકૃતિજ

©Dhruv Solanki #happypromiseday #kavita #gujarati #Prem #Ardhanareeshwara #Tu #Huanemarivato❤️

Kldp

હસતી વખતે તારા
ગુલાબી ગાલ ફૂલી જાય

છે.
તને હસતા જોઈ અડધી.
દુનિયા પોતાના દુઃખ ભૂલી
જાય છે,
આમ તો હું શરમાઉં છું
કોઈની સુંદરતાનું વર્ણન
કરતા પણ
તારા હોઠોનું સ્મિત
જોઈને મારી શાયરી
ખજાનો પણ ખુલી જાય #prem#gujarati

Kldp

સન્નાટો તારાં હૃદય નો મારુ એકાંત ચીરી જાય છે , જરાં શબ્દો વહાવ મુખ થી તારું મૌન કોરી ખાય છે.. #gujarati#prem

Dhaval Limbani

ક્યારેક નદી , પર્વત , કે પછી કોઇ દરિયાના કિનારે બેસજો...

કેમ કે એના જેવી શાંતિ બીજું કોઈ નહીં આપે....

IG
dhaval_limbani_official #dhavallimbani #Prem #gujarati

Kinjal Pandya

હવે આ યાદોની પણ શું માપણી હોય, 
પ્રેમને મળ્યા પછી લાગણી ક્યાં આપણી હોય!

થઈ ગયા હવે મારા શ્વાસ જ જોને એના, 
પછી આ નાનકડા દિલ ની શું સાચવણી હોય!

- કુંજદીપ. #Gujarati #Prem #Radhakrishnan

Kldp

પ્રેમ પણ કરે છે અને મારા થી દૂર પણ ભાગે છે,
આ રીત,રીવાજ ને સંસ્કાર મને આજે પણ નડે છે #gujarati#prem#pyar

Kldp

સમય અને યાદોને વર્ષો સાથે ક્યાં સંબંધ છે,તારા ગયાની
એ ક્ષણ હજુ પણ હૃદયમાં અકબંધ છે !! #gujarati#prem#virah
loader
Home
Explore
Events
Notification
Profile