Find the Latest Status about std 6 gujarati sem 2 kavita from top creators only on Nojoto App. Also find trending photos & videos about, std 6 gujarati sem 2 kavita.
teachershailesh
Zarna dayma
Dhruv Solanki
White હું વિન્ધ્ય ની પાળે બેસીસ તું રેવા ની ધારે આવજે, હું વર્ષો થી તરસ્યો રહીશ તું એક જ ઘૂટે ધરાવજે. હું બેઠેલો હોઈશ તું હર્ષ ની હેલી લાવજે, મારા મન-મેલ ધોઈ આતમ માં ભીંજાવજે હું ત્યાં જ હોઈશ તું સ્પર્શ ની લ્હેરખી લાવજે, હું કુવા નો માણહ તું ઝરણાં થી મલાવજે હું બેઠેલો જ હોઈશ તું શૌર્ય નો સુરજ લાવજે, ને અંતરકપાટ માં પ્રકાશ-પુંજ રેલાવજે હું ત્યાં જ હોઈશ તું ધરતી માં ઢાળ લાવજે, જનમ થી આળસુ છું જરા શક્તિ-સંચાર કરાવજે હું પોહ્ચી ને ક્યાં પોહ્ચીશ તું છેલ્લે આકાશ બની ને આવજે તું પરમેશ્વર, હું પૂજ્યા કરીશ તું હૈયે ૐકાર ગુંજાવજે ©Dhruv Solanki #Night love #Love #kavita #Gujarat #gujarati #Druv
Rahul Makwana (Author)
Rahul Makwana (Author)
Zarna dayma
એટલી ઊંચાઈ પર તું ના પહોંચ, કે મિત્રોને મદદનો હાથ લંબાવી ના શકે! અહમના નશામાં ચૂર થઈને ના ફર, કે ઈશ્વરને પણ શીશ ઝુકાવી ના શકે! ઘણાંને કર્યા હશે ભૂલવા પર મજબૂર તેં, જા, તું પણ કોઈ એકને ભુલાવી ના શકે! વ્યવહાર જ કર્યો જીવનભર સંબંધોમાં, છેલ્લા શ્વાસે કોઈને પ્રેમ જતાવી ના શકે! ભૂતકાળનો બોજો ખભે લઈને ચાલ્યો જે, આંખોમાં ભવિષ્યના સપનાં સજાવી ના શકે! તમે કોઈ પણ કેમ ના હો', હિંમત રાખો એટલી, તમારી આંખોમાં આંખ નાખી કોઈ ડરાવી ના શકે! ©Zarna dayma કોઈ ડરાવી ના શકે!🔥#Tulips #gujarati #kavita #Poetry #Friend
VADRA KRISHNA
*చెప్పుడు మాటలు విని తొందరపాటుగా నీ నిర్ణయాలను మార్చుకోవద్దు. *పదివేల సత్యాలకంటే"భ్రమ"నమ్మశక్యంగా"ఉంటుంది. ©VADRA KRISHNA *(2)అలెగ్జాండర్ పూస్కిన్(రష్యన్ కవి)6/6/1799-10/2/1837
Dhruv Solanki
આજ મળ્યા ને ત્રણ વરસ થયાં હવે, ચોથું સાલ મુબારક ! મારી મંઝિલે હું પહોંચી ગયો છતાંય, એ રાહ મુબારક ! બધા માં ભળી ને પોતાને પામ્યો હોઉં, એટલા તાસ મુબારક ! જેટલાં બાકી વધ્યા હોય એટલા, મને વ્હાલ મુબારક ! અડોઅડ રહી પણ સ્પર્શી ના શક્યા, એ બધા રાઝ મુબારક ! ભીંજાયા પછી પણ કોરા રહ્યા હોય, તો ભાગ મુબારક ! દા'ડે આવી હોય ને હાંજેય આવી હોય, તો એ યાદ મુબારક ! આંસુ વહી ને તકિયા'ય પલળ્યા હોય, બધી રાત મુબારક ! દિવસો તો સારા જ જાય છે રોજ, મન ને રોજમોજ મુબારક ! કામ સુખ સહુ માણી લીધા બસ, હવેથી મોક્ષ મુબારક ! ધ્રુવ ! કવિતા તો લખાતી રેશે, તને તારો જ સાર મુબારક ! ધ્યેય ભુલાઈ નય કદી, બસ એટલી જ વાત મુબારક ! ©Dhruv Solanki #snowpark #Gujarati #prem #kavita #poet #Poetry