Nojoto: Largest Storytelling Platform

New gujarati love story in gujarati language Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarati love story in gujarati language from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

Priya Jain

my story... in very shortest language... #Gif

read more
Koi kisi ko chidhane m mast hai... 
Koi kisi ko rijhane m mast hai.. 
aur Hamari to dastaan hi alag hai... Janaab.. 
ham Jis se mohhabat karte hai.. 
wo Apne kuchh alfazon ko nibhane m mast hai... 
 #gif my story... in very shortest language...

Jayadeb Digal

school love story in Odia language ❤️❤️❤️

read more

Mix Moj

love Gujarati stetas story.... #gujarati Love #TikTok #istagramsardegna #stetas #शायरी

read more

Zarna dayma

બનીએ..

હું છું સવાર ને તું એક રાત,
બંને મળી સાંજ બનીએ..

હું છું દીપક ને તું એક જ્યોત,
બંને મળી પ્રકાશ બનીએ..

હું છું કલમ ને તું એક કાગળ,
બંને મળી ઇતિહાસ બનીએ..

હું છું કાયા ને તું એક આત્મ,
બંને મળી એકજીવ બનીએ..

હું છું સુર ને તું એક તાલ,
બંને મળી સરગમ બનીએ..

હું છું ભોમ ને તું એક ગગન,
બંને મળી સૃષ્ટિ બનીએ...!

- ઝરણા દાયમા ✍️ #Love #Nojoto #story #gujarati #Poetry

Vaishika Kadia

સમય for poemhappinessfeel positivelove for gujarati language #Thoughts

read more

Riyansh

કોઈ મંજિલ નો હું મુસાફર નથી
અંતે તો મારે રાખ થવાનું છે,
બવ મોહ માયા ના શોખીન રહ્યા ,
અંતે બધું અહીંયા જ રહેવાનું છે.

©Riyansh #jindgi #Love #story #SAD #poem #gujarati #story 

#standout

Zarna dayma

Girl quotes in Hindi હું  છું  એક  ચમકતો  હીરો,
પણ મને કોઈ તરશનાર નથી..

હું   છું   એક   સુંદર   ફૂલ,
પણ મને કોઈ જોનાર નથી..

હું છું એક અદ્ભુત લખાણ,
પણ મને કોઈ વાંચનાર નથી..

હું છું એક  અણમોલ અવાજ,
પણ મને કોઈ સંભાળનાર નથી..

હું   છું   એક   ભટકતી   રાહી,
પણ મને કોઈ માર્ગ બતાવનાર નથી..

હું  છું   એક   ગહન   વિચાર,
પણ મને કોઈ સમજનાર નથી..

હું  છું   એક   મરતી   આશા,
પણ મને કોઈ બચાવનાર નથી..

હું  છું  એક   ડૂબતું   જીવન,
પણ મને કોઈ ઉગારનાર નથી..

- ઝરણા દાયમા✍️ #Nojoto #story #Life #Love #gujarati #Poetry

Zarna dayma

ખ્યાલ છે એ વાત નો ક્યારેય ઝઘડો થાય જો,
ક્યાંય મન  રાચે નહીં ને ઊંઘ  પણ આવે નહીં!

- ઝરણા દાયમા✍️ #alone #Nojoto #story #Love #Life #gujarati

Zarna dayma

હવામાં તું, ફિઝામાં તું,
વૃક્ષોની આ ઘટામાં તું.

નદીઓમાં તું, ઝરણાંમાં તું,
પાણીના ઊંડા સાગરમાં તું.

મનમાં તું, ને તનમાં તું,
મારી તો રગેરગમાં તું.

ભૂમિ પર તું, ગગનમાં તું,
મારી ભીની યાદોમાં તું.

અત્ર તું અને તત્ર તું,
અત્ર-તત્ર જ નહિ સર્વત્ર તું.

કાગળમાં તું, કલમમાં તું,
મારા દરેક શબ્દોમાં તું.

જાગતાં તું ને સૂતાં તું,
અને સપનાંઓમાં તું.

જીવનમાં તું, મૃત્યુમાં તું,
મારી અંદર ભીતરમાં તું.

- ઝરણા દાયમા✍️ #Love #Nojoto #story #writing #gujarati #Poetry

Zarna dayma

યાદ આવે મને આપણું મિલન..
કેવું  હતું  એ અદ્ભુત  મિલન..

અભ્ર  નીલુંને  ધરતી  ભીની,
વરસાદ માં એ પહેલું મિલન..

કણકણમાં વ્યાપી રહ્યોતો પ્રેમ,
તારું  ને   મારું  એવું   મિલન..

અનિમેષ આંખે જોઈ રહ્યા,
આવું હતું એ સુંદર  મિલન..

આમ ક્યાં જતા રહ્યા છો તમે?
આવો તો થાય આપણું મિલન..

એવી ઘડી, એવી જ ક્ષણ,
ક્યારે    થશે    પુનઃમિલન..

વાટ  જુએ છે  મારા નયન,
ક્યારે  થશે આપણું મિલન?

- ઝરણા દાયમા✍️ #Love #Nojoto #story #writing #gujarati #Poetry
loader
Home
Explore
Events
Notification
Profile