Find the Latest Status about diffrence between nazm gazal shayri nd gavita 0 from top creators only on Nojoto App. Also find trending photos & videos about, diffrence between nazm gazal shayri nd gavita 0.
neel
New Year 2025 એમ ના સમજો કે મારી વાતમાં દમ નથી, પ્રેમના રોકાણમાં શું કાઇ જોખમ નથી! શું નશો છે એ અદાનો એ ન પૂછો મને, બેખુદી મારી કહું એ મયથી કૈં કમ નથી. રોગ છે એ ને કહો તો એ દવા પણ હવે, નામની મ્હોબત હતી એનો હવે ગમ નથી. સાથ હો કે ના હો કાંઈ ફેર પડતો નથી, ધાવ નાસૂર થ્યા ને મળતો કોઇ મરહમ નથી. રતજગામાં નામ લેવાયો મહોબત થકી, જાગતી રાતોની આજે કોઇ મોસમ નથી. આંખ આજે ના મળાવે નીલ એ ના સહી. હું નથી દિલમાં સનમ એ વાતમાં દમ નથી. - નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel #Newyear2025 #gazal #gujarati #life #Love
#Newyear2025 #gazal #gujarati life Love
read moreneel
Unsplash આ જે એકલતા છે એનો ઈલાજ તો મળે! ગીરવે છે લાગણીઓ પણ વ્યાજ તો મળે! ડર શું પીવાઈ જવાનો મૃગજળને પણ હશે? ઝાંઝવાઓ પણ પી જાઈએ, પ્યાસ તો મળે! વાત મોભમમાં કહે તો છે સાવ ખાનગી, પણ સમજવાને બધી વાતો ક્યાસ તો મળે! મૌન ભીતરનું હવે ગૂંગળાઈ ના જાય બસ, ચૂપકેથી સાંભળે, કોઈ પાસ તો મળે! થાય તો ઈશને કહી દવ નામંજુરી હવે, એમ એના કામમાં કોઈ કચાસ તો મળે! બારણું પણ ખટખટાવી રહ્યું છે અતીત , હું કદમની પામુ આહટ, આભાસ તો મળે! નમતું મૂકીએ ખરા સંબંધને ખાતર જરા, આંખમાં પણ શે', શરમ કોઈ લાજ તો મળે! નીલ તારું હોવું ના હોવું સરખું સમજજે, ક્ષણ ખરી હોવાપણાની પણ ખાસ તો મળે! - નિલમકુમાર બુધ્ધભટ્ટી "નીલ" ©neel #leafbook #gazal #gujarati #Life #Anubhav
neel
New Year 2024-25 એક શમણું પાપણે આવી ઉભું છે, મારું બચપન આંગણે આવી ઉભું છે. શોધ ચાલી ખુદની ખુદમાં જીંદગીભર, કોણ છે! જે બારણે આવી ઉભું છે! શ્વાસ રૂંધાયા ને નાડી છે બટકતી, મોત આજે ટાંકણે આવી ઉભું છે. આવ જા જીવનની અવિરત ચાલવાની, જન્મ નવતર પારણે આવી ઉભું છે. ડૂબશે તોફાન ક્યાં આવી કિનારે! જ્યાં સમંદર ઢાંકણે આવી ઉભું છે. - નિલમકુમાર બુધ્ધભટ્ટી ©neel #NewYear2024-25 #gazal #gujarati #life
#Newyear2024-25 #gazal #gujarati life
read moreneel
Unsplash રોજ વધતાં રણની ચર્ચા ના કરો, રેતના સગપણની ચર્ચા ના કરો. આવ જા છે ખાલી શ્વાસોની અહીં, આવતી અડચણની ચર્ચા ના કરો. આયનો મોફટ ઘણું ચોખ્ખું કહે, બસ હવે ઘડપણની ચર્ચા ના કરો. જળ ને મૃગજળમાં તફાવત હોય છે પ્યાસ છે સમજણની, ચર્ચા ના કરો. શોધ ચાલે છે આ શેની ભીતરે? કોણ છે એ! જણની ચર્ચા ના કરો. ધાર્યું એવી જાત પણ હોતી નથી, નીલ બસ કારણની ચર્ચા ના કરો. - નિલમકુમાર બુધ્ધભટ્ટી ©neel #snow #gazal #gujarati #Life
neel
Unsplash એમ કીસ્સા કૈક અણધાર્યા બને છે. સાદ પણ ક્યારેક ભણકારા બને છે, સાવ ખાલી છે ગગન મારી નજરમાં, તે છતાં વિજળીના ચમકારા બને છે. વાદળો ગાજી રહ્યા યાદોના એની, આંખ છલકાશે હવે વર્તારા બને છે. સાવ પોતીકું સમજશો ત્યાં જ જોજો, અંતમાં સગપણ તે નોંધારા બને છે. એમ શીતળતા વસંતી ક્યાં મળે છે? ખીલતા ફૂલો જ્યાં અંગારા બને છે. રાહ કોઈ ક્યાંક જોતું પણ હશે શું? કોણ અંગત, ખાસ ને પ્યારા બને છે! નીલ એના મૌનનું પરિચય શું આપે? જ્યાં સમય જોઈને સૌ સારા બને છે. નિલમકુમાર બુધ્ધભટ્ટી ©neel #camping #poetry #gazal #gujarati #life
neel
White એમ ખાલી તપથી સગપણ ના પુછો. કેમ વિસ્તર્યો મુજમાં છે રણ ના પુછો. પગ તળે છૂંદે છે મારા અસ્તિત્વને, છે કશાયોના એ તો ધણ ના પુછો. આ કદમ ચાલે તો છે ઉત્સાહથી, તે છતાં શાને છે અડચણ ના પુછો. કશુંય હોતું પણ નથી ધાર્યા જેવું, હું નથી શાને હું? કારણ ના પુછો. છળ કપટની વાત સમજણથી કરું, દાવ લાગ્યા ખુદના એ ક્ષણ ના પુછો. ચૂપકીદી નીલ સારી તો નથી. કંઠમાં ધર્યા વિષના મારણ ના પુછો. - નીલમકુમાર બુધ્ધભટ્ટી (નીલ) ©neel #sad_quotes #gazal #gujarati #life
#sad_quotes #gazal #gujarati life
read moreAman
White Ab mere paas bees din hain bas, Kya kahun, raah-e inteqal me hun, Zinda machli hun, or Jaal me hun, ik mahine se Aspatal me hun, Ab yahi aakhiri thikaana hai, Is thikaane me charpai hai, Ek udhdi hui rajai hai, Dhyan rkhne ko chota bhai hai, Jo meri dekh bhal krta hai, Dil udaas or besahara hai, main wo dariya hu, jo k khara hai, ye jahan tishnagi ka maara hai, sirf matlab se yad karta hai, Din guzarta hai chidchidate huye, raat kat,ti hai badbadate huye, Badbadane me ho gai hai subah, Din ab unnis rah Gaye hain bas.... ©Aman #nazm