Nojoto: Largest Storytelling Platform

Best moonsoon Shayari, Status, Quotes, Stories

Find the Best moonsoon Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove quotes with the moon, love quotes with moon, i love you to the moon and back quotes for her, i love you to the moon and back quotes for him, quotes like i love you to the moon and back,

  • 12 Followers
  • 11 Stories

Malvika Chotaliya

Grishma Doshi

❤️❤️ #વરસાદ #moonsoon #firstRain #rainmyfriend #લુચ્ચોવરસાદ‌ #waittomeet #grishmarainpoems #grishmapoems

read more
આવું આવું કહી
તું આગળ પાછળ થાય છે,
તારી આ સંતાકૂકડીની રમત
બસ શરૂ થઈ જાય છે,
વાટ તારી ગ્રીષ્મથી વધુ
કોણ જુએ છે એ તું જાણે છે,
એટલે દર વરસે ભૂલ્યા વિના
તું આવી જાય છે,
તું ઝરમરથી ઝાપટું થાય
કે ધોધમાર અને મુશળધાર થાય,
દર વખતે બસ તારો અણસારો થતાં
આ મન દોડી જાય છે,
ને ગમતું તને પણ આ‌ કે
સમય પહેલા તું નીકળી જાય છે
ને પછી આમ આગળ પાછળ થાય છે. ❤️❤️
#વરસાદ #moonsoon #firstrain #rainmyfriend #લુચ્ચોવરસાદ‌ #waittomeet #grishmarainpoems #grishmapoems

Grishma Doshi

🌦️🌈🌈🌦️ #વરસાદ #moonsoon #rainpoem #rainmyfriend #લુચ્ચોવરસાદ‌ #yqbaba #yqmotabhai #grishmapoems

read more
જાગ રે છોકરી તને અટારીએ દે કોઈ સાદ,
જેની જુએ તુ ક્યારનીયે વાટ.
મા હજી સુરજદાદાની નથી આવી સવારી,
તે કોણ આવ્યું એટલું જલ્દી આ આજ?
તારા સૂરજદાદાને આવ્યાને થઈ ઘણી વાર,
પણ તારા ભાઈબંધને જોતાની સાથ,
સૂરજદાદા જરા પીગળી ગયા આજ.
આવ્યો છે તો રહેશે જ ને હવે, 
મારી નીંદર પૂરી કરી આવું હું જરા વાર.
થોડી ઘડીઓ નીંદર ને પકડી રાખવાની
નકામી કોશિશથી હાર્યા બાદ, હું
પહોંચી અટારીએ એને મળવા ને કાજ.
વર્તાય મને સુરજદાદાનો તાપ, પણ 
ના દેખાય એ મને આસપાસ.
પછી નજર મે કીધી આભની અટારીએ,
ત્યાંય ન દેખાય એની કોઇ નિશાની,
પણ ધરતી પર પકડાણી એના પગલાની છાપ.
નવાઈ ના લાગી આજે પણ મને, કારણ
ક્યારેય ન રોકાતો એ મારા કહેવાથી
કે ક્યારેય ના આવતો મારા બોલાવાથી.
છતાંય એના આવવાની રાહ મને આખું વરસ,
એ જાણતો જીદ્દી, મનમોજી ને નટખટ મેઘલીયો,
એટલે આવતાવેંત કરતો શરૂ એની રમત. 🌦️🌈🌈🌦️
#વરસાદ #moonsoon #rainpoem #rainmyfriend #લુચ્ચોવરસાદ‌ #yqbaba #yqmotabhai #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile