Nojoto: Largest Storytelling Platform

Best આજે Shayari, Status, Quotes, Stories

Find the Best આજે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 69 Followers
  • 234 Stories

Unnati

#Likho #naionalpoetrymonth #ગુજરાતી_કવિતા #આજે

read more

SATYAM PANDIT G

#આજે મને મારું મારું બાળપણ યાદ આવ્યું# 😌 #જીવન

read more

Bhavna Bhatt

#આજે દિવાસો.... #Nonoto #SunSet #કવિતા

read more
*આજે દિવાસો* ૨૮-૭-૨૦૨૨

આજે દિવાસો છે,
આવ્યાં વ્રત ને તહેવારો રે
પધારો ચેહર મા મુજ આંગણે રે.

શિવ પાર્વતીનાં દર્શન કરવા રે,
ગોરના કુવે આવો ભકતો રે
રૂડાં અવસર ઉજવાય રે.

સતની ધજા કેવી સોહાય રે,
ચેહર મા કરાવે લેહર રે
માઈ ભક્ત રમેશભાઈ આશિષ દે રે.

ભાવના પ્રેમે ધરું સુખડી નો થાળ રે,
સાથે પાન-સોપારી મુખવાસ પણ રે,
તૃપ્ત થઈને આશિષ દેજો રે.

સેવકો લળી લળી લાગે  પાય રે,
અરજી સ્વીકારી દર્શન દેજો રે
ભક્તોની તારણહાર ચેહર મા રે..
*કોપી આરક્ષિત*

©Bhavna Bhatt #આજે દિવાસો.... #Nonoto 

#SunSet

Bhavna Bhatt

#આજે ગુરૂપૂર્ણિમા... 2liner #SunSet #Nojoto2liner #કવિતા

read more
*આજે ગુરૂપૂર્ણિમા* ૧૩-૭-૨૦૨૨

આજે ગુરૂપૂર્ણિમા મહોત્સવ છે,
ગોરના કુવે તો  આનંદ અપાર છે.
માઈ ભક્ત રમેશભાઈ નાં
આશિર્વાદ લઈએ ચાલોને
ચેહર મા નાં દર્શન કરી ધન્ય બનીએ
કેવો રૂડો અવસર મળ્યો છે
ચારેકોર આનંદ રેલાય છે
ગુરૂપૂર્ણિમા મહોત્સવની
ભવ્ય ઉજવણી થાય છે,
માઈ ભક્ત રમેશભાઈ 
આશિર્વચન પાઠવે છે
ભાવના નિશદિન ગુણલા ગાય છે
આવો રૂડો અવસર માણીએ રે
માનવ મહેરામણ જોઈને 
ચેહર મા હરખે છે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #આજે ગુરૂપૂર્ણિમા... #Nojoto2liner 

#SunSet

Kumarpal Khadayata

#story

read more
બહુ દિવસે કઈ અપડેટ નથી કરતો  એટલે તું મને ભૂલી જ ગઇ પણ એ સંભાળ જ્યારે તારું કઈ અપડેટ હોય તો પહેલા જ એ જ સમયે તારી જૂની યાદો ને વગોળી લેતો..એ જ સમયે તારી વાતો યાદ કરી ને મન ભરાઈ જતું હતું..અને મન માં જ હસી લેતો  અને આજે તારી યાદો બસ યાદો જ રહી ગઈ..જેમ જેમ સમય બદલાયો તેમ તેમ આપડે એકબીજા ને ભૂલી જ ગયા.. પણ એકબીજા ને ભૂલવું એ પણ જરૂરી જ હતું..અને ભૂલી જ ગયા ને..😊 મારી તો એક આદત હતી શાંત રેહવાની પણ તારી આદતો એ મને આજે એક દમ રંગીન કરી દીધો...life માં કોઈ એવી વ્યકિત આવી જાય એનાથી life રંગીન બની જાય છે..પણ એ રંગીન life માં રંગો ની કમી છે..સાલું લખતાં લખતાં તો પુરી જિંદગી લખાઈ ગઇ ..પણ તારી યાદો હજુ લખવાની બાકી જ રહી ગઈ...
🙂કુમાર😊

Supreme Spirit

read more
ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?

આપ અમારી જોડે રહેજો - ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું?

માફ કરો, અંગુઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું?

વાંકુંસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું?

પરસેવા ની સોડમ લઇ ને પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું?

લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કે' છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું?

આજે અમને દાદ ન આપો કાઈ નહિ,
આજે અમને સાંખી લેજો બીજું શું?

Mayur saisuthar

વાવાઝોડું નથી તો પણ તોફાન કરતા શીખી ગયો છું.....

ટીપા પાણી માટે તરસતો આજે પોતે દરિયો બની ગયો છું.....

મતલબ શબ્દ થી અજાણ આજે પોતે મતલબી બની ગયો છું.....

શરીર પર ઘા નથી પડ્યા બાકી કપાય તો હું પણ ગયો છું.....

Mayur saisuthar

વરસાદી સુગંધ આ મોસમ આજે એટલો રંગીન અને સુહાનો થયો છે,
સૂરજ વાદળ માં છુપાયો લાગે કોઈ નો દીવાનો થયો છે.

જાણે વર્ષો થી રીસાયેલો આ છોડ ફરી હસતો થયો છે,
લાગે આજે આ ફૂંકાતો પવન જાણે વાતો કરી રહ્યો છે.

ભીંજાઈ છે આ ધરતી જાણે એનો થાક ઊતરી ગયો છે,
આ ટહુક્તો મોરલો પણ જાણે પ્રીતમ ને યાદ કરી રહ્યો છે.

ખડખડ વહેતા ઝરણા ને જાણે નવો સંગાથ મળી ગયો છે,
કલરવ કરતા પંખી ને જાણે કોઈક વિશ્વાસ મળી ગયો છે.

દેડકો આજે તળાવ છોડી ખાબોચિયા મા ખુશ થઈ રહ્યો છે,
વાદળ પ્રવાહ જાણે જીવન ની નવી દિશા બતાવી રહ્યો છે.

એકલાપણ ને જાણે ઝરમર ટીપા નો સહારો મળી ગયો છે,
લાગે છે મૌસમ મારા દુઃખો ને ભુલાવી મને હસાવી રહ્યો છે.

Krishna Darji

#પત્ર

read more
પત્ર આમ તો તારા જવાથી કંઈ ફરક નથી પડ્યો, સવારની શરૂઆત એક મેસેજ ને કોલ્સ થી થાય 6 જે પેહલા થતી હતી,બસ એ મેસેજ ને કોલ્સ રોમેન્ટિક ઓછા ને પ્રોમોસનલ વધારે  છે, આમ તો તારા જવાથી કંઈ ફરક નથી પડ્યો, લંચ પેહલાં પણ ટાઈમ સર નહોતું લેવાતું ને આજે પણ નથી જ  લેવાતું, બસ પેહલા અમુક ઠપકા મળ્યાં પછી લંચ કરવા સ્વાદ વધારે આવતો.સાંજ,સાંજ ની ચા અને આપણો એ લાંબો ચાલતો કોલ. કીટલી પર જવાનું એક બહાનું હતું, એક ગરમ ચાય ને ચાય ઠંડી થાય એની થોડી રાહ એજ ફીક્કી ચા નો મસાલેદાર સ્વાદ એ પહેલાં પણ હતું ને આજે પણ છે, બસ એ ફીક્કી મસાલેદાર ચા આજકાલ મનમાં નથી ઉતરતી. આમ તો તારા જવાથી કોઈ ફરક નથી પડ્યો,બસ રાતની વાત થોડી અલગ છે, એ જ late night ચેટિંગ એજ ફ્લટિંગ એજ કન્ફેશન એજ ઝગડા એજ કોલ waiting અને good night કેહતા કેહતા થઈ જાય....અરે good morning આમ તો તારા જવાથી કંઈ ફરક નથી પડ્યો બસ એટલું છે કે આજકાલ મારો અરીસો જરાય બોર નથી થતો.આમ તો તારા જવાથી કંઈ ફરક નથી પડ્યો..ફરક નથી પડ્યો....😇



                                                                                          Krishna ❤ #પત્ર

Krishna Darji

#fate

read more
બદલાઈ જાય છે એ લોકો સમય ની જેમ,જેને હદ થી વધારે સમય આપ્યો હોય,તું ચાલ્યો ગયો પણ તારી વાતો હજી પણ છે,મગજ માં નફરત છે પણ દિલ માં ચિંતા હજી પણ છે,એક ને રડાવીને બીજા ને હસાવી લવ છું,આપણાં બધાં માં  બે માણસ જીવતા હોય છે, એક ચુંબન ની વાત કરે છે,ને બીજો બહાર જે તન છે એની વાત કરે છે,એવું કેમ કરતાં હશે, કન્ફ્યુઝ કરે છે એ યાર,ગુરુર ને મિટાવીને મજબૂરીમાં જીવું છું,ક્યારેક મધ ની વાટકી છોડી ને ઝેર દરિયાનું પીવું છું,કદાચ એટલે મને બધાં ગરીબ કહે છે,કદાચ એટલે એકલતાની વેદના મારા નજીક રે છે,પણ ક્યાંયક તો હશે મારા હોવાની ખુશી જ્યાં હું રહું છું,એટલે જ હું ડાયરીના પન્ના ને રકીબ (કોઈક છોકરી ને એનો બીજો બોય ફ્રેન્ડ આમાં એનો અર્થ એ થાય છે કે પુરી દુનિયામાં તો એને કોઈ ન મળ્યું પણ ડાયરીના પન્ના એતો એને પોતાનું કહ્યું ) કહું છું,જિંદગી ની સવાર બધાં કેછે ને સવાર થી થાય છે, પણ હું કહું છું કે સવાર રાત થીજ ચાલું થઈ જાય છે,એ હું સાબિત કરી શકું છું કંઈક લાઈન દ્વારા ખબર નથી કોણે લખી છે પણ ક્યાંક વાંચી છે એવું યાદ છે,વરસાદ ના એ ટીપાં અવાજ બહું જોર થી કરી ગયાં,હું ઊંઘમાં હતી અત્યાર સુધી,એની આહટ રાત ને સવાર કરી ગઈ, કંઈક તો હતું એનામાં,એમનામાં હતું કે નઈ એ તો ખબર નથી પણ તારામાં હતું,તારામાં એવી ખ્વાઈશ હતું એક બે ટકા પણ એવી ખ્વાઈશ હતી ક યાર હવે બસ થયું આજે રાતે ઊંઘવાનું છે ને સવારે ઉઠવાનું પણ છે, રોઈને ઉઠવાનું નથી,આવું નક્કી કર્યું ને ત્યારે એ રાત સવાર કરી ગઈ,કંઈક તો હતું એનામાં....

 
છેલ્લે કેરમ ની જે કાલી ધોળી કુકરીઓ એ મને વિચારવા પર મજબૂર કરી નાખી,આંગળી ઓને રોકી લીધી ને દિલમાં કાઈ તુફાન જેવું મચાવી ગઈ,એક જ સવાલ કરી ગયું દિલ એ લાંબીચુપ્પી પછી , ફરક જ  શું છે આ કેરમ ની કુકરીઓમાં અને તારામાં ,ક્યારેક તું કોઈ ને ઠુકરાવે છે તો કોઈ તને ઠુકરાવે છે,ક્યારેક તું બીજા ને જીતી જાય છે,તો કયારેય બીજા તારાથી જીતી જાય છે,ખોટું ન લગાડ તને કોઈ એકલું પાડી ગયું આજે તો ભરોસો રાખ પોતાના પર, સમય પર,અને ભગવાન પર,કોઈ ફરીથી આવશે તારા તૂટ્યા દિલને હસતું કરી જશે,કેરમ ની એ કુકરીઓ મને વિચારવા પર મજબૂર કરી ગઈ........


               
                                              


                                                                                                                                                     Krishna ❤ #fate
loader
Home
Explore
Events
Notification
Profile