Nojoto: Largest Storytelling Platform

Best believinginyourself Shayari, Status, Quotes, Stories

Find the Best believinginyourself Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about kharbuje ki bel, krishnakanta ki bel, believing in me meaning, believing in me, bel ke photo,

  • 1 Followers
  • 2 Stories

Grishma Doshi

🧡📙📙🧡 દરેક ડગલું મંઝિલ તરફ હોવું જરૂરી નથી, દરેક ડગલાની મંઝિલ હોવી જરૂરી નથી. #basyunhichalumein #journeywithoutdestination #journeywithyourself #enjoyinglife #beingwithyourself #believinginyourself #gujaratipoems #grishmapoems

read more
ક્યાંય પહોંચવું જરૂરી ના હોય,
ક્યારેક બસ આમ જ
કોઈક નવા રસ્તે નીકળી પડવું હોય,
ને કારણમાં કશું નહીં
બસ તું તારી સાથે હોય. 🧡📙📙🧡
દરેક ડગલું મંઝિલ તરફ હોવું જરૂરી નથી,
દરેક ડગલાની મંઝિલ હોવી જરૂરી નથી.

#basyunhichalumein #journeywithoutdestination #journeywithyourself #enjoyinglife #beingwithyourself #believinginyourself #gujaratipoems #grishmapoems

Grishma Doshi

તું જાણે છે કદાચ આ થઈ શકે છે
આ થઈ શકે છે,
કદાચ તું કરી શકે છે આ
તું કરી લેશે,
લગભગ બધુંય મસ્ત છે
પરંતુ તું ભાગમભાગની રમતમાં વ્યસ્ત છે
પછી લાગે ઘણું ત્રસ્ત છે,
જરા અટક
આ ભરાયેલા શ્વાસને છોડી દે
ને એક નવા શ્વાસને ભરી લે,
કહી જો ખુદને આ થઈ શકે છે
યાદ કરાવ તને તું આ કરી શકે છે,
દોડતા રહેવાની તને છૂટ છે
ને આ દોડ તારી અકળામણથી નહીં
પણ તારી શ્રધ્ધા અને તૈયારીથી ભરપૂર છે,
હવે સામે રણમેદાન નથી
પણ આ મેદાનમાં તારી મનગમતી રમત છે,
જ્યાં હારવું કે જીતવું અંત નથી
બસ જીવનનું હોવું છે,
અને આ એક જ નહીં
તને શોધવા હોય
એટલા અર્થ મળી શકે છે. 🌼📙📙🌼
#life #faith #confidence #believinginyourself #loveyourself #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile