Find the Best ગઝલ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutગàªàª² pdf, ગàªàª² શેર, ગàªàª² શીખવી છે, ગàªàª² હિંદી, ગàªàª² શીખીàª,
प्रकाश " प्रिये"
White અનાયાસે સમી જાયે, નથી એવું દરદ મારું. દવાથી જે મટી જાયે, નથી એવું દરદ મારું. નિહાળી આપને શાયદ અધૂરી ચાહ જાગી છે; વિના કારણ વધી જાયે, નથી એવું દરદ મારું. વિચારી એટલું કાયમ રહું છું મૌન હું વાલમ; શબદમાં જે રજૂ થાયે, નથી એવું દરદ મારું. બની નાકામ છે મદિરા હવે રાહત નહીં આપે; નશામાં ઓગળી જાયે, નથી એવું દરદ મારું. મટે ગર એ મળે અમને નિરાંતે બાથ ભીડીને; જમાનાને જે પોસાયે, નથી એવું દરદ મારું. જુઓને આંખથી નીતરી ગયું છે ગાલને ખરડી; સહન કરતા સહન થાયે, નથી એવું દરદ મારું. મળેલું આ દરદ મુજને તારા સમીપ રાખે છે; "પ્રિયે"થી દૂર લઈ જાયે, નથી એવું દરદ મારું. ©प्रकाश " प्रिये" #good_night 'दर्द भरी शायरी' #ગઝલ
#good_night 'दर्द भरी शायरी' #ગઝલ
read moreप्रकाश " प्रिये"
Unsplash અર્થ માંથી ભાવ ઉભરી જાય તો કવિતા ગમે. લિપિ હૃદયની શબ્દથી સમજાય તો કવિતા ગમે. કાફિયા ઘાયલ કરે ને વિરહમાં પલળે નયન; દિલમાં દફન ઘાવ તાજો થાય તો કવિતા ગમે. વાંચતા બે-ચાર લીટી, કલ્પના ઘેરી વળે; વાંચનારા યાદમાં પટકાય તો કવિતા ગમે. મહેફિલોમાં કેફ ઉતરે, ડગમગે ધરતી ગગન; જામ જ્યારે જામથી ટકરાય તો કવિતા ગમે. જો રહે મન ગુંજતું એની અલૌકિક અસરથી; ચીર કાલીન છાપ છોડી જાય તો કવિતા ગમે. પ્રથમ અમે જે લખેલી પંક્તિઓ તુજ નામ જે; પ્રાસ એવો ક્યાંય પણ વપરાય તો કવિતા ગમે. બે કળી વચ્ચે રહેલા, માણ"પ્રિયે"જો મર્મને; ખોજનારો ખોજમાં ખોવાય તો કવિતા ગમે. 202502071412 ©प्रकाश " प्रिये" #Book #kavita #કવિતા #ગઝલ #ગુજરાતી
प्रकाश " प्रिये"
White વાત કરવી છે. ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગા ફેલતી મોઘમ હવાની વાત કરવી છે. સત્યથી ભિન્ન અફવાની વાત કરવી છે. ડૂબકી દઇ, કોટિ પવિત્ર થ્યા હશે! છો; અમૃત માટે મૃત થવાની વાત કરવી છે. પાપ ધોવા છે, પુણ્ય કર્યા વિના હા; દર્દથી ઘાતક, દવાની વાત કરવી છે. ઘેટિયો પ્રવાહ જાણે ધરમનો મર્મ શું? અંધ પાછળ ચાલવાની વાત કરવી છે. ક્યાં સુધી આવા અનર્થો વેઠશો "પ્રિયે" સમયસર જાગી જવાની વાત કરવી છે. મોતને રાખી નજરમાં, પ્રેમ બાટો બસ; મારે તો મજહબ નવાની વાત કરવી છે. 202502012109 ©प्रकाश " प्रिये" #GoodMorning #ગુજરાતી #ગઝલ #ગુજરાતી_સાહિત્ય #કુંભ
#GoodMorning #ગુજરાતી #ગઝલ #ગુજરાતી_સાહિત્ય #કુંભ
read moreप्रकाश " प्रिये"
દિવસો સુધી ગાગાલગા ગાગાલગા ગાલગાગા ગાલગા દિલમાં દબાવી છે અમે વાતને દિવસો સુધી એકીટશે મે છે નિહાળી વાટને દિવસો સુધી કાયમ મનાવી તડપતી જાતને દિવસો સુધી રાખી છુપાવી ને બધી ચોટ ને દિવસો સુધી પાગલ તમારી ચાહમાં કેટલો વિહવળ થયો સરિતા વહાવી આંખથી રાતને દિવસો સુધી અકબંધ ને જીવંત રાખી સતત છે યાદમાં એ આખરી ઉભળક મુલાકાતને દિવસો સુધી આફત નડી અમને ઘણી રાહમાં તારી "પ્રિયે" હસતા મુખે ટાળી ગયો ઘાતને દિવસો સુધી 202407192257 ©प्रकाश " प्रिये" #GoldenHour શાયરી પ્રેમ યાદ ની શાયરી 'ગુજરાતી શાયરી दीपावली' બેસ્ટ ગુજરાતી શાયરી રોમેન્ટિક શાયરી #ગઝલ #ગુજરાતી_સાહિત્ય #યાદ #પ્રેમ #a #કવિતા
#GoldenHour શાયરી પ્રેમ યાદ ની શાયરી 'ગુજરાતી શાયરી दीपावली' બેસ્ટ ગુજરાતી શાયરી રોમેન્ટિક શાયરી #ગઝલ #ગુજરાતી_સાહિત્ય #યાદ #પ્રેમ #a #કવિતા
read moreप्रकाश " प्रिये"
happy birthday 🎉 🍁Miss Queen👑 नटखटी है चुलबुली है सीधी सादी जलेबी है क्या बखाने हम परी को ना छेड़ो तो ही भली है खून खराबा पसंद उसे तभी पढ़ती डॉक्टरी है भूल नही सकते कभी प्रथम लिपि पर मिली है क्या कहे उसके लिए ट्विस्ट से भरी पड़ी है कभी लगे बहुत प्यारी कभी बाबा सन्यासी है हंसी खुशी का खजाना रुलाती वही सताती है आज बर्थ डे है उनका जो सबको लुभाती है ©प्रकाश " प्रिये" #Her શાયરી હિન્દી Good Night શાયરી શાયરી પ્રેમ શાયરી દોસ્તી #BirthDay #ગઝલ #hindi_poetry #Hindi
#Her શાયરી હિન્દી Good Night શાયરી શાયરી પ્રેમ શાયરી દોસ્તી #BirthDay #ગઝલ #hindi_poetry #Hindi
read moreप्रकाश " प्रिये"
White *શીર્ષક :- શ્વાસમાં જાત મારી ખોજતા તું ઓળખાયો શ્વાસમાં તું છુપાયો છે અને હું પણ છુપાયો શ્વાસમાં પદ પ્રતિષ્ઠા વૈભવ વડે જે શક્યો ના મેળવી શાંતિ એ ભીતર તણી બવ કમાયો શ્વાસમાં ધ્યાન થી આવાગમન ને છું નિહાળું એકલો ત્યાર થી છે ચોતરફ બસ એ છવાયો શ્વાસમાં જે ગતી એ ચાલતા એ ગતી મારી થતી બે વચ્ચેનો ભેદ સૂક્ષ્મ પરખાયો શ્વાસમાં પ્રેમ કેરાં દર્દમાં કાયમ રહ્યો અકબંધ પણ જીવ આ ઘટમાળથી કેવો ઘવાયો શ્વાસમાં સંતવાણી વર્ણવે જે નાદ રૂપી બ્રહ્મને સાંભળી લો ભીતરે એ છે વણાયો શ્વાસમાં સૂરમાં નરસિંહ કબીરના ને મીરાંના નૃત્યમાં એ જ સુરતા મે ધરી"પ્રિયે"જ પાયો શ્વાસમાં ©प्रकाश " प्रिये" #Buddha_purnima બેસ્ટ ગુજરાતી શાયરી યાદ ની શાયરી Hinduism Extraterrestrial life ગુડ મોર્નિંગ શાયરી #ગઝલ #છંદ #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી #કવિતા #આધ્યાત્મિક
#Buddha_purnima બેસ્ટ ગુજરાતી શાયરી યાદ ની શાયરી Hinduism Extraterrestrial life ગુડ મોર્નિંગ શાયરી #ગઝલ #છંદ #ગુજરાતી_સાહિત્ય #ગુજરાતી #કવિતા #આધ્યાત્મિક
read moreDarshana
ચહેરો તારો છે કે દર્પણ , જોવું તેને મને મારી જાત દેખાય છે, ભીની આંખો તારી જોઈ, મન મારુ ભીંજાતુ જાય છે.... जितना जानूँ उतना में खोऊँ, वो चहेरा है या ग़ज़ल कूछ ना जानूँ । #yqmotabhai #yqgujarati #yqbaba #yqdidi #ગુજરાતી #ચહેરો #ગઝલ #YourQuoteAndMine Collaborating with Darshan Pathak
जितना जानूँ उतना में खोऊँ, वो चहेरा है या ग़ज़ल कूछ ना जानूँ । #yqmotabhai #yqgujarati #yqbaba #yqdidi #ગુજરાતી #ચહેરો #ગઝલ #YourQuoteAndMine Collaborating with Darshan Pathak
read more