Find the Best ગુજરાતી_ગઝલ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about'ગુજરાતી शायरी', 'ગુજરાતી हिन्दी english', 'सुविचार ગુજરાતી', हिन्दी বাংলা తెలుగు मराठी தமிழ் ગુજરાતી, 'ગુજરાતી हिन्दी',
Damyanti Ashani✍️
શીખવાડી દે સમય જ દરેકને કે દાવ રમવો તો કેટલો? હ્ર્દયે પાષાણ પાથરવો પડે, એ ઘાવ ખમવો તો કેટલો? ન કર ખોટી જીદ ને નહિતર પડી રે' એકલો ત્યાં તું ટેકરે, શ્વાસ જ કહે!સાંભળી લે તું ધડકન, પહાડ ભમવો તો કેટલો? રોટલા ભેગું કચુંબર, છાશ ને ગોરસ ઘણું ભાવે એ છતાં, શાક ભેગી દાળ ને મીઠાં વગરનો ભાત જમવો તો કેટલો? અગમનિગમ હશે?નજીક જઈ નમસ્કાર કરતાં કાંઇક સાંભળ્યું, રામ જાણે! છે અગોચર, એ અગોચર શબ્દ ગરવો તો કેટલો? અંધકાર છવાય નેપથ્યે,દઉં હું હાથ આડા છે ક્યાં ગજું? ઝળહળ થતો સૂર્ય ઓચિંતો થયો અસ્ત, દીપ ધરવો તો કેટલો? ~Damyanti Ashani #ઝઝર #છંદ #ગુજરાતી_ગઝલ
#ઝઝર #છંદ #ગુજરાતી_ગઝલ
read moreDamyanti Ashani✍️
આંખ કરું હું બંધ અને દેખાય મને તું અર્ચન જેવો, મારા પડછાયામાં દેખાયા કરતો તું દર્પણ જેવો. બાળક રે'વામાં જ મજા છે,ચાહે માનો કે ના માનો; મસ્ત મજાની દુનિયા છે,મધુર મધુર સ્નેહ સમર્પણ જેવો. જોખી જોખીને સંબંધો રાખે જો! કેવી દરિદ્રતા?! હરતો ફરતો લોહીનો સંબંધ જ લાગે વળગણ જેવો. કર્મ અને કિસ્મતને લાગે વળગે કે કેમ?જણાવો ને!? કાયમ ગમતું ન કરે કુદરત, નાતો જોડે સગપણ જેવો. ખાલી કલ્પન ન કર જગાડ જરા સંવેદન તારી અંદર, તુજ ઉર ઉમંગે સ્નેહ નિતરશે, નિર્મળ હરપળ તર્પણ જેવો. ~Damyanti Ashani #ગઝલ #ગુજરાતી_ગઝલ #છંદ
#ગઝલ #ગુજરાતી_ગઝલ #છંદ
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited