Nojoto: Largest Storytelling Platform

Best છંદ Shayari, Status, Quotes, Stories

Find the Best છંદ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about છંદોલય કાવ્યસંગ્રહ કોનો છે, છંદ ના ઉદાહરણ, છંદ ના પ્રકાર, છંદ એટલે શું, છંદ pdf,

  • 5 Followers
  • 22 Stories

hirpara amit

જોઈએ કોણ ગુજરાતી ભાષા પર વર્ચસ્વ ધરાવે છે આ ક્યો છંદ છે? જો જાણતા હોય તો comment કરો. અને સારો લાગે આ છંદ તો collab પણ કરજો. #છંદ #myquote #ગુજરાતીyqmotabhai #yqmotabhai #yqgujarati #yqquotes #yqchallenge #YourQuoteAndMine Collaborating with Sheetal Sadiya

read more
દિલ નો દિલ સંગ દિલથી નાતો! એટલે દિલથી થાય વહેતી વાતો.
લાગણી થી સંબંધનો આ નાતો, યાદ રહશે જીવનભર આ વાતો.  જોઈએ કોણ ગુજરાતી ભાષા પર વર્ચસ્વ ધરાવે છે 
આ ક્યો છંદ છે? જો જાણતા હોય તો comment કરો. અને સારો લાગે આ છંદ તો collab પણ કરજો. #છંદ #myquote 
#ગુજરાતીyqmotabhai 
#yqmotabhai #yqgujarati #yqquotes #yqchallenge    #YourQuoteAndMine
Collaborating with Sheetal Sadiya

Damyanti Ashani✍️

#ગઝલ #છંદ #ગિરિધર #ગિરિવર #હરિવર #nojotophoto

read more
 #ગઝલ #છંદ #ગિરિધર #ગિરિવર #હરિવર

Damyanti Ashani✍️

#ગઝલ #છંદ #લે!

read more
ચાલતો રે'તો સમય છે, એકધારો માણી લે!
આકરી માઠી હરેક ઘડી પળેપળ માણી લે!

ખાતરી કરવી જ જોઈએ અચૂકપણે માન્યું,
તોર બદલે માણસાઈ, તું કદાચિત જાણી લે!

તક મળે તૈયાર તો એને ઝડપતાં શીખી જા!
શીખવી દે સારપ બધી, મધુર તારી વાણી લે!

સ્નેહને દરિયે તરાપો હોય કે કેમ? ખબર શી?
હ્ર્દય મહીં ઘૂઘવ્યા કરતી શઢ! જરા તાણી લે!

મન ભરીને માણવાની વાત છે આ જીવન તો,
મેઘ વરસે કે ન વરસે, હ્ર્દય પાણી પાણી લે!
~દમયંતી આશાણી #ગઝલ #છંદ #લે!

Damyanti Ashani✍️

#ગઝલ #છંદ #નૈફાવે #કવિતા

read more
શાંતિથી વાત કર! કડક શબ્દો મને નૈ ફાવે,
મૌન અકળાવશે સતત મારું, તને નૈ ફાવે!

બેધડક તું કહે છે, મને એ ગમે છે તો પણ,
જો વતેસર થશે વાતનું, આપને નૈ ફાવે!

મોજ કર તું ભલે પણ વિચાર કરજે ભવિષ્યનો,
રોજનીશી લખેલું ખિસ્સું રાખને! નૈ ફાવે?

ચોપડી હાથમાં ઝાલવાથી વળે નહિ કાંઈ,
શાંતિથી ગણિત ગણ ગણ ગણ્યા જ કરને? નૈ ફાવે?

કાંય અઘરું નથી! હોય મજબૂત મનનું બળ, 
શીખવા જેટલું ધ્યાન દઈ શીખને! નૈ ફાવે?
~Damyanti Ashani #ગઝલ #છંદ #નૈફાવે

Damyanti Ashani✍️

#ગઝલ #છંદ

read more
આંખે પાડ્યો પડદો! અંધારું પથરાયું,
આથમતા સૂરજનું જોયું? મોં કરમાયું!

વાળ મનોરથ પાછો! તુજ આતમ પોકારે,
ચેતી જા મનવા, દેખ ચક્રવ્યૂહ રચાયું!

સાદ કરે જો હૈયું દે કાન! જરા સાંભળ,
હાલકડોલક ચંચળ તુજ હૈયું હિજરાયું.

દોડ્યા કર્યું આગળ ન વળી જોયું પાછળ,
ફર પાછો, જો લાગ્યું ને તુજ ઘર જ પરાયું?

ખંખેરીને આળસ, કર કામ બધાં આજે,
કાલ કરી એમાં જ મન થયું ઢોર હરાયું! 
~Damyanti Ashani.....🌹 #ગઝલ #છંદ

dpwritezs

#છંદ #Life_experience

read more
મારા બે શબ્દો માં છંદ શોધો છો તમે,
લાગે છે મારા 'ગુરૂ'માં ભૂલ શોધો છો તમે.

dpwritezs #છંદ

Damyanti Ashani✍️

#ગઝલ #છંદ.#સમજ #ગાલગાગા×3

read more
મૌનને નબળાઈ ન સમજ! સમજણ સમજ,
ખંત વગર જ તંત ને તું વળગણ સમજ.

બસ તમે ખાંસ્યા કરો છો કારણ વગર?!
યુગ બદલ્યો! લાજને તું ભારણ સમજ. (લાજ=ઘૂંઘટ)

હોય આકસ્મિક જ અવમૂલ્યન સઘળું,
આ જગતને લેણદેણનું કારણ સમજ. 

ભેદરેખા છે, રહેશે! બોલવા દે 
શબ્દને તું શબ્દવેધી મારણ સમજ!

આવક વધે એ તમે કાલે ઉધારો?
આયખાંના ચોપડે એ તારણ સમજ.

~Damyanti Ashani #ગઝલ #છંદ.#સમજ #ગાલગાગા×3

Sapna Agravat

#વિચારનાવમળ #ગઝલ #મુતકારિબ #છંદ

read more
છંદ- મુતકારિબ મુસમ્મન સાલિમ 
લગાગા લગાગા લગાગા લગાગા માત્રા - 28

જો અણસાર પણ ત્યાં તમારો મળે તો,
હકીકતમાં કોઈ સહારો મળે તો.

નયન થી તમારો ઈશારો મળે જો,
આ મઝધાર માં પણ કિનારો મળે તો.

હવે કોઇ દર્દો અડે ના મને પણ,
તમારાં હ્રદયમાં ઈજારો મળે તો.

ગગનમાં જવાની છે ઈચ્છા અમારી,
અમારા જો નામે સિતારો મળે તો.

કહો ને જરા, કેમ લાગે તમોને?
જો મારી ગઝલમાં ઉતારો મળે તો.
                  
          - Sapna Agravat #વિચારનાવમળ #ગઝલ #મુતકારિબ #છંદ

Damyanti Ashani✍️

#ઝઝર #છંદ #ગુજરાતી_ગઝલ #કવિતા

read more
શીખવાડી દે સમય જ દરેકને કે દાવ રમવો તો કેટલો?
હ્ર્દયે પાષાણ પાથરવો પડે, એ ઘાવ ખમવો તો કેટલો?

ન કર ખોટી જીદ ને નહિતર પડી રે' એકલો ત્યાં તું ટેકરે,
શ્વાસ જ કહે!સાંભળી લે તું ધડકન, પહાડ ભમવો તો કેટલો?

રોટલા ભેગું કચુંબર, છાશ ને ગોરસ ઘણું ભાવે એ છતાં,
શાક ભેગી દાળ ને મીઠાં વગરનો ભાત જમવો તો કેટલો?

અગમનિગમ હશે?નજીક જઈ નમસ્કાર કરતાં કાંઇક સાંભળ્યું,
રામ જાણે! છે અગોચર, એ અગોચર શબ્દ ગરવો તો કેટલો?

અંધકાર છવાય નેપથ્યે,દઉં હું હાથ આડા છે ક્યાં ગજું?
ઝળહળ થતો સૂર્ય ઓચિંતો થયો અસ્ત, દીપ ધરવો તો કેટલો?
~Damyanti Ashani #ઝઝર #છંદ #ગુજરાતી_ગઝલ

Sapna Agravat

#વિચારનાવમળ #છંદ #ગઝલ

read more
છંદ- રજઝ મુસમ્મન સાલિમ 
માત્રા- 28
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા 

હકના સવાલો આ નથી,હારી બધું જીતી ગયો
રસ્તે મળેલી સૌ ખુશી ને, બાંટવા વીણી ગયો

વાગોળતો વીતી વસંતો જગમાં શાને હું ફરું! 
સુવાસ આપી પાનખરમાં આજ હું ખીલી ગયો

મારી નિખાલસતા તણાં ફૂલો વિખેરીને હવે
દંભો ના કાંટા ઓ ને હું તો બાથમાં ભીડી ગયો

જગને હસાવ્યું તો ન સમજો હું કદી રડતો નથી
ખારાશ જે આંખે વહી ગળતાં હવે શીખી ગયો

છો જીંદગી!અળવીતરી, 'સપના' સજાવ્યાં હું કરું
દર્દો ભરી હું તો ગઝલમાં આ બહર જીવી ગયો.

            - Sapna Agravat #વિચારનાવમળ #છંદ #ગઝલ
loader
Home
Explore
Events
Notification
Profile