Nojoto: Largest Storytelling Platform
bhaveshrawalujja5606
  • 26Stories
  • 149Followers
  • 335Love
    1.1KViews

Bhavesh Rawal

I'm writer.. follow on Instagram bhaveshrawal0000

  • Popular
  • Latest
  • Video
d2de7a18180964eb01271222b96f0016

Bhavesh Rawal

कृष्ण कौन है?
कृष्ण मुस्कुराहट और मौन है।
विकट परिस्थितियों में भी होठों पे स्मित है,
कभी हाथमे चक्र तो कभी बांसुरी सा संगीत है।
गैया चराए बनके वो गोकुल के ग्वाले,
चीर हरण में द्रौपदी के वो बने रखवाले।
मुखमंडल में दिखाई सृष्टि ऐसे बालगोपाल है,
जशोदा के दुलारे और कंस के वो काल है।
मटकी भी फोड़ी और माखन भी चुराया,
इंद्र के प्रकोप से पूरे गोकुल को बचाया।
वो न्यायी भी ऐसे की अन्यायी मामा को भी मारा,
पूरे मथुरा को उजागर किया उनका बने सहारा।
उचित समय पे रण भी छोड़ा,
द्वारिका की और रास्ता मोड़ा।
उनसा सच्चा मित्र न हो सका कोई,
मित्र की दरिद्रता देख आंखे कृष्ण की रोई।
युद्धभूमि में गीता का अर्जुन को दिया ज्ञान,
बनके सारथी पार्थके दिलाया उनको सम्मान।
वो स्मित में है वो शांति में भी है,
वो कर्म में है वो क्रांति में भी है।
वो कण कण में है वो सभी में है,
वो कल में थे और वो अभी में है।
वो अनंत है वो सर्वस्व है...हरे कृष्ण हरे कृष्ण।
जन्माष्टमी की आप सभी को हार्दिक शुभकामनाएं।
ली.. भावेश एस रावल।

©Bhavesh Rawal #janmashtami #Poet #treanding #हैप्पीजन्माष्टमी
d2de7a18180964eb01271222b96f0016

Bhavesh Rawal

नमस्ते में भारत हूं और आज देशवासियों से चंद बाते करने आया हु।
आज १५,अगस्त है। में आज ही के दिन अंग्रेजो से आजाद हुआ था।तब से लेकर आज तक इसी दिन को आजादी का पर्व मनाया जाता है। लोग झंडे खरीदते है,उसे सलामी देते है और बाद में दूसरे दिन वही त्रिरंगा कचरे के डब्बे में पाया जाता है।चलो कुछ बात आपसे करना चाहता हु मैं भी क्या भावनाओ में बह गया।
मुझे आजाद कराने में लाखोने कुरबानी दी,लाखो लोग जेल भी गए थे।
में जब गुलामी में था तब सब लोग भारतीय थे सब गुलामी में भी गर्वित थे मुजपे।
सब मुझे बोहोत प्यार करते थे,मेरे लिए सर भी कटा लेते थे।
सब के दिलमे एक ही बात थी आजादी बस।
अंग्रेजो की गुलामी का कलंक मिटाना था पर यह इतना आसान भी नहीं था।
बच्चे से लेकर वृद्ध आदमी तक सब मेरे लिए लड़ रहे थे।
नवयुवान फांसी पे चढ़ गए ,कई तो तोप पे बांधे गए बोलो।
कइयों को तो कालापानी की सजा हुई और कइयों पे गोलीबार किए गए।
औरते अपने बच्चो को पीछे बांध के भी लडी।
इतना जोश इतना जुनून था जिसकी कोई सीमा नहीं थी।
बोहोत खून बहा मेरे बच्चो का,बोहोत जुल्म सहे,बोहोत अत्याचार हुआ,
पर वो टस से मस न हुए।उन्हें मौत पसंद था पर गुलामी का यह धब्बा जरा भी पसंद नही था।
मेरे आजाद भारत के लोगो में तुम्हे आइना दिखाने आया हु।
उतनी पीड़ा मुझे गुलामी में नही हुई जितनी आज आजादी में हो रही है।
कैसे निर्दयी लोग बन गए हो तुम? बस एक दिन की देशभक्ति के बाद पूरे साल अपना कर्तव्य भूल जाते हो।
जब सरकारी दफ्तरों में बैठकर आम जनता को धक्के खिलवाए जाते है तब मेरा रुह कांप उठता है।
जब गरीब का हक छीनकर उसपे अत्याचार किए जाते है तो मुझे वही अंग्रेज याद आते है।
जब छोटी छोटी बच्चियों पे बलात्कार होते है तो मुझे आजाद होने पे घिन आती है।
जब भ्रष्टाचार बढ़ता जाता है और ईमानदार को दबाया जाता है तो मुझे बोहोत घुटन होती है।
अपने स्वार्थ के लिए मेरी संपत्ति को तहस नहस किया जाता है तब मेरा खून खोल उठता है।
जब चंद रुपयों के लिए अपने वोट बिकवाते हो तब मुझे अपने अस्तित्व पे दया आती है।
जब न्याय के लिए धक्के खाते है लोग तो मुझे वो गोरे अंग्रेज याद आते है।
जब अपने ही देश में हिंदी भाषा का मजाक बनाया जाता है तब मुझे फिर से गुलामी का एहसास होता है।
मुझे अफसोस होता है आजादी का।अगर इसी तरह आप दिखावा करना चाहते हो तो मत मनाओ आजादी का पर्व।
मुझे माफ करदो पर जूठी देशभक्ति मत दिखाओ। अपने दिल पे हाथ रखो और बोलो क्या ये ढोंग नही है तो क्या है?
ये सच्चाई है आज की।ये सच्चाई है आजादी की।

©Bhavesh Rawal #India2021
d2de7a18180964eb01271222b96f0016

Bhavesh Rawal

સાક્ષી મર્ડર કેસ
આજે શબ્દો નથી મળતા.આ ઘટના પર નિઃશબ્દ છું.શું કહેવું એ જ નથી સમજાતું.મે હત્યાકાંડ નો વિડિયો જોયો તો મારા રૂવાટા ઊભા થઈ ગયા,શરીરમાં એક અલગ જ કંપન થવા લાગ્યું. જો વિડિયો જોઇને આવી હાલત થઈ તો ત્યાં સ્થાનિક લોકો જે આ ઘટના દરમિયાન હાજર હતા તેમના દિલમાં જરાય માનવતા નહિ જાગી હોય? કેમ એવું ન બન્યું? કેમ લોકો દર્શક બની રહ્યા? કદાચ એમને આ બાળકીનો જીવ બચાવવો હશે પણ આ કેમેરો નડી ગયો હશે. કદાચ તેઓ પોલીસ તપાસથી અને કોર્ટ કચેરીના ધક્કા થી ડરી ગયા હશે? કદાચ આ બાળકી એમની ઓળખીતી નહિ હોય હા,નહિતર તે લોકો એને બચાવ્યા વિના રહે જ નહિ.સાહિલ ખાન પાસે કદાચ મિસાઈલ હશે યા બોમ્બ હશે નહિતર આટલા બધા લોકો કોઈ એક યુવાન થી આમ ડરે નહિ.આમ તો ઘણી જગ્યાએ સાંભળીએ છીએ કે દિલ્લીના લોકો બહાદુર હોય છે એઓ જઘડા માં પહેલા હોય છે તો આ દૃશ્ય જોનારા કદાચ બહારના હશે ને રોટલો રળવા દિલ્લી આવ્યા હશે.હા,ઘણા બધા કારણો હશે તો જ નહિ બચાવી હોય આ બાળકીને.પણ હા,એક કામ બહુ ઈમાનદારી થી કર્યું આ સમગ્ર ઘટનાનો વિડિયો બનાવ્યો...આ લોકોની મજબૂરી હશે જેથી નાં બચાવી શક્યા નહિ તો અમારે ત્યાં ગામડાઓમાં બે લોકો ખાલી બોલા ચાલી કરતા હોય પછી એ ઘરના હોય કે બહારના એમને ચૂપ કરવા પણ લોકો બહાર આવી જાય છે..નાના જઘડામાં પણ લોકો માનવતા નિભાવે છે..મિત્રો,આ મૃત્યુ સાક્ષી નું નહિ પણ માનવતાનું થયું છે,ભરોસા નું થયું છે,સુરક્ષાનું થયું છે. આ હત્યા સાહિલ ખાને નથી કરી આ હત્યા ત્યાં ઉભેલા લોકોએ કરી છે....હું આશા રાખું છું કે મારી વાત તમે બરાબર સમજો..એક પ્રશ્ન છેલ્લે કે ત્યાં ઉભેલા લોકોમાંથી કોઈના ઘરે બનાવ થાય તો શું આ બધા કારણો હશે એમની પાસે તેમની દીકરીને ન બચાવવાના?? 
ઓમ શાંતિ માનવતા...
લિ.ભાવેશ એસ રાવલ

©Bhavesh Rawal #kitaabein
d2de7a18180964eb01271222b96f0016

Bhavesh Rawal

जिस रास्ते ने लोगो को फूल बांटे,
हमे तो वहा भी मिले कांटे।
मिलता होगा सुकून औरों को,
हमे तो शोर लगे सन्नाटे।

जिस जिस पे रखा यकीन उसने हमको तोड़ दिया,
नजदीक आता देख मंजिल ने रास्ता मोड़ दिया,
लगाई दुकान हमने जब कफ़न की तो,
लोगोने मरना ही छोड़ दिया।

पता नही लोग कैसे है सोते,
हम तो सपनो में भी है सबकुछ खोते,
फिर भी मुस्कुराए हुए हम,
नए ख्वाब संजोते।

ली. भावेश एस रावल

©Bhavesh Rawal #humantouch
d2de7a18180964eb01271222b96f0016

Bhavesh Rawal

સાદગી લાગે સુંદર,
એ પણ જો હોય આપણી અંદર.
રામ રાજ્ય ક્યારે આવશે,
જ્યારે વ્યક્તિ સત્કર્મો ની ફોરમ ફેલાવશે.
નિર્બળ ને પ્રબળ બનવાની આપ પ્રેરણા,
એમાં પણ હશે ક્યાંક સિંહ તું ભગાડ એના હરણાં.
તું જાણે છે બધું ને તું બહુ જ્ઞાની પણ છે,
છતાંય લીલી ને સમૃદ્ધ પ્રકૃતિ સામે તું સૂકું એવું રણ છે.
મન મૂકીને ઈશ્વરે માણસને કેટકેટલું પીરસ્યું છે,
અમી ભરેલો પ્યાલો છે તોય કેવું તરસ્યું છે.
પ્રકૃતિના ખોળે જઈને,
જિંદગી જીવ તું માણસ થઈને.
જ્યાં રહે ત્યાં પુણ્ય કર,
થોડો તું કર્મોથી ડર.
અંતે તું દયાનો દરિયો બન,
કહે કલમ "રાવલ" ની તારું પ્રસન્ન રહેશે મન.

©Bhavesh Rawal #boat
d2de7a18180964eb01271222b96f0016

Bhavesh Rawal

એક સરળ અને ઉમદા વ્યક્તિત્વ,
રાજકારણમાં હજુ જીવતું નમ્ર અસ્તિત્વ.
ફોર્મ ભરવા નાં ચાર દિવસ પહેલા,
થયેલા નિર્ણય ક્યાં હતાં સહેલા?
અમીરામ ભાઈ આશલની એક જ હુંકાર,
ને ઉમટ્યું મહેરામણ હવે આ પાર કે પેલે પાર.
ન કોઈ પક્ષની કાપણી કે ન ખોટી વાત,
વાવેલું ઉગશે ને આવશે સોનેરી પ્રભાત.
કહેવાય છે કે વાહ વાવ ની ખુમારી ને દાતારી,
દાન સૌને આપ્યું હોય ગેનીબેન કે શંકરભાઈ ચૌધરી.
સૌને માન પૂર્વક આપિયું સદેવ,
હવે આવ્યા છે ભૂદેવ.
દાન,દક્ષિણા સારી આપજો એવી હવે આશા,
આ વખતે અપક્ષ ને જીતાડો એવી અભિલાષા.
નિશાન છે ગેસનો બાટલો,
આજે લખે ભાવેશ રાવલ સંદેશો સાંભળજો આટલો.
લિ.ભાવેશ એસ રાવલ ઉજ્જનવાડા

©Bhavesh Rawal #treanding 

#Flower
d2de7a18180964eb01271222b96f0016

Bhavesh Rawal

ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ લોકોથી આઝાદી મળે,
અન્યાયથી અને કૌભાંડોથી આઝાદી મળે,
પ્રત્યેકને પોતપોતાનું ઘર મળે અને ફૂટપાથો થી આઝાદી મળે,
ગરીબી થી અને મોઘવારી થી આઝાદી મળે,
સૌને ખોરાક મળે અને ભૂખમરાથી આઝાદી મળે,
વ્યસનો થી છુટકારો મળે ને નશાથી આઝાદી મળે,
મહિલાઓને સમ્માન મળે ને બળાત્કારો થી આઝાદી મળે,
આ રાષ્ટ્રને ગંદગી થી,લાલચથી,કોમવાદ થી,રમખાણો થી આઝાદી મળે,
ફરીથી ચાલો આ દેશને આઝાદી મળે...ફરીથી આઝાદી મળે.

©Bhavesh Rawal #independenceday2020 #Deshbhakti #latest #treanding #today #whatsappstatus #Quote #thought 

#IndiaLoveNojoto
d2de7a18180964eb01271222b96f0016

Bhavesh Rawal

ગુરુપૂર્ણિમા નિમિત્તે મારા સમસ્ત ગુરુને પ્રણામ.
એ ગુરુને પ્રણામ જેણે મને શિક્ષણ આપ્યું.
એ ગુરુને પ્રણામ જેણે મારામાં સદગુણો નું સિંચન કર્યું.
એ ગુરુને પ્રણામ જેણે કઠોર બની પરિશ્રમ શીખવ્યો.
એ ગુરુને પ્રણામ જેણે સદકાર્યો કરતા શીખવ્યું.
એ ગુરુને પ્રમાણ જે સમય બનીને આવ્યો.
એ ગુરુને પ્રણામ જે સંઘર્ષ બનીને આવ્યો.
એ ગુરુને પ્રણામ જે હિંમત બનીને આવ્યો.
એ ગુરુને પ્રણામ જે જ્ઞાન બનીને આવ્યો.
એ ગુરુને પ્રણામ જે કંઇક ને કંઇક શીખવી ગયો.
એ ગુરુને પ્રણામ જે ભૂલ શોધીને ગયો.
એ ગુરુને પ્રણામ જે હંમેશા મારી સાથે જ રહ્યો.
આ ગુરુપૂર્ણિમા ના પાવન અવસરે સમસ્ત ગુરુને પ્રણામ.
જય જય ગુરુદેવ.....
                                 લિ.ભાવેશ એસ રાવલ..

©Bhavesh Rawal #Gurupurnima #Trending #today #latest #gujarati #write #writer #whatsappstatus 

#Nature
d2de7a18180964eb01271222b96f0016

Bhavesh Rawal

સમય થયો છે વરસવાનો; મુશળધાર તું વરસી જાને,
કરે અરજ તુજને જગતનો તાત;તું કેમ ના માને.
બહુ રહ્યો તું દૂર ધરાથી;થોડો સમીપ થાને,
તરસી અને આ તપતી ધરાને; તારું મીઠું જળ પાને.

©Bhavesh Rawal #Top #Trending #latest 

#grey
d2de7a18180964eb01271222b96f0016

Bhavesh Rawal

તમે છો એ મહત્વનું નથી,
તમે ક્યાં છો એ મહત્વનું છે.

©Bhavesh Rawal #thought #treanding #latest 

#BooksBestFriends
loader
Home
Explore
Events
Notification
Profile