Nojoto: Largest Storytelling Platform

New himal sagar Quotes, Status, Photo, Video

Find the Latest Status about himal sagar from top creators only on Nojoto App. Also find trending photos & videos about, himal sagar.

    LatestPopularVideo

Himal Pandya

himal

read more

Himal Pandya

himal

read more
આપણે પાછા વળી ગ્યા'તા ડરીને
એ જ રસ્તે લ્યો હવે આવ્યા ફરીને.

એ પછી લોહી બની વહ્યા કર્યા છે
આંસુઓ પાછા ફર્યા જે ઓસરીને.

સાવ સંકુચિત  મનનાં નીકળ્યાં ને?!
જે થયાં'તાં ખૂબ મોટાં વિસ્તરીને.

કામ ના આવ્યું કશુંયે આખરે તો
કેટલું ભેગું કર્યુ'તું સંઘરીને!

તું પરાણે આમ શ્વાસો આપજે ના
મેં જીવન માગ્યું નથી કંઈ કરગરીને!

આવડતથી આ જગા કોઈક લેશે
જોઈ લઈએ ચાલ, વેળાસર ખરીને.

: હિમલ પંડ્યા

©Himal Pandya himal

Himal Pandya

himal

read more

Himal Pandya

himal #worldpostday

read more
એક પળમાં ઓગળે, બસ એટલું અંતર હતું!
જોજનો સુધી પરંતુ જીદ્દ ફેલાતી રહી.

શબ્દ પકડાયા નહીં, ધૂન ખાસ કંઈ જામી નહીં,
કોણ જાણે જિંદગી આ ગીત ક્યું ગાતી રહી?

: હિમલ પંડ્યા

©Himal Pandya himal 
#worldpostday

Himal Pandya

himal #Love

read more
હું બીજું તો શું કહું એના વિશે?
ખોટ છે, ને ખોટ તો વરતાય છે.
: હિમલ પંડ્યા

©Himal Pandya himal

#Love

Himal Pandya

himal pandya

read more
તું કાંઈ પણ નથી છતાંયે તું જ ખાસ છે!
કોઈ દિશા વગરનો આ ક્યાંનો પ્રવાસ છે?

: હિમલ પંડ્યા himal pandya

Himal Pandya

himal #Muh_par_raunak

read more
झील-सी गहरी आंखों में यूं खो जाता हूं
मैं भी अपने आप मुकम्मल हो जाता हूं

नींद भी अच्छी आ जाती है अक्सर मुज़को
जब मैं तेरा सपना ले के सो जाता हूं

हंस कर सुन लेता हूं ज़मानेभर के ताने,
लेकिन जब भी थक जाता हूं, रो जाता हूं

मैखाने से तोड़ चूका हूं नाता फिर भी
कोई अपना मिल जाता है तो जाता हूं

बातों ही बातों में कितनी देर लगा दी!
वक़्त हुआ है जाने का अब, लो जाता हूं

रोकना चाहो आज अगर तो हाथ बढ़ा दो!
मैं भी मुड़ कर आ नहीं पाता, जो जाता हूं

: हिमल पंड्या

©Himal Pandya himal

#Muh_par_raunak

Himal Pandya

himal #worldpostday

read more
એક ચહેરો તરવરે કાગળ ઉપર,
ને ઉદાસી અવતરે કાગળ ઉપર.

સ્વપ્ન જે સળગી ગયેલું આંખમાં,
રાખ બસ, એની ખરે કાગળ ઉપર.

કો’ક મારામાંથી નીકળીને પછી,
મારો પીછો આદરે કાગળ ઉપર.

શાહી પીડાને, કલમ ચિત્કારને,
કોણ કોને છાવરે કાગળ ઉપર?

દર્દને રંગે, ડૂમાઓ ચિતરે;
શું બીજું શાયર કરે કાગળ ઉપર?

એ વફાનું બેસણું રાખે, અને-
એક-બે ફૂલો ધરે કાગળ ઉપર.

માછલીની આંખ અહીં વિંધ્યા કરું!
કોઈ આવીને વરે કાગળ ઉપર.

: હિમલ પંડ્યા

©Himal Pandya himal

#worldpostday

Himal Pandya

himal #worldpostday

read more
સાવ કડવી જુબાન રાખીને
બહુ ગુમાવ્યું ગુમાન રાખીને

ખુદની દરકાર પણ ન રાખી તેં
બસ, બીજાઓનું ધ્યાન રાખીને

એકલા થઇ જવાના એ નક્કી
ખૂબ ઊંચી ઊડાન રાખીને

હિત તારું જ હોય છે એમાં
વાત સાંભળ ને કાન રાખીને

દોષ બીજાના જ્યાં શકે બાળી
બેસ એવું સ્મશાન રાખીને

જીવ! કબજો જમાવી શું કરશો?
આમ ભાડે મકાન રાખીને

માપમાં રહીને જીવવું સારું
છે જવાનું - એ ભાન રાખીને.

: હિમલ પંડ્યા

©Himal Pandya himal
#worldpostday

Himal Pandya

himal pandya

read more
છો રહ્યો અંધાર, કરીએ વાત અજવાળાં વિશે,
પિંજરું ભૂલીને લખીએ પાંખ ને માળા વિશે.

રંગ લાવીને રહે મહેનત, અગર ધીરજ ભળે!
હોય શંકા તો વિચારો છત વિશે, જાળા વિશે.

થોર માફક ચુભતા સંબંધના સાક્ષી બનો,
માન આપોઆપ ઉપજે એક ગરમાળા વિશે.

શ્વાસ કે દિવસો ભલે ઓછા થતા! પરવા નથી,
રાખીએ અભિમાન અનુભવકેરા સરવાળા વિશે.

કોણ શું કરશે? એ ચિંતા છોડવાની છે હવે,
આપણે વિચારવાનું આપણા ફાળા વિશે.

આંખ ઉઘડી ત્યારથી પાંપણ મીંચાશે ત્યાં સુધી,
"પાર્થ"આયોજન કરી લઈએ આ વચગાળા વિશે.

: હિમલ પંડ્યા "પાર્થ" himal pandya
loader
Home
Explore
Events
Notification
Profile