Nojoto: Largest Storytelling Platform

Best valentinepoems Shayari, Status, Quotes, Stories

Find the Best valentinepoems Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about best love poems for my valentine, valentine msgs for love, val love, valentine love, shayri for valentine day in hindi 0,

  • 1 Followers
  • 3 Stories

Grishma Doshi

ક્યારેક શાંત ક્યારેક ખળખળ
ક્યારેક થઈ જાય ધસમસતું પૂર
લાગણીઓના મોજાંથી ભરપૂર
જાણે ખુદમાં જ એક દરિયો અખૂટ 
છતાંય કહેવાતી નદી સમી
જાણે શોધતી એક દરિયો
જે આપી એને નીરવતા
લઈને સઘળાં મોજા
કહેવાય એનો ઘૂઘવતો સમંદર
ને એ બની રહે એની નદી સમી. ❤️❤️
#woman #emotions #relationship #lovepoems #valentinepoems #gujaratipoems #grishmalovepoems #grishmapoems

Grishma Doshi

એવું એક સપનું
જેની હકીકત તું બને,
એક હકીકત એવી જેની આંખોમાં
મારા સપનાઓને મારી સાથે જગ્યા મળે,
એક હકીકત એવી જેના સપનાઓ
મારી આંખો પર ભરોસો કરે,
એક હકીકત એવી જ્યાં આંગળીઓના
અંકોડે સપનાની દુનિયા ઘડીએ,
એક હકીકત એવી જ્યાં ખરી પડે કોઈ સપનું તો
એકબીજાને ઝીલી લઈએ,
એક હકીકત એવી જે સાકાર કરતા કરતા
સપનાઓ ક્યારેય ખૂટી ના પડે. ❤️❤️
#love #lovepoems #valentinepoems #waitingforyou #longing #gujaratipoems #grishmalovepoems #grishmapoems

Grishma Doshi

સમેટીને બેઠી છું ખુદને
ક્યાંક વિખેરાઈ ના જાવ,
નથી એવું કે બંધિયાર છું,
સ્મિત વહેતું રહે છે
ને ખડખડાટ ઘોડાપૂરની પણ
આવન-જાવન થાય છે,
વળી ક્યારેક ઝરણાં થોડા
ખારા પણ બનતા જાય છે,
ને આ સીધા સરળ વહેણમાય
ના જાણે ક્યારની
તારી લહેરોમાં વિખેરાવાની
મોકળાશના સપનાને
રોજ કાજળમાં સમેટીને આંજુ છું. ❤️❤️
#love #lovepoems #valentinepoems #waitingforyou #longing #gujaratipoems #grishmalovepoems #grishmapoems


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile