Nojoto: Largest Storytelling Platform

Best વાતો Shayari, Status, Quotes, Stories

Find the Best વાતો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about વાતો તારી સમજાતી નથી, વાતો વાતો, વાત meaning in english, વાતો, વાતો કરી,

  • 41 Followers
  • 46 Stories
    PopularLatestVideo

વિસામો (હિમાંશુ વઘારીયા)

#અધૂરા_સ્વપ્નો #અધુરી #વાતો #જીવનડાયરી #વિસામો

read more
mute video

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #વાતો #yqgujarati #yqmotabhai #gujarati #જિંદગી

read more
સવારની ઇચ્છાઓને સાંજ ઉપર ટાળી છે,
કંઈક એવી રીતે મેં જીંદગીને સંભાળી છે.. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #વાતો #yqgujarati #yqmotabhai #gujarati #જિંદગી

Darshana

#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #વાતો

read more
દરેક જગ્યાએ  આપણે જ સાચા ના જ હોઈ શકાય.,
એમ દરેક જગ્યાએ આપણે જ પુરાવા આપવાની પણ જરૂર નથી હોતી,
સંજોગો અને સમય પ્રમાણે માણસ ની પરિસ્થિતિ માં વર્તન માં ફરક સમજી શકે એ જ સાચો સંબંધ.... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #વાતો

KRUNAL JADAV

વિચાર from બસ ચા સુધી...... #વાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #yourtalks #gujaratiquote #YourQuoteAndMine Collaborating with Urvashi Raval

read more
વાતો નાં રથ વિના,
સંગાથનો પથ નથી;
વાતોમાં છુપાયેલો સંબંધનો અર્થ છે,
લાગણીઓ દર્શાવવા વાતો જ સમર્થ છે. વિચાર from બસ ચા સુધી......
#વાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #yourtalks #gujaratiquote   #YourQuoteAndMine
Collaborating with Urvashi Raval

mummy_s_prince

#વાતવાતમાં #વાતો_કરીએ #વાતો #અધૂરી_વાતો #અધૂરી_વાત #મોટાભાઈ #ગુજરાતી #ગુજરાતીyqmotabhai વાત આજે પર અધૂરી રહી ને કાલે પણ અધૂરી રહેશે, જીવનની આ ડગર ના જાણે ક્યાં જઈને કેવી રીતે અટકશે... ચાલતાં ચાલતાં બહુ જ દૂર જઈને રાહબીર કેટલો ભટકશે, તોફાન પણ આવીને જતું રહ્યું પણ આ મન હજી કેટલું રડશે... શોર ના કોઈ ને સંભળાય એમ ચુપચાપ રડી લઉં છું,

read more
વાતવાતમાં


વાતવાતમાં હજું સુધી એ વાત થઈ જ નથી રહી,
તરસ્યો છું તારા પ્રેમનો પણ પ્રેમની વરસાદ થતી નથી...
ભૂખ્યો છું તારી ચાહતનો પણ ચાહત હજું અધૂરી છે રહી,
કેમ કરીને તને સમજવું એ જ નથી સમજાતું મારી વ્હાલી...


કોણે શું કર્યું અને કેમ કર્યું એ બધું છોડ ને જીવી લે આજમાં,
વાંક વિના પણ આજે તું રહી લે મારા પ્રેમનાં અતૂટ બંધનમાં...
જીવું છું ફ્કત એક તારા જ ઓ ગોરી પ્રેમનાં અહસાસમાં,
ફરી સમય મળે ના મળે કરી લે આજે એ વાત પૂરી વાતવાતમાં... #વાતવાતમાં #વાતો_કરીએ #વાતો #અધૂરી_વાતો #અધૂરી_વાત #મોટાભાઈ #ગુજરાતી #ગુજરાતીyqmotabhai 

વાત આજે પર અધૂરી રહી ને કાલે પણ અધૂરી રહેશે,
જીવનની આ ડગર ના જાણે ક્યાં જઈને કેવી રીતે અટકશે...
ચાલતાં ચાલતાં બહુ જ દૂર જઈને રાહબીર કેટલો ભટકશે,
તોફાન પણ આવીને જતું રહ્યું પણ આ મન હજી કેટલું રડશે...

શોર ના કોઈ ને સંભળાય એમ ચુપચાપ રડી લઉં છું,

Bhavna Bhatt

#વાતો કરો તો.... 2liner #SunSet #Nojoto2liner #કવિતા

read more
*વાતો કરો તો* ૨૪-૬-૨૦૨૨

વાતો કરો તો મારાં ચેહર માતની રે,
બીજી વાતો ન હોય જો.

સ્મરણ કરો તો ચેહર માનું રે,
બીજું સ્મરણ ન હોય જો.

લગની લાગે તો ચેહર માતની રે,
બીજી કોઈ લગની નાં હોય જો.

માવતર મળે તો ચેહર મા જેવું રે,
બીજું કોઈ સગપણ ન હોય જો.

ભક્તિ મળે તો નાયણા રૂપા જેવી રે,
બીજી ભક્તિ નાં હોય જો.
*કોપી આરક્ષિત* *©️*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

©Bhavna Bhatt #વાતો કરો તો.... #Nojoto2liner 

#SunSet

Naitik Pandya

ચા સાથે વાતો ❤️ . . . . #ચા #વાતો #શાયરી

read more
mute video

Imran Shekhani (Yours Buddy)

કેટલાક લોકો ડાહી ડાહી વાતો પણ #ડાહી #વાતો #lifequote #philosophical #thought #fundaoflife #YoursBuddy #WeTheChange #Thoughts

read more
mute video

Damyanti Ashani✍️

#સલાહ #વાતો #મફત #શાયરી

read more
અડધી સલાહ તો અનુસરો જાતે! જે ગામ આખાંને મફતમાં દીધા કરો છો?
સૌ સમજે છે હવે, છાશવારે તારે આ જ કરવું, આ ન કરવું, કીધા કરો છો.

વાતું જ હોય તદ્દન તમારી ધડ-માથાં વગરની! કોણ સાંભળશે ગપ્પગોળા?
જ્યાંથી મળે ખરું કે પછી ખોટું, માની લઈને ગામ માથે  લીધા કરો છો.

~દમયંતી આશાણી #સલાહ #વાતો #મફત

sachin goswami

read more
🙏🌹 જીવન કેવું તો જીવી ગયા. સૌના હૃદયમાં વસી ગયા. સંતાનોની માતા બની ને પ્રેમ આપ્યો વાલ કર્યો અને પુરી જીંદગી સંતાનોની ચિંતા કરતા રહ્યા.
                       યુવાનીના દિવસોમાં માતા-પિતા અને ભાઈઓના દુઃખ દૂર કરતા રહ્યા પરિવાર પાછળ યુવાની ની જિંદગી કાઢી નાખી પોતે દુઃખ વહેતા રહ્યા. અને પોતાના દુઃખની વેદના કોઈને કહી ન શક્યા.
             કેવી તે જિંદગી જીવી ગયાપત્ની અને બાળકોને સુખના દિવસો નો સમય આપી ન શક્યા. પૂરી જિંદગી પોતે દુઃખની વેદના સહન કરતા રહ્યા. છતાં સુખ નો દિવસ આવ્યો નહીં. કેવી તે જિંદગી જીવી ગયા. 
                જીવનમાં સુખનો દિવસ આવ્યો તો પત્નીને ગુમાવી બેઠા. કેવી તે જિંદગી જીવી ગયા.. 
                  સંતાનોને ખુશ રાખવા માટે પિતા માંથી માતા બની સંતાનોને ખુશ રાખવા માટે સંતાનોથી જૂઠું બોલીને એકલવાયું જીવન જીવવા લાગ્યા. 
                   પોતે દુઃખની વેદના સહન કરી. સંતાનો ને સુખી દેખવા માટે હસતા દેખવા માટે પોતે દુઃખને વેદનાઓ સહન કરતા રહ્યા. કેવી રીતે જિંદગી જીવી ગયા..
                  વિધાતા ના  કેવા ખેલ જિંદગીમાં સુખનો દિવસ આવ્યો.(ગરીબીમાંથી સુખસાયબી તરફના રસ્તા ના મળ્યા) પુત્ર-પુત્રવધુ પૌત્રી.ઓના આગમનથી ઘરમાં ખુશાલીનો માહોલ આવ્યો. એક સ્ત્રી વગરનું ઘર મંદિર બની ગયું. સુખ સાયબી ના દિવસો આવ્યા. જીવનમાં થોડા ખુશાલી ના દિવસો આવ્યા.. તો પરિવારથી અલગ થવાના તેડા આવ્યા... તમે તો બાપુ કેવી રીતે જિંદગી જીવી ગયા.. 
                         તમે તો જીવ્યા જિંદગી ત્યાં સુધી દુઃખના ઝેર પીતા રહ્યા. સંતાનોને હસતા દેખવા માટે પોતે દુઃખ સહન કરતા રહ્યા પોતાના સંતાનોને સાચી વાત કહેવા પણ ન રહ્યા કેવી તો જિંદગી જીવતા ગયા બાપુ તમે.... 
                   દીકરાઓના સુખના દિવસો દેખી તમે તો હસતા રહ્યા.ને અચાનક યમરાજ ના તેડા આવી ગયા બાળકોને છોડીને તો ચાલી ગયા પરિવારથી અલગ થઈ ગયા કેવી તો બાપુ તમે જિંદગી જીવી ગયા..   
                  બાપુ તમે તો એક માં નો પ્રેમ આપ્યો ભાઈ નો પ્રેમ આપ્યો પત્ની નો પ્રેમ આપ્યું અને દિકરા-દિકરીઓ નો પ્રેમ આપ્યો. સદાય પરિવારના  સાથે આત્માથી જોડાયેલા રહેજો...... 
                  બાપુ તમારી અને પરિવારની થયેલી ,વાતો ,અધૂરા રહી ગયેલા કામ અમે પૂરા કરી શકીએ એટલી અમને હિંમત આપજો.... 
                  તમારી ખોટ તો ભગવાન પણ પૂરી નહીં કરી શકે. બસ હવે તો રહી તસવીર અને તમારી યાદો ના સહારે જિંદગી જીવી લઈશું...
             ઓફિસના કામે થી થાકી ને ઘરે આવીશું. તો હવે સુખદુઃખની વાતો કોની સાથે કરીશું. તસવીર તમારી જોઈ બે ઘડી રડી લઈશું.. પણ બાપુ તમારી ખોટ તો કોઈ પૂરી નહીં કરી શકે.. કેવી તો જિંદગી જીવી ગયા...
                    તમને પડેલી વેદના ના દિવસ સો યાદ આવશે. તો તસવીર તમારી જોઈ. ઘડી બે ઘડી રડી લઈશું..્ 
                  તમારા જીવનના ચઢાવ ઉતાર, વેદનાઓ, તમારી યાદો. તમારા હસતા ચહેરા. અને તમારી જિંદગી ના ગરીબીના દિવસો, આ બધું લખવા અને યાદ કરવા માટે શબ્દો બહુ છે, પણ આંખમાંથી તમારી વેદનાના પાણી વહી રહ્યા છે,, બાપુ જિંદગી તો તમે કેવી જીવી ગયા. સૌને હસતા મૂકી તમે ચાલ્યા ગયા... તમારા પરિવાર સાથે આત્મસ્વરૂપે  જોડાયેલા રહેજો,,,,,,,,   
                  ભગવાનનાં તસ્વીર ની નહીં પણ આજથી તમારા તસવીર ની પૂજા થશે, દીકરાઓના દુઃખના દિવસોમાં અંતરથી જોડાયેલા રહેજો, દીકરાઓના સંસાર માં કોઈ પ્રકારનું દુઃખ ન આવે ,આપણા પરિવાર સાથે આત્મા  સ્વરૂપે. જોડાયેલા રહેશો. બાપુ કેવી તો તમે જિંદગી જીવી ગયા .,🙏🙏🌹🌹😭😭😭😭😭.્્્
loader
Home
Explore
Events
Notification
Profile