Nojoto: Largest Storytelling Platform

Best શું Shayari, Status, Quotes, Stories

Find the Best શું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 125 Followers
  • 331 Stories

Ruchit Valand

#શું છે આઝાદી??

શું ખરેખર આપણે આઝાદ છીએ... આ દુનિયામાં દરેક વ્યક્તિ ના માથે આઝાદી નો સિમ્બોલ તો લગાવી આપ્યો છે... પણ ખરેખર જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ આઝાદ નથી... આઝાદી તો ફક્ત સરકારી ચોપડે નોંધાઈ ગઈ છે... 15 ઓગસ્ટ 1947 ના રોજ ત્યાર થી આજ સુધી ફક્ત દેશ આઝાદ થયો છે... પણ માણસ તો આજે પણ અંગ્રેજો ના બનાવેલા કાનૂન કાયદાઓથી ચાલે છે... જ્યારે દરેક વ્યક્તિ પોતાના મનમાં આવેલા વિચારોથી ચાલતો થશે, ત્યારે ખરેખર આપણો દેશ આઝાદ થયો હશે...

  🇮🇳🇮🇳🇮🇳જય હિન્દ વંદે.. માતરમ્ 🇮🇳🇮🇳🇮🇳

©Ruchit Valand

SHAHiSM

#MeraShehar તારા વિશે શું લખું ? શ્વાસ લખું , ધબકાર લખું કે કણેકણ માં અનુભવાતી હુંફાળી હાંશ લખું। ચાલ પ્રિય... તારા નામ હું પુરેપુરી મારી જાત લખું।। દિલ લખું, મન લખું કે મારા મન માં ઉદ્ધભવતી લાગણીયો લખું। સુરજ લખું, ચંદ્ર લખું કે રાત્રે ટમટમતાં તારાઓ નું તેજ લખું।

read more
તારા વિશે શું લખું?

Read in Caption...

#merashehar #MeraShehar 

તારા વિશે શું લખું ?

શ્વાસ લખું , ધબકાર લખું કે કણેકણ માં અનુભવાતી હુંફાળી હાંશ લખું।
ચાલ પ્રિય... તારા નામ હું પુરેપુરી મારી જાત લખું।।
દિલ લખું, મન લખું કે મારા મન માં ઉદ્ધભવતી લાગણીયો લખું।
સુરજ લખું, ચંદ્ર લખું કે રાત્રે ટમટમતાં તારાઓ નું તેજ લખું।

Zarna dayma

nojoto #Poetry #gujarati #શુકહું #તને #poem

read more
સમય જ નથી, શું કહું તને..!
શબ્દ જ નથી, શું કહું તને..!

બહુ સતાવે આજ યાદ તારી,
કેટલી આવે છે યાદ, શું કહું તને.!

વાત વાત માંથી વાત નીકળે ને,
વાત કરવા ચાહું બેઘડી, શું કહું તને.!

મળવાની ઈચ્છા આજ જાગી છે પાછી,
પણ કંઈ દુનિયામાં મળુ, શું કહું તને.!

કેવી હાલત થઈ છે દિલ ની આજ,
દુઃખ માં એ એવું ડૂબ્યું કે, શું કહું તને.! 

નથી જાણતી, તારા વિના શું દશા મારી,
કેવા છે મારા હાલ....., શું કહું તને..!!! #nojoto #poetry #gujarati #શુકહું #તને

"કાનજી"

તું અને બસ તું જ #કવિતા

read more
🌹 હર્ષ 🌹

હર્ષ તારા ચહેરાનો
બીજું શું જોઈએ,
ઝણકાર તારા પાયલ નો 
બીજું શું જોઈએ,
જેની આંખો નો પલકાર 
કવિતા બની જાય છે,
જોઈએ એ નજર નો નશો 
બીજું શું જોઈએ..
➖
પ્રશાંત જોષી 
"કાનજી" તું અને બસ તું જ

Soyeb Pathan

તારાથી ઈશ્કની અપેક્ષા તો હું શું રાખું ?

જેણે મારા જીવવા-મરવાથી કોઈ લેવા દેવા નથી ,

એ વ્યક્તિ ઈશ્ક તો શું કરશે !!

Kinjal Pandya

#ગુજરાતી #પ્રેમ #ગુજરાતીસાહિત્ય #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #truelove #purelove #selfrespect #MeLove #વિચાર

read more
થયો છે તું મારા રૂપથી ઘાયલ 
મને એ કહે,એમાં નવાઈ શું છે?

બદલાઈ જશે મારું સૌંદર્ય કાલે
આ નકરી સચ્ચાઈ નું શું છે??

છતાં તું રહેશે હંમેશા મારી સાથે 
એ વાતની ખાતરી શું છે???

-કુંજદીપ #ગુજરાતી #પ્રેમ #ગુજરાતીસાહિત્ય #ગુજરાતીકવિતાઓ #gujaratishayri #gujaratipoem #lovequotes #missyou #truelove #purelove #selfrespect #melove

उस्मान आई सुमरा

*આ ફોટો પાડીને એવોર્ડ મળ્યો છતાં જર્નાલિસ્ટે કરી આત્મહત્યા* જુઓ આ ફોટો. આ એક વિશ્વ પ્રસિદ્ધ ફોટો છે. જેને અનેક લોકોએ જોયો હશે. આ ફોટાનું નામ આપવામાં આવ્યું હતું "ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ" આ ચિત્રમાં એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે. આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા1993 માં સુદાનનાં દુકાળ સમયમાં ખેચવામાં આવી હતી અને એ ફોટા માટે તેમને પુલિતઝર પુરસ્કારથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્ટર આ આદરનો આનંદ થોડા દિવસ જ ઉઠાવી શક્યો કારણ કે થો #nojotophoto

read more
 *આ ફોટો પાડીને એવોર્ડ મળ્યો છતાં જર્નાલિસ્ટે કરી આત્મહત્યા*

જુઓ આ ફોટો. આ એક વિશ્વ પ્રસિદ્ધ ફોટો છે. જેને અનેક લોકોએ જોયો હશે.
આ ફોટાનું નામ આપવામાં આવ્યું હતું "ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"
આ ચિત્રમાં એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે. આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા1993 માં સુદાનનાં દુકાળ સમયમાં ખેચવામાં આવી હતી અને એ ફોટા માટે તેમને પુલિતઝર પુરસ્કારથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્ટર આ આદરનો આનંદ થોડા દિવસ જ ઉઠાવી શક્યો કારણ કે થો

Supreme Spirit

read more
ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?

આપ અમારી જોડે રહેજો - ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું?

માફ કરો, અંગુઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું?

વાંકુંસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું?

પરસેવા ની સોડમ લઇ ને પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું?

લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કે' છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું?

આજે અમને દાદ ન આપો કાઈ નહિ,
આજે અમને સાંખી લેજો બીજું શું?

Chetna Gohel

કવિતા

read more
માંગ્યું મળે એ સુખ શું કામનું!?
સ્વજન રડે એ સુખ શું કામનું!?

કલ્પનાના ઉંબરે થોભી જજો, 
હકિકત નડે એ સુખ શું કામનું!? 

ફોરમ બની ફુલોની ફેલાવી દે તું, 
કંટક બની ચુભે એ સુખ શું કામનું!?

બકબક તારું અવિરત વહાવજે,
મૌન બની હસે એ સુખ શું કામનું!?

ચહેરો જોઈ તારો ખુશી રેલાય જ્યાં,
જોઈ તને ફરે એ સુખ શું કામનું!?

પ્રેમની નદી તો છે અવિરત પણ,
પૂર બની નડે એ સુખ શું કામનું!?

વણમાંગયે મળે સ્વીકાર તું કરજે,
ચેતનાને છળે એ સુખ શું કામનું!? કવિતા

v.k.

#poem

read more
શું ભૂલ હતી મારી , જેથી તમે મને છોડીને ચાલ્યા ગયા ? મેં તો મારું સર્વસ્વ તમને અપર્ણ કર્યું હતું , છતાં પણ કેમ તમે મને છોડીને ચાલ્યા ગયા ? શું કોઈ કસર હતી અમારા પ્રેમમાં , જેથી તમે મને છોડીને ચાલ્યા ગયા ? અરે ! આ દુનિયા તો દગાબાજ હતી જ , તમે પણ આવા નીકળ્યા ? હવે યાદોના સહારે દિન ગુજારું છું . બસ , દિલમાં એક આશ છે કે , હજુએ તમે અમને ભૂલ્યા નથી . છતાં પણ કેમ ? આ દર્દના દરિયાને અમારી આંખોમાં , વહેતો મૂકીને ચાલ્યા ગયા .
loader
Home
Explore
Events
Notification
Profile