Find the Latest Status about gujarati kavita on love from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati kavita on love.
Jinu Adaliya
sam90
તું નાનો, હું મોટો – એવો ખ્યાલ જગતનો ખોટો ; આ નાનો, આ મોટો – એવો મૂરખ કરતા ગોટો. ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો ; તરસ્યાને તો દરિયાથીયે લોટો લાગે મોટો. નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબગોટો ! ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો ? મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો. ----Premshankar bhatt ©sam90 #kavita #gujarati #diary
Siddhi Vyas
#gujartipoetry#gujaratilove#gujarati#kavita#sathtaro#love
yamraj013
કહેવું ઘણું બધું હોય છે પણ મળે એ તો હોઠ પર તાળા હોય છે વ્યથા તો છે પણ એ આવે સામે જો તો વ્યથા જ ગેરહાજર હોય છે શબ્દો નો દરિયો પાસે હોય પણ સામે જો એ હોય તો રણ હોય છે જાગતાં તો એ દરેક વિચાર માં વસે પણ ઊંઘ માય એમના સપના હોય છે ©yamraj013 #poem #Poetry #Love #Shayar #kavita #gujarati
Dhruv Solanki
White હું વિન્ધ્ય ની પાળે બેસીસ તું રેવા ની ધારે આવજે, હું વર્ષો થી તરસ્યો રહીશ તું એક જ ઘૂટે ધરાવજે. હું બેઠેલો હોઈશ તું હર્ષ ની હેલી લાવજે, મારા મન-મેલ ધોઈ આતમ માં ભીંજાવજે હું ત્યાં જ હોઈશ તું સ્પર્શ ની લ્હેરખી લાવજે, હું કુવા નો માણહ તું ઝરણાં થી મલાવજે હું બેઠેલો જ હોઈશ તું શૌર્ય નો સુરજ લાવજે, ને અંતરકપાટ માં પ્રકાશ-પુંજ રેલાવજે હું ત્યાં જ હોઈશ તું ધરતી માં ઢાળ લાવજે, જનમ થી આળસુ છું જરા શક્તિ-સંચાર કરાવજે હું પોહ્ચી ને ક્યાં પોહ્ચીશ તું છેલ્લે આકાશ બની ને આવજે તું પરમેશ્વર, હું પૂજ્યા કરીશ તું હૈયે ૐકાર ગુંજાવજે ©Dhruv Solanki #Night love #Love #kavita #Gujarat #gujarati #Druv