Nojoto: Largest Storytelling Platform

Best growingformyself Shayari, Status, Quotes, Stories

Find the Best growingformyself Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutgrow old with you quotes, let our love grow quotes, i wanna grow old with you lyrics, i wanna grow old with you, how to grow your hair overnight with coconut oil,

  • 1 Followers
  • 9 Stories

Grishma Doshi

રસ્તો મળે તો આગળ વધીશું
ને નહીં મળે
તો એક નવે રસ્તે ખુદને ઘડીશું. 🧡🧡
#findingaway #path #makingachoice #movingahead #growingformyself #thingsthatmakesyou #poemfrommetome #grishmadecides

Grishma Doshi

વાટ થઈ
ક્યારેક ઝળહળી ઊઠુ
ક્યારેય બુઝાતી જાવ
પણ જ્યારે સ્થિર થાવ
ત્યારે દીવો થઈ જાઉં છું. 🧡📙📙🧡
#lightofclarity #chaos #findingbalance #evolving #growingformyself #becomingbetter #gujaratipoems #grishmapoems

Grishma Doshi

🧡📙📙🧡 From worrying about things to thinking about my health, time and energy seems I am on right path towards myself. #Thinking #Worrying #understanding #awareness #growingformyself #reflectinguponmyself #poemfrommetome #grishmapoems

read more
ચિંતાઓ મારા વિચારમાં
ને હવે ચિંતાઓ વિશે મારું વિચારવું,
આ વિચારોના માર્ગમાં "મારો વિચાર"
જાણે સફર મારી મારા સુધીની. 🧡📙📙🧡
From worrying about things to thinking about my health, time and energy seems I am on right path towards myself.

#thinking #worrying #understanding #awareness #growingformyself #reflectinguponmyself #poemfrommetome #grishmapoems

Grishma Doshi

जब कुछ भी ना समझ आए
जब कुछ भी ना तय कर पाए
तब बस चलते जा,
जब कुछ थोड़ा समझ आए
जब कुछ मन को भाए
तब आगे बढ़ते जा,
होगी उस वक़्त की आस
जब सब कुछ निश्चित हो जाए
जब सब कुछ समज आए,
और आएगा एक वक़्त तब
अनिश्चितता की उंगली थामे
सब कुछ तु ना समझ पाए
फिर भी समझदारी से चलते जाए। 🧡📙📙🧡
#walk #moveingahead #growingformyself #life #learnings #unlearning #hindipoems #grishmapoems

Grishma Doshi

ડરને ક્યારેક હું વિસારે પાડું,
તો ક્યારેક સમય પડાવી દે.
ક્યારેક હું રસ્તો બદલી નાખુ,
તો ક્યારેક એને અવગણીને આગળ ચાલુ.
ક્યારેક વળી એને પકડીને બેસી રહું,
તો ક્યારેક આંગળીએ ઝાલીને દોડું.
બસ આમ જ મારા આ એક હિસ્સાને,
અંતિમ પડાવ સુધી ક્યારેક છાતી સરસો
તો ક્યારેક એક વ્હેંત છેટો રાખુ. 🧡🖤🖤🧡
#મનનીવાતો #emotions #fears #copingwithfears #livingwithmyself #growingformyself #gujaratipoems #grishmapoems

Grishma Doshi

કેટલાય ડરને પકડીને બેઠી,
કેટલાય ડરથી ડરતી,
અચાનક ફફડી ઉઠી,
જોઈ પોતાને ગુમાવવાના ડરને,
લાગ્યુ જાણે
પહેલીવાર જોઈ રહી કોઈ ડર.
ધીમેથી થઈ ઉભી
ગઈ એની નજીક,
ધીરે ધીરે જાણ્યો એ ડરને,
પણ ના કર્યો
એને કાબુ કરવાનો પ્રયાસ,
ના એને કરવા દીધો કાબુ,
બસ કરતી રહી
એને સમજવાની કોશિશ.
ને આખરે એક સવારે,
બધાય ડરને સાથે લઈ
એ ડરને જતા જોઈ રહી જિંદગી. 🧡🖤🖤🧡
#મનનીવાતો #emotions #fears #understandingfears #loveyourself #growingformyself #gujaratipoems #grishmapoems

Grishma Doshi

હારથી જીત્યા પછીયે,
ફરી હારવાનો ડર ક્યાંક રહે,
પણ આગળ વધવાની હામથી
એ પાછો પડે. 🧡💙🖤💚💛💜❤️
#life #overcomingfears #winandlose #growingformyself #loveyourself #sell #gujaratiquotes #grishmaquotes

Grishma Doshi

ક્યારેક સમજાવવાની શરૂઆત સમજાવટથી કરવી પડે,
સમજાવટ કામ કરતી થાય ત્યારે વાતની ધીરેથી
શરૂઆત કરવી પડે,
ને વાત સંભળાતી લાગે ત્યારે સારા-નરવાની
રજૂઆત બહુ અઘરી ના પડે,
આ બધીય કવાયતો જરૂરી નથી હંમેશા બીજા માટે કરવી પડે,
જરૂર પડે ત્યારે આપખુદ મન માટેય કરવી પડે. 🧡🖤🖤🧡
#મનનીવાતો #persuingownself #humannature #growingformyself #lifepoems #notsorandomthoughts #gujaratipoems #grishmapoems

Grishma Doshi

ગમતા-અણગમતાની હારમાળા વચ્ચે,
મનગમતી માળા પરોવુ.
મનગમતા મોતી ક્યારેક મળે ક્યારેક ના મળે,
પણ ગમતા-અણગમતાની હારમાળા ના વધે. 🧡🖤🖤🧡
#મનનીવાતો #dowhatilove #growingformyself #selflove #seeingformyself #notsorandomthoughts #gujaratipoems #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile